android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Prantij: પ્રોહિબીશનના ગુનામાં 1 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
calendar_today May 16, 2026

Prantij: પ્રોહિબીશનના ગુનામાં 1 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

પ્રાંતિજ પોલીસે તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફ્ળતા મેળવી છે. મળતી માહિતી અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ(IPS), જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ(IPS) તથા વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ અને વોચમાં હતી. દરમિયાન એ.એસ.આઈ. મનીષકુમાર બલબદ્રસિંહ તથા અ.હે.કો રાજેશકુમાર ગફુલભાઈને બાતમી મળી હતી કે, તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશન કેસમાં ફરાર આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપક ઉર્ફે દીપુ દાઢી મનુભાઈ જેઠવાણી પોતાના હાલના નિવાસસ્થાને હાજર છે. બાતમીના આધારે પોલીસ ટીમે અમદાવાદ ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડયો હતો. તપાસમાં સામે આવ્યું કે, આરોપી વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા એક વર્ષથી ફરાર હતો પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: મોડાસામાં IPL પર ઓનલાઈન સટ્ટો રમાડતો 1 શખ્સ ઝડપાયો
calendar_today May 16, 2026

Modasa: મોડાસામાં IPL પર ઓનલાઈન સટ્ટો રમાડતો 1 શખ્સ ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં આઇપીએલની ક્રિકેટ મેચોમાં ઓનલાઇન સટ્ટાની ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. જેમાં મોડાસા ટાઉન પોલીસે લક્ષ્મી શોપિંગ સેન્ટર પાસેથી એક ઇસમને ઝડપી પાડયો છે. મોડાસા ટાઉન પોલીસનો સ્ટાફ ગેરકાયદે જુગાર તેમજ પ્રોહિબિશન પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે એક શખ્સ હાલમાં ચાલતી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સેશન્સ સટ્ટો લગાવી ગ્રાહકો પાસેથી પૈસા લઇ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ટાઉન પોલીસે બાતમીવાળી જગ્યા લક્ષ્મી શોપીંગ સેન્ટર પાસે દરોડો પાડયો હતો. જ્યાં એક શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં કંઇક લખતો હતો. જેને પોલીસે ઝડપી લીધો હતો.ઝડપાયેલો આરોપી આમીર ઉર્ફે બંકુ મોહમંદસલીમ મનવા (રહે. લિમડા તળાવની પાસે, મુસાબુલા સોસાયટી, મોડાસા, જિ. અરવલ્લી) ચાલુ આઇપીએલ ક્રિકેટ મેચ પર ગ્રાહકો પાસેથી પૈસા મેળવી ઓનલાઇન સેશન્સ સટ્ટો રમાડતો હતો. પોલીસે તેના મોબાઇલ ફોનના બિઝનેસ વોટ્સએપમાં અલગ અલગ નંબરો તેમજ પૈસા લખેલા હિસાબો શોધી કાઢયા હતા. તેણે આઇપીએલ મેચ પર અલગ અલગ ક્રિકેટરો પર ઓનલાઇન સેશન્સ સટ્ટો રમાડતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી રૂ. 12,630ની રોકડ, રૂ. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 22,630નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ડીઝલની અછતથી સાંતલપુરના મીઠા ઉદ્યોગ પર આર્થિક સંકટ
calendar_today May 16, 2026

Patan: ડીઝલની અછતથી સાંતલપુરના મીઠા ઉદ્યોગ પર આર્થિક સંકટ

સાંતલપુર વિસ્તારના મીઠા ઉદ્યોગ માટે ડીઝલની પૂરતી ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે સાંતલપુર સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને જણાવ્યું છે કે સાંતલપુર રણ વિસ્તારમાં દર વર્ષે અંદાજે 10 થી 12 લાખ ટન જેટલું મીઠું ઉત્પાદન થાય છે અને મીઠાના પરિવહન માટે મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા જરૂરી બને છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલ સાંતલપુર વિસ્તારમાં અંદાજે 300 થી 400 જેટલા ટ્રક તથા આશરે 50 જેટલી ડીઝલ મશીનો કાર્યરત છે, જે મીઠાના પરિવહન અને ઉત્પાદન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આગામી 15 થી 20 દિવસ દરમિયાન મીઠાની ઉપાડ પ્રક્રિયા તેજ બનવાની શક્યતા વચ્ચે વિસ્તારમાં ડીઝલની વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી હોવાનું એસોસિએશને જણાવ્યું છે. વધુમાં રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે કે વરસાદી મોસમ શરૂ થાય તે પહેલાં મીઠાનું ઝડપી પરિવહન જરૂરી હોય છે. આવા સમયમાં ડીઝલ પુરવઠામાં ખલેલ પડે તો મીઠા ઉદ્યોગને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. તેથી ડીઝલનો જથ્થાબંધ પુરવઠો ઉપલબ્ધ કરાવવા તથા ડીઝલ માટે અનુમતિ અથવા ક્વોટા ફળવવાની માંગ કરવામાં આવી છે. એસોસિએશને કલેક્ટરને આ મામલે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward