android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiadમાં આગનો સિલસિલો: ત્રણ દિવસમાં ત્રીજો બનાવ, બંધ રૂમમાં AC બ્લાસ્ટ થતાં દોડધામ
calendar_today May 16, 2026

Nadiadમાં આગનો સિલસિલો: ત્રણ દિવસમાં ત્રીજો બનાવ, બંધ રૂમમાં AC બ્લાસ્ટ થતાં દોડધામ

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા જુના ડુમરાલ રોડ પર સ્થિત 'દિવ્યધરા સંસ્થા' ખાતે આગ લાગવાનો એક નવો બનાવ સામે આવ્યો છે. અહીં સંસ્થાના પહેલા માળે આવેલા એક બંધ રૂમની અંદર અચાનક એર કંડિશનર (AC) માં ભયાનક આગ ફાટી નીકળી હતી. બંધ રૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જ આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.ફાયર બ્રિગેડે વોટર બ્રાઉઝરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરોની ટીમ વોટર બ્રાઉઝર અને જરૂરી લશ્કર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંધ રૂમનો દરવાજો ખોલી, ભારે જહેમત બાદ એસીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની તત્પરતાને કારણે આગ આગળ વધતી અટકી હતી અને એક મોટી જાનહાનિ થતાં ટળી ગઈ હતી. શહેરમાં ત્રણ દિવસમાં ત્રીજી ઘટના, આગનું કારણ અકબંધ નડિયાદ શહેરમાં આગ લાગવાનો આ કોઈ પહેલો બનાવ નથી, પરંતુ છેલ્લા ત્રણ દિવસની અંદર જ આ ત્રીજી આગની ઘટના સામે આવતા સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોમાં ચિંતાનો માહોલ છે. ઉનાળાની શરૂઆતમાં જ એક પછી એક બની રહેલી આગની ઘટનાઓને પગલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. દિવ્યધરા સંસ્થાના બંધ રૂમમાં એસીમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: PM મોદીએ નેધરલેન્ડ્સના ધ હેગમાં કિંગ અને સાથે કરી મુલાકાત
calendar_today May 16, 2026

Gujarat Latest News Live: PM મોદીએ નેધરલેન્ડ્સના ધ હેગમાં કિંગ અને સાથે કરી મુલાકાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
CJI સૂર્યકાંતે 'કોકરોચ'વાળા નિવેદન મામલે કરી સ્પષ્ટતા, કહ્યું 'યુવા વિકસિત ભારતના સ્તંભ છે'
calendar_today May 16, 2026

CJI સૂર્યકાંતે 'કોકરોચ'વાળા નિવેદન મામલે કરી સ્પષ્ટતા, કહ્યું 'યુવા વિકસિત ભારતના સ્તંભ છે'

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતએ શનિવારે પોતાની ‘કોકરોચ’ સંબંધિત ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે તેમની મૌખિક ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરી અને તેને દેશના યુવાનો પર હુમલા તરીકે દર્શાવ્યું, જે સંપૂર્ણપણે ગેરસમજ છે.મેં દેશના યુવાનોની ટીકા નહોતી કરી CJI સૂર્યકાંતે જણાવ્યું કે તેમણે દેશના યુવાનોની ટીકા નહોતી કરી, પરંતુ નકલી અને ખોટી ડિગ્રીના આધારે વકીલાત જેવા સન્માનિત વ્યવસાયોમાં પ્રવેશતા લોકોની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આવા લોકો મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય ક્ષેત્રોમાં પણ પ્રવેશી ગયા છે અને પરજીવીની જેમ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. તેમણે વધુમાં કહ્યું કે તેમને ભારતના યુવાનો પર ગર્વ છે અને તેઓ વિકસિત ભારતની સૌથી મોટી શક્તિ છે. “ભારતનો દરેક યુવાન મને પ્રેરણા આપે છે અને હું તેમને દેશના ભવિષ્યના મજબૂત સ્તંભ તરીકે જોઉં છું,” એમ CJIએ જણાવ્યું. વિવાદ કેમ શરૂ થયો? આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ એક વકીલને સિનિયર એડવોકેટનો દરજ્જો આપવાના મામલે સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અરજદાર વકીલના સોશિયલ મીડિયા વર્તન અને ભાષા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. CJIએ જણાવ્યું હતું કે જો દિલ્હી હાઇકોર્ટ આવા વ્યક્તિને સિનિયર એડવોકેટનો દરજ્જો આપે તો સુપ્રીમ કોર્ટ તેના વ્યાવસાયિક વર્તનને ધ્યાનમાં રાખીને તે નિર્ણય રદ કરી શકે છે. સુનાવણી દરમિયાન વકીલોની ડિગ્રીની સચ્ચાઈ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. CJIએ કહ્યું કે અનેક વકીલોની ડિગ્રીની તપાસ માટે CBI તપાસ અંગે વિચારણા ચાલી રહી છે કારણ કે ઘણી ડિગ્રીની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો છે. અંતે અરજદાર વકીલે અદાલતમાં માફી માગી અને પોતાની અરજી પાછી ખેંચવાની મંજૂરી માગી, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી. આ પણ વાંચો : Americaના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી અઠવાડિયે આવશે ભારતના પ્રવાસે, જાણો કારણ

Read Full Story arrow_forward