Lakhtar: લખતર સદાદ ગામે ઉમય નદીમાં મોટાપાયે રેતી ખનન થતા ખનીજ ટીમ દ્વારા તપાસ
લખતર તાલુકાના સદાદ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ઉમય નદીમાંથી સાદી રેતીનું મોટાપાયે ખનન ચાલતું હોવાની રજૂઆત સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગમાં કરાઈ હતી. એથી તંત્રના ટીમ દ્વારા સદાદ સીમની નદી વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. ઉમય નદીમાં છેલ્લા ઘણા સમયથી ભુમાફ્યિાઓ દ્વારા ખનીજ ચોરીનો વ્યાપક ખનીજ ચોરતા હોવાનું અરજદાર મુકેશ પંડયા દ્વારા લખતર પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી, જિલ્લા કલેકટર, જિલ્લા ભુસ્તરશાસ્ત્ર્રી તેમજ ખાણ ખનીજ વિભાગને અને ગાંધીનગર માઇનિંગ ડિપાર્ટમેન્ટને લેખિત રજૂઆત કરાઈ હતી. જેના પગલે સુરેન્દ્રનગર ખાણ ખનીજ દ્વારા સદાદ ગામે તપાસ માટે પહોંચી હતી. જેમાં ઉમય નદીમાં આશરે એકથી દોઢ હેક્ટર જેટલી જમીનમાં ખનન કરી રેતી કાઢવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં માનિગ સુપરવાઇઝર આશિષભાઈ અને સરવૈયા કરણભાઈ ભેડા દ્વારા સ્થળ તપાસ કરી માપણી કરી અરજદાર મુકેશ પંડયાને સાથે રાખીને પંચ રોજ કામ કરવામાં આવ્યું હતું. પંચ રોજ કામ કર્યા બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઉપર કેવી કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું. જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા અચાનક તપાસ થતા ભુમાફ્યિાઓમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward