Ahmedabad News: લાંચ લેતા ASI ભાવેશ રાવલ અને GRD સભ્ય ઝડપાયા
ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. અમદાવાદ ગ્રામ્ય ACB ની ટીમ દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને કણભા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) ભાવેશ રાવલ અને તેમના વતી લાંચ સ્વીકારતા જીઆરડી (GRD) સભ્યને રૂ. 30,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.એક્સપાયરી કોસ્મેટિક માલના કેસમાં તોડ કરવાનો ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, દસ્ક્રોઇ વિસ્તારમાં આવેલી એક કોસ્મેટિક ફેક્ટરીના માલિકના એક્સપાયરી ડેટ વાળા કોસ્મેટિક માલના કેસમાં કાયદેસરની કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે કણભા પોલીસ સ્ટેશનના ASI ભાવેશ રાવલે મોટી રકમની માંગણી કરી હતી. શરૂઆતમાં આરોપીઓએ ફેક્ટરી માલિક પાસે રૂ. 2 લાખની તોડબાજીની માંગણી કરી હતી. જો કે, લાંબી રકઝક અને સેટિંગ બાદ આખરે રૂ. 30,000 લેવાનું નક્કી થયું હતું. બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં ગોઠવાઈ ટ્રેપ ફેક્ટરીના માલિક લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ ACB ના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી આ અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય ACB ની ટીમે બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં ફિલ્ડિંગ ગોઠવી હતી. ASI ભાવેશ રાવલના કહેવાથી જીઆરડી (GRD) સભ્ય કમલેશ ઉર્ફે રોબર્ટ બારોટે ફેક્ટરીના માલિક સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ત્યારબાદ બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક કારમાં બેસીને ₹30,000 ની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ પહેલેથી જ વોચમાં ઉભેલી ACB ની ટીમે ત્રાટકીને આરોપી કમલેશ ઉર્ફે રોબર્ટને રંગેહાથ પકડી લીધો હતો અને લાંચની રૂ. 30,000 ની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી હતી. મુખ્ય સૂત્રધાર ASI સહિત બે ઝડપાયા, ત્રીજો આરોપી ફરાર ACB એ આ ભ્રષ્ટાચારના મામલામાં મુખ્ય સૂત્રધાર એવા કણભા પોલીસ સ્ટેશનના ASI ભાવેશ રાવલ અને GRD સભ્ય કમલેશ ઉર્ફે રોબર્ટ બારોટની ધરપકડ કરી લીધી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક ત્રીજો આરોપી અને GRD સભ્ય રણજીત સોલંકી ટ્રેપ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને તેમની અન્ય કોઈ આવી સંડોવણી છે કે, કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કાઉન્સિલરો સાથે મહત્વની બેઠક, બાઇક પર પહોંચ્યા આ નેતાઓ
Read Full Story arrow_forward