android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News: ખેડબ્રહ્મા નજીક પ્રેમી યુગલનો ગળેફાંસો ખાઈ આપઘાત, પોલીસ તપાસ શરૂ
calendar_today May 16, 2026

Sabarkantha News: ખેડબ્રહ્મા નજીક પ્રેમી યુગલનો ગળેફાંસો ખાઈ આપઘાત, પોલીસ તપાસ શરૂ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી છે. વીરબાવજી મંદિર જવાના માર્ગ પર આવેલા એક ખેતરમાં આ ઘટના બની હતી. પ્રેમ સંબંધના કારણે આ યુવક અને યુવતીએ ખેતરમાં આવેલા એક લીમડાના વૃક્ષ પર લટકીને સાથે જ મોતને વ્હાલું કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બનાસકાંઠાની યુવતી અને ખેડબ્રહ્માના યુવક વચ્ચે હતો પ્રેમ મળતી માહિતી અનુસાર, આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની રહેવાસી હતી, જ્યારે યુવક ખેડબ્રહ્મા પંથકનો વતની હતો. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જો કે, કયા કારણોસર તેમણે આ આત્યંતિક પગલું ભરવું પડ્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બંનેના મૃતદેહોને વૃક્ષ પરથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે ખેડબ્રહ્માની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ખેડબ્રહ્મા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Weather Update: ચોમાસા અંગે હવામાન વિભાગે કરી આગાહી
calendar_today May 16, 2026

Gujarat Weather Update: ચોમાસા અંગે હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં ગરમીનો પારો થોડો નીચે જવાની આગાહી કરવામાં આવી છે. જો કે, ગરમી ઘટવાની સાથે જ લોકોએ અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે.પવનોની દિશા બદલાતા ઉકળાટ વધશે, તાપમાન 40 થી 41 ડીગ્રી રહેશે અમદાવાદ હવામાન કેન્દ્રના જાણીતા વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં પવનોની દિશા બદલાવા જઈ રહી છે. પવનોની દિશામાં થનારા આ ફેરફારને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેના લીધે લોકોને ગરમીથી થોડી રાહત મળશે પરંતુ ઉકળાટ અને બફારો ખૂબ જ વધી જશે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 40 થી 41 ડીગ્રી આસપાસ નોંધાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થયું છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને પવનોની ગતિ અને દિશા બદલાઈ રહ્યા છે. IMD અમદાવાદના જાણીતા વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, રાજ્યમાં પવનોની દિશા બદલાવાના કારણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થશે અને પારો 40 થી 41 ડીગ્રી સુધી રહેશે. જો કે, ભેજવાળા પવનોને કારણે ઉકળાટમાં વધારો નોંધાશે. બીજી તરફ ચોમાસાને લઈને પણ સારા સમાચાર છે. 26 મે થી કેરળમાં ચોમાસું બેસશે, આ વર્ષે વહેલા આગમનની શક્યતા ઉનાળાની આકરી ગરમી વચ્ચે સામાન્ય જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહી છે, તે ચોમાસાને લઈને પણ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. IMD ના જણાવ્યા મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું બેસવાની પ્રબળ શક્યતા છે. આગામી 26 મે થી કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ શકે છે. કેરળમાં ચોમાસું વહેલું બેસવાના સંકેતોને પગલે ગુજરાતમાં પણ આ વર્ષે વરસાદનું આગમન સમય કરતાં વહેલું થાય તેવી આશા સેવાઈ રહી છે. આ પણ વાંચો - Gujarat Weather Update: આજે ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે, ઉકળાટ આપશે અગનગોળા જેવા અહેસાસ

Read Full Story arrow_forward
Rajkot News: ગેરકાયદેસર હથિયાર સાથે બે કોલેજીયન યુવકો ઝડપાયા
calendar_today May 16, 2026

Rajkot News: ગેરકાયદેસર હથિયાર સાથે બે કોલેજીયન યુવકો ઝડપાયા

સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો ક્રેઝ આજકાલના યુવાનોમાં ગુનાખોરીના રસ્તે લઈ જઈ રહ્યો છે. રાજકોટમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગાંધીનગરથી 80 લાખ રૂપિયાની મોંઘીદાટ કાર લઈને રીલ બનાવવા આવેલા બે કોલેજીયન વિદ્યાર્થીઓને ગેરકાયદેસર હથિયાર સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ઝડપી લીધા છે.80 લાખની કાર અને હાથમાં હથિયાર! ઘટનાની મળતી માહિતી અનુસાર, ગાંધીનગરથી બે કોલેજના વિદ્યાર્થીઓ અંદાજે 80 લાખ રૂપિયાની કિંમતની મોંઘીદાટ કાર લઈને ખાસ રીલ બનાવવા માટે રાજકોટ આવ્યા હતા. તેઓ રાજકોટના પ્રખ્યાત ન્યારી ડેમ પાસે હથિયારનું પ્રદર્શન કરીને સોશિયલ મીડિયા માટે શૂટિંગ કરી રહ્યા હતા. આ અંગે રાજકોટ એસઓજી (SOG) પોલીસને ચોક્કસ બાતમી મળતા જ ટીમે ન્યારી ડેમ નજીક રેડ કરી હતી, અને બંને યુવકોને રંગેહાથ પકડી લીધા હતા. ગાંધીનગરના ધ્રુમિલ ઠાકોર અને આદિત્ય રાઠોડની ધરપકડ પોલીસના હાથે ઝડપાયેલા બંને યુવકો હાઈપ્રોફાઈલ ઘરના અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાં ધ્રુમિલ અમિતભાઈ ઠાકોર (રહે. ગાંધીનગર) અને આદિત્ય દિલીપસિંહ રાઠોડ (રહે. ગાંધીનગર)નો સમાવેશ થાય છે. ગેરકાયદેસર હથિયાર અંગે પોલીસે હાથ ધરી તપાસ ન્યારી ડેમ જેવા જાહેર સ્થળે મોંઘી ગાડીઓ પ્રદર્શિત કરી, કાયદાના લીરેલીરા ઉડાડીને ગેરકાયદેસર હથિયાર સાથે રીલ બનાવવી આ બંને નબિરાઓને ભારે પડી ગઈ છે. રાજકોટ એસઓજી પોલીસે બંને વિદ્યાર્થીઓની અટકાયત કરી તેમની પાસેથી ગેરકાયદેસર હથિયાર અને રૂ. 80 લાખની મોંઘી કાર કબજે લીધી છે. આ હથિયાર તેઓ ક્યાંથી લાવ્યા હતા, કોનું છે અને તેમનો અન્ય કોઈ ગુનાહિત હેતુ હતો કે, કેમ તે અંગે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Rajkotમાં વર્ષો જૂના ફૂડ સેમ્પલનો રિપોર્ટ આવ્યો, ઢોસાના સંભારમાં કલર ભેળવનારાને 6 મહિનાની કેદ

Read Full Story arrow_forward