android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: કતપુર ટોલ પ્લાઝા પરથી લાખોના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
calendar_today May 16, 2026

Gujarat Latest News Live: કતપુર ટોલ પ્લાઝા પરથી લાખોના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
IRCTC Kashmir Tour Package: બજેટ ફ્રેન્ડલી કાશ્મીરની સેર, જાણી લો પેકેજનો રેટ
calendar_today May 16, 2026

IRCTC Kashmir Tour Package: બજેટ ફ્રેન્ડલી કાશ્મીરની સેર, જાણી લો પેકેજનો રેટ

ઉનાળાની રજાઓમાં જો તમે ક્યાંક ફરવાનું વિચારી રહ્યા હોવ, તો કશ્મીરથી વધુ સુંદર જગ્યા બીજી કોઈ હોઈ જ ન શકે. સામાન્ય રીતે કશ્મીરની ટ્રીપ પ્લાન કરવી અને બજેટ ગોઠવવું અઘરું લાગતું હોય છે, પરંતુ પ્રવાસીઓની સુવિધા માટે IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એક જબરદસ્ત અને સસ્તું ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં પ્રવાસ, રહેવા અને ખાવા-પીવાની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્લાન કરવામાં આવી છે.ક્યાંથી શરૂ થશે આ ટૂર ? IRCTCએ આ ખાસ કશ્મીર ટૂર પેકેજ ચંદીગઢથી શરૂ કરવાનું આયોજન કર્યું છે. આગામી 23 મે થી આ પેકેજ લાઈવ થઈ જશે, અને ત્યારબાદ દર ગુરુવારે આ પ્રવાસ કશ્મીર માટે રવાના થશે. આ આખું પેકેજ 5 રાત અને 6 દિવસ નું છે. આ પ્રવાસ દરમિયાન તમને કશ્મીરની જન્નત ગણાતા 4 પ્રખ્યાત સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે:શ્રીનગરગુલમર્ગસોનમર્ગપહલગામપેકેજમાં કઈ-કઈ વીઆઈપી સુવિધાઓ મળશે?આ બજેટ ફ્રેન્ડલી પેકેજમાં પ્રવાસીઓને નીચે મુજબની ઉત્તમ સુવિધાઓ આપવામાં આવશે:૧. એર ટિકિટ: જવા-આવવા માટે પ્રખ્યાત 'ઇન્ડિગો એરલાઇન્સ'ની ફ્લાઇટ ટિકિટ સામેલ છે.૨. સ્થાનિક પ્રવાસ: કશ્મીરમાં અલગ-અલગ સ્થળોએ ફરવા માટે આરામદાયક બસ (રોડ ટ્રાન્સપોર્ટ) ની સુવિધા.૩. હોટેલ સ્ટે: શ્રીનગર અને પહલગામની પ્રીમિયમ હોટેલ્સમાં રહેવાની વ્યવસ્થા.૪. ભોજન: હોટેલ રોકાણ દરમિયાન સવારનો નાસ્તો (Breakfast) અને રાત્રિનું ભોજન (Dinner) પેકેજમાં જ સામેલ છે.૫. હાઉસબોટનો રોમાંચ: આ પેકેજની સૌથી મોટી ખાસિયત એ છે કે તમને શ્રીનગરમાં ૧ રાત પ્રખ્યાત 'હાઉસબોટ'માં વિતાવવાનો મોકો મળશે (જોકે હાઉસબોટમાં ભોજનનો ખર્ચ અલગથી રહેશે).આ ટૂર પેકેજની ફી કેટલી છે?આ પેકેજની કિંમત ખૂબ જ આકર્ષક અને પોકેટ-ફ્રેન્ડલી રાખવામાં આવી છે. તમે જેટલા વધુ લોકો સાથે મુસાફરી કરશો, તેટલો ખર્ચ ઓછો આવશે:એકલા પ્રવાસી માટે (Single Occupancy): ₹30480બે વ્યક્તિઓ સાથે (Double Occupancy): ₹24300 (પ્રતિ વ્યક્તિ)ત્રણ વ્યક્તિઓ સાથે (Triple Occupancy): ₹22590  (પ્રતિ વ્યક્તિ)બાળકો માટે: માત્ર ₹11960 જો તમે પણ આ ઉનાળામાં કશ્મીરની હસીન વાદીઓનો આનંદ માણવા માંગતા હોવ, તો મોડું કર્યા વગર ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ પેકેજ બુક કરાવી શકો છોઆ પણ વાંચો- Tamilnadu: 15 દિવસની અંદર દારૂની દુકાનો...CM બનતા જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward
NTA એક્સપર્ટે જ કરાવ્યું નીટ પેપર લીક? CBIએ સીનિયર ટીચરની કરી ધરપકડ
calendar_today May 16, 2026

NTA એક્સપર્ટે જ કરાવ્યું નીટ પેપર લીક? CBIએ સીનિયર ટીચરની કરી ધરપકડ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને NEET-UG 2026 પેપર લીક મામલે વધુ એક મોટી સફળતા મળી છે. CBIએ પુણેની સિનિયર બોટની શિક્ષિકા મનિષાની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. તપાસ એજન્સી મુજબ મનિષા NEET-UG 2026ના બાયોલોજી પેપર લીક કૌભાંડની મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં જોડાયેલા હતા મનિષાએ પુણેના શિવાજીનગર સ્થિત મોડર્ન કોલેજ ઓફ આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સમાં બોટની લેક્ટરર તરીકે કાર્યરત છે. તેઓ છેલ્લા પાંચથી છ વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી માટે NEET પરીક્ષાના પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં જોડાયેલા હતા. CBIના જણાવ્યા મુજબ, મનિષાને NTA દ્વારા NEET-UG 2026 માટે એક્સપર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને બોટની તથા જિયોલોજીના પ્રશ્નપત્રો સુધી સીધી પહોંચ હતી. CBIએ દેશભરમાં 6 જગ્યાએ દરોડા પાડ્યા તપાસમાં ખુલ્યું છે કે એપ્રિલ 2026 દરમિયાન તેમણે પુણેની મનિષા વાઘમારે મારફતે કેટલાક વિદ્યાર્થીઓને પોતાના ઘરે ભેગા કર્યા હતા અને ખાસ કોચિંગ ક્લાસ ચલાવ્યો હતો. આ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો સમજાવવામાં આવ્યા હતા, જે બાદમાં 3 મે 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાના અસલી પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું છે. CBIએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6 સ્થળોએ દરોડા પાડી મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. આ કેસમાં અત્યાર સુધી દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેમિસ્ટ્રી શિક્ષક પી.વી. કુલકર્ણીની પણ ધરપકડ આ ઉપરાંત, CBIએ મહારાષ્ટ્રના લાતુર નિવાસી કેમિસ્ટ્રી શિક્ષક પી.વી. કુલકર્ણીની પણ ધરપકડ કરી છે. તેમને NEET-UG 2026 પેપર લીક કૌભાંડનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે. તેઓ લાંબા સમય સુધી મેડિકલ પ્રવેશ પરીક્ષાઓ સાથે જોડાયેલા શૈક્ષણિક કાર્યોમાં સંકળાયેલા રહ્યા હતા અને NTA સાથે કેમિસ્ટ્રી એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યા હતા. આ પણ વાંચો : NCBનું સૌથી મોટી એક્શન, ઓપરેશન રિસ્પિલ હેઠળ 182 કરોડનું જેહાદી ડ્રગ્સ ઝડપાયું

Read Full Story arrow_forward