android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, પ્રેમજાળમાં ફસાવી વેપારી પાસેથી 75 લાખ ખંખેર્યા
calendar_today May 16, 2026

Vadodara : હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, પ્રેમજાળમાં ફસાવી વેપારી પાસેથી 75 લાખ ખંખેર્યા

વડોદરા જીલ્લાના શિનોર તાલુકામાંથી એક ચોંકાવનારો અને મોટી રકમની ઠગાઈનો હનીટ્રેપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિનોર પોલીસ મથકે નોંધાયેલા ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસે અત્યંત પ્રશંસનીય કામગીરી કરીને ગેંગના મુખ્ય સૂત્રધાર મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ હનીટ્રેપ ગેંગે એક ફરિયાદીને પોતાની માયાજાળમાં ફસાવીને ટુકડે-ટુકડે કુલ ₹75 લાખથી વધુની રકમ પડાવી લીધી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.મોબાઈલ નંબર આપી પ્રેમજાળમાં ફસાવ્યો પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, આ આખા કાવતરાની શરૂઆત અનવર મનસુરી (ટેલર) નામના વ્યક્તિથી થઈ હતી. અનવરે ફરિયાદીને મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતાબેનનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ, મનીષાએ ફરિયાદી સાથે વારંવાર સંપર્ક વધારી, મીઠી-મીઠી વાતો કરીને તેમને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધા હતા. ફરિયાદી સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી જતાં ગેંગે અલગ-અલગ સ્થળોએથી તેમની પાસેથી મોટી રકમ પડાવવાનું શરૂ કર્યું હતું. વીડિયો વાયરલ કરવા અને રેપ કેસની ધમકી આપી જ્યારે ફરિયાદીએ વધુ પૈસા આપવાની ના પાડી, ત્યારે આ ગેંગે પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીના અંગત ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરી બદનામ કરવાની તેમજ પોલીસમાં દુષ્કર્મ (રેપ) ની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. બદનામીના ડરથી ફરિયાદીએ ટુકડે-ટુકડે ₹75 લાખ ગુમાવી દીધા હતા. ગેંગે અન્ય કેટલાય લોકોને પણ શિકાર બનાવ્યા હોઈ શકે છેવટે હિંમત કરીને ફરિયાદીએ શિનોર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ત્વરિત એક્શન લઈને મુખ્ય આરોપી શાંતાબેન ઉર્ફે મનીષાબેન વસાવા, અહેમદખા સિકંદરખા પઠાણ અને અક્ષયભાઈ પ્રતાપભાઈ વસાવાની ધરપકડ કરી લીધી છે. પોલીસે કોર્ટમાંથી આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ ગેંગે અન્ય કેટલાય લોકોને પણ શિકાર બનાવ્યા હોઈ શકે છે, જેથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.આ પણ વાંચો----   Dhar Bhojshalaમાં ઈતિહાસ રચાયો, પોલીસ બંદોબસ્ત વચ્ચે હિંદુઓએ કરી પૂજા

Read Full Story arrow_forward
Surat News: ચોકબજારમાં વકીલ મહિલા સાથે 'લવ જેહાદ', રહીમ 'રોહન' બની પૂજા-પાઠ કરતો અને દુષ્કર્મ આચર્યું
calendar_today May 16, 2026

Surat News: ચોકબજારમાં વકીલ મહિલા સાથે 'લવ જેહાદ', રહીમ 'રોહન' બની પૂજા-પાઠ કરતો અને દુષ્કર્મ આચર્યું

સુરતના ચોકબજાર વિસ્તારમાંથી ઓળખ છુપાવીને મહિલા વકીલ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મુસ્લિમ વકીલે પોતાની સાચી ઓળખ છુપાવી 'રોહન' નામ ધારણ કરીને પીડિત મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલાને જાસામાં લેવા અને તેનો વિશ્વાસ જીતવા માટે આરોપી પોતાની ઓફિસમાં પણ ગણપતિની પૂજા અને સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરતો હતો. એટલું જ નહીં, ઓફિસમાં કામ કરતા અન્ય લોકો સમક્ષ પણ તે પોતાની ઓળખ રોહન તરીકે જ આપતો હતો જેથી કોઈને શંકા ન જાય.લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું અને બાદમાં તરછોડી દીધી આરોપી રહીમે પીડિતાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની ખોટી લાલચ આપી હતી. લગ્નનું વચન આપીને તેણે મહિલા વકીલ સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પીડિત મહિલા જ્યારે પણ લગ્ન માટે દબાણ કરતી ત્યારે તે વાયદાઓ કરતો હતો. જો કે, પોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયા બાદ આરોપીએ પીડિતાને તરછોડી દીધી હતી અને તેની સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ગુપ્ત રીતે બીજી મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લીધા, પોલીસ ફરિયાદ પીડિત મહિલાને જ્યારે આ સમગ્ર મામલાની હકીકત ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે રહીમે પીડિતાને અંધારામાં રાખીને ગુપ્ત રીતે અન્ય એક મુસ્લિમ યુવતી સાથે નિકાહ (લગ્ન) કરી લીધા હતા. પોતાની સાથે થયેલી આ છેતરપિંડી અને શારીરિક શોષણ અંગે આખરે મહિલા વકીલે ચોકબજાર પોલીસ મથકમાં નરાધમ રહીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કાઉન્સિલરો સાથે મહત્વની બેઠક, બાઇક પર પહોંચ્યા આ નેતાઓ
calendar_today May 16, 2026

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કાઉન્સિલરો સાથે મહત્વની બેઠક, બાઇક પર પહોંચ્યા આ નેતાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે એક મહત્વપૂર્ણ રાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રશાસનિક અને સ્થાનિક વિકાસના કાર્યોને વેગ આપવા માટે વિસ્તારના 70 જેટલા કાઉન્સિલરો ખાસ હાજર રહ્યા હતા.પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી અને ધર્મસિંહ દેસાઈ બાઇક પર આવ્યા આ બેઠકમાં એક રસપ્રદ દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને કોર્પોરેટર ધર્મસિંહ દેસાઈ કોઈ વીઆઈપી ગાડીના કાફલા વગર, સામાન્ય જનતાની જેમ જ એક જ બાઇક (પુલ) પર સવાર થઈને બેઠક સ્થળે પહોંચ્યા હતા, જે સમગ્ર ઝોન કચેરીમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ગૃહમંત્રી પાસેથી માર્ગદર્શન મળવું એ મોટો લ્હાવો: નેતાઓ બેઠક શરૂ થતાં પહેલાં અને બેઠક દરમિયાન સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની આ મુલાકાત અને ચર્ચાને સ્થાનિક સ્તરે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. કોર્પોરેટર ધર્મસિંહ દેસાઈએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની આ બેઠકથી આગામી સમયમાં સ્થાનિક કામોને વધુ સારી રીતે કરવા માટે મોટું અને મહત્વનું માર્ગદર્શન મળશે. આ માર્ગદર્શન સંગઠન અને વિકાસ બંને માટે ઉપયોગી સાબિત થશે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી જેવા અનુભવી અને સક્ષમ નેતા સાથે સીધી ચર્ચા કરવાનો લ્હાવો મળવો એ અમારા જેવા સ્થાનિક પ્રતિનિધિઓ માટે ખૂબ જ ગર્વની બાબત છે. વિકાસ કાર્યો અને આગામી રોડમેપ પર ચર્ચાની શક્યતા દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત તમામ 70 કાઉન્સિલરો સાથે ગૃહમંત્રીએ વન-ટુ-વન અને સામૂહિક ચર્ચા કરી હોવાના અહેવાલ છે. આ બેઠકમાં વિસ્તારના પડતર પ્રશ્નો, લોક કલ્યાણની યોજનાઓનું અમલીકરણ અને સંગઠનની મજબૂતી વિશે મહત્વનું મંથન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો - Ahmedabad: અમિત શાહનો એક્શન પ્લાન, SG હાઈવે પર ટ્રાફિક અને ક્રાઈમ રેટ ડામવા આપી કડક સૂચના

Read Full Story arrow_forward