android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Prantij: પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલટેક્ષ પાસેથી 2.84 લાખનો દારૂ પકડાયો
calendar_today May 16, 2026

Prantij: પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલટેક્ષ પાસેથી 2.84 લાખનો દારૂ પકડાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કતપુર ટોલટેક્ષ નજીકથી શનિવારે પ્રાંતિજ પોલીસને મળેલી બાતમી બાદ પોલીસે નાકાબંધી કરીને બાતમી મુજબ આવી રહેલ પીકઅપ ડાલામાં ફૂટ ભરવાની પેટીઓમાં સંતાડીને લઈ જવાતા અંદાજે રૂ.2.84 લાખથી વધુનો દારૂ અને બીયર જથ્થો ઝડપી લઈ પીકઅપ ડાલાના ચાલકની અટકાત કરી પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પ્રાંતિજના પીઆઈ એ.એમ.વાળા તથા સ્ટાફના જણાવાયા મુજબ શનિવારે તેમને એવી બાતમી મળી હતી હિંમતનગર તરફથી આવી રહેલ પીકઅપ ડાલાના નં.જીજે.17એક્સએક્સ.5450 લાકડામાંથી બનાવાયેલ ફૂટ ભરવાની પેટીઓની આડમાં પાસ પરમીટ વિના દારૂ અને બીયરનો જથ્થો લઈ જવાઈ રહયો હતો જે આધારે પ્રાંતિજ પોલીસે કતપુર ટોલટેક્ષ નજીક નાકાબંધી કરીને બાતમી મુજબના પીકઅપ ડાલાને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમ્યાન પીકઅપ ડાલામાંથી અંદાજે રૂ.2,84,652ની કિંમતની દારૂ અને બીયરના મળી 2100 નંગ મળી આવ્યા હતા. જે અંગે પીકઅપ ડાલાના ચાલક પુનમચંદ ઉર્ફે પુરણ કાલુલાલ રાવત (રહે.ફલાડોર, તા.ભીંડર)ની પુછપરછ કરી હતી. પરંતુ તેણે દારૂની હેરાફેરી માટે કોઈપણ જાતના આધારપુરાવા રજુ ન કરતાં પ્રાંતિજ પોલીસે દારૂ અને બીયર સહિત રૂ.3 લાખના પીકઅપ ડાલા સાથે અંદાજે રૂ.5.82 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: હિંમતનગર અને ઈડરમાં ધામધૂમથી શનૈશ્વર જયંતિ ઉજવાઈ
calendar_today May 16, 2026

Himatnagar: હિંમતનગર અને ઈડરમાં ધામધૂમથી શનૈશ્વર જયંતિ ઉજવાઈ

હિંમતનગર, પાણપુર : શનિવારે વૈશાખી અમાસે શનિદેવ જન્મ જયંતિ હોવાથી હિંમતનગરના ખાડીયા ચાર રસ્તા પાસે તેમજ ઈડરના મહંકાલેશ્વર મંદિર પરિસર સહિત જિલ્લામાં આવેલા શનિદેવના મંદિરોમાં હજારો દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. અંતર્ગત વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત યજમાનોને પંડિત ગિરિશ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવાઈ હતી. ત્યારબાદ સાંજે ભક્તો માટે મહાપ્રસાદ તથા જમણવાર યોજાયો હતો. જેનો અંદાજે 1500થી વધુ શ્રાદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો. કાર્યક્રમને સુખરૂપ સંપન્ન કરવા માટે પ્રમુખ અમિત રાવલ, બિપીન પટેલ, દીપેશ દરજી, મિતેશ તથા હરેશભાઈએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: ખેડબ્રહ્માની હરણાવ નદી કિનારેના ખેતરમાં ઝાડ પર પ્રેમીપંખીડા લટકી જીવન ટૂકાવ્યું
calendar_today May 16, 2026

Himatnagar: ખેડબ્રહ્માની હરણાવ નદી કિનારેના ખેતરમાં ઝાડ પર પ્રેમીપંખીડા લટકી જીવન ટૂકાવ્યું

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાંથી પસાર થતી હરણાવ નદીના પટ પાસેના એક ખેતરમાંથી શનિવારે વહેલી સવારે એક યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસની ટીમે ઘટનાસ્થળે આવી પ્રેમીપંખીડાની લાશ કબ્જે લઈ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ખેડબ્રહ્મા નજીક સીમ વિસ્તારમાં આવેલા ખેડૂત શૈલેષભાઈ ડાહ્યાભાઈ ઠાકોરના ખેતરમાં આ ઘટના બની હતી. દરમિયાન શનિવારે સવારે તેઓ નિત્યક્રમ મુજબ, પરિવાર સાથે ભેંસો લઈને ખેતરમાં ગયા હતા. તે વખતે તેમના આ ખેતરમાં લોકોની ભીડ જોઈ અને ઝાડ પર અજાણ્યા યુવક-યુવતીના મૃતદેહ લટકતા જોયા હતા. ત્યારબાદ શૈલેષભાઈ ઠાકોરે ઉપસ્થિત લોકોની પૃચ્છા કર્યા બાદ ઘટના અંગે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ખેડબ્રહ્મા ટાઉન પોલીસ વિભાગ અને પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ડી.વી.હડાત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ કરતાં મૃતક યુવાન દીધિયા ગામના મિનેશ ખોખરીયા (ઉંમર 28) હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃતક યુવતી (ઉંમર 21) ચીખલા ગામની ભાણી હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે, યુવતી છેલ્લા ઘણા વર્ષોથી ચીખલા ખાતે મામાના ઘરે રહેતી હતી. તેણીનું મુળ વતન માકડ ચંપા ગામ છે. સમગ્ર્ર મામલે હાલ બંનેના મૃતદેહને પીએમ અર્થે લઇ જવામાં આવ્યા છે અને સમગ્ર્ર મામલે ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward