android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: સુરતમાં રહીમે 'રોહન' બની મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
calendar_today May 16, 2026

Gujarat Latest News Live: સુરતમાં રહીમે 'રોહન' બની મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
West Bengal: શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય, 2011થી અપાયેલા જાતિ પ્રમાણપત્રોની થશે ફરી તપાસ
calendar_today May 16, 2026

West Bengal: શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય, 2011થી અપાયેલા જાતિ પ્રમાણપત્રોની થશે ફરી તપાસ

પશ્ચિમ બંગાળની વર્તમાન શુભેન્દુ સરકારે એક મોટો વહીવટી અને રાજકીય નિર્ણય લેતા રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ને વર્ષ 2011 થી જારી કરાયેલા તમામ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) ના જાતિ પ્રમાણપત્રોની ફરીથી ચકાસણી કરવાનો કડક આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ દસ્તાવેજોની અધિકૃતતા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા બાદ આશરે 1.69 કરોડ પ્રમાણપત્રોની પુનઃ તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે.'દુઆરે સરકાર' યોજના હેઠળ ઉતાવળે પ્રમાણપત્રો વહેંચાયાનો આરોપ પછાત વર્ગ કલ્યાણ વિભાગ ના સચિવ દ્વારા ગુરુવારે જારી કરાયેલા સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે, વિવિધ પક્ષો અને સંગઠનો દ્વારા 2011 પછી ઇસ્યુ થયેલા કેટલાક જાતિ પ્રમાણપત્રોની વાસ્તવિકતા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય વહીવટીતંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વવર્તી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારે રાજકીય પકડ મજબૂત કરવાના હેતુથી, ખાસ કરીને જંગલમહાલ વિસ્તારમાં, યોગ્ય પૃષ્ઠભૂમિની ચકાસણી કર્યા વિના જ હજારો અયોગ્ય લોકોને આ પ્રમાણપત્રો જારી કરી દીધા હતા.  4.78 મિલિયન પ્રમાણપત્રો ઉતાવળે જારી કરાયા આ વલણ વર્ષ 2020 માં શરૂ કરાયેલા "દુઆરે સરકાર" (દ્વાર પર સરકાર) કાર્યક્રમ દરમિયાન વધુ વણસ્યું હતું. ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, આ શિબિરો દ્વારા આશરે 4.78 મિલિયન પ્રમાણપત્રો ઉતાવળે જારી કરાયા હતા. બીજી પેઢીને પણ ખોટા પ્રમાણપત્રો મળતાં મામલો ગંભીર બન્યો એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે, તત્કાલીન સરકારના ઉચ્ચ અધિકારીઓના રાજકીય દબાણને કારણે સબ-ડિવિઝનલ ઓફિસરો (SDO) એ જરૂરી કાનૂની તપાસ પ્રક્રિયાને અવગણીને ઉતાવળમાં સહીઓ કરી હતી. મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે આ અયોગ્ય વ્યક્તિઓના આધારે તેમની બીજી પેઢીના સંતાનોને પણ કાયદેસરના જાતિ પ્રમાણપત્રો મળવા લાગ્યા. હવે સુવેન્દુ સરકારે તમામ પેટા-વિભાગીય અધિકારીઓને આદેશ આપીને આ આખી પ્રક્રિયાની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે તપાસ તેજ કરી છે, જેનાથી બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.આ પણ વાંચો----    Dhar Bhojshalaમાં ઈતિહાસ રચાયો, પોલીસ બંદોબસ્ત વચ્ચે હિંદુઓએ કરી પૂજા

Read Full Story arrow_forward
NCBનું સૌથી મોટી એક્શન, ઓપરેશન રિસ્પિલ હેઠળ 182 કરોડનું જેહાદી ડ્રગ્સ ઝડપાયું
calendar_today May 16, 2026

NCBનું સૌથી મોટી એક્શન, ઓપરેશન રિસ્પિલ હેઠળ 182 કરોડનું જેહાદી ડ્રગ્સ ઝડપાયું

દેશને નશા મુક્ત બનાવવા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓનું નેટવર્ક તોડવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક બહુ મોટી સફળતાની જાહેરાત કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરવામાં આવેલા એક ગુપ્ત ઓપરેશનમાં આશરે ₹182 કરોડ ની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતો 'કેપ્ટાગોન' નામના ખતરનાક ડ્રગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ઓપરેશન રિસ્પિલ હેઠળ સફળ ઓપરેશન ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઓપરેશનની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની 'ડ્રગ મુક્ત ભારત'ની પ્રતિબદ્ધતા હેઠળ એજન્સીઓએ "ઓપરેશન રિસ્પિલ" હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. શું છે આ ‘જેહાદી ડ્રગ્સ’ કેપ્ટાગોન એ ફેનેથિલિન નામના એમ્ફેટામાઇન આધારિત ડ્રગનું એક અત્યંત શક્તિશાળી સ્વરૂપ છે. મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અને ખાસ કરીને આતંકવાદી સંગઠનોના લડવૈયાઓ વચ્ચે આ નશાનો ઉપયોગ ખુબ મોટા પાયે થાય છે, જેના કારણે વૈશ્વિક સ્તરે આ ડ્રગને "જેહાદી ડ્રગ" તરીકે ઓળખવામાં આવે છે. આ જથ્થો ભારત મારફતે મધ્ય પૂર્વના દેશોમાં મોકલવામાં આવી રહ્યો હતો. સરકારની ઝીરો-ટોલરન્સ નીતિ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરીને એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ડ્રગના દુરુપયોગ અને તેની હેરાફેરી સામે ભારત સરકારની 'શૂન્ય-સહિષ્ણુતા'નીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સુરક્ષા એજન્સીઓના મતે, આવા ડ્રગ્સ માત્ર યુવા પેઢીને બરબાદ નથી કરતા પરંતુ આંતરરાષ્ટ્રીય ગુનાખોરી અને ટેરર ફંડિંગ (આતંકવાદી નેટવર્ક) ને પણ વેગ આપે છે. અમિત શાહે આ સાહસિક ઓપરેશન બદલ NCB ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની સતર્કતા અને બહાદુરીની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આ પણ વાંચો----     Dhar Bhojshalaમાં ઈતિહાસ રચાયો, પોલીસ બંદોબસ્ત વચ્ચે હિંદુઓએ કરી પૂજા

Read Full Story arrow_forward