android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: ઇકબાલગઢ પાસે મોડી રાત્રે બે જુદા-જુદા અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
calendar_today May 16, 2026

Banaskantha: ઇકબાલગઢ પાસે મોડી રાત્રે બે જુદા-જુદા અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

બનાસકાંઠા જિલ્લાના સરહદી અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ હાઇવે અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ બનતા હાઇવે પરથી પસાર થતા ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. માર્ગ અકસ્માતની આ બંને ઘટનાઓમાં વાહનોને ભારે નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. કાર અને ટ્રક વચ્ચે ટક્કરમળતી માહિતી મુજબ, પ્રથમ અકસ્માત ઇકબાલગઢ નજીક આવેલી દર્શન હોટલ પાસે નેશનલ હાઇવે પર સર્જાયો હતો. અહીં હાઇવે પર આગળ જઈ રહેલા એક વાહને અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અચાનક લાગેલી બ્રેકના કારણે પાછળના વાહનો નિયંત્રિત ન થઈ શકતા આ ઘટના ઘટી હતી. કાર ડિવાઇડર પર ચડી ગઈજ્યારે બીજી ઘટના ગંગાસાગર રોડ પર પ્રકાશમાં આવી હતી. રાત્રિના સમયે એક કાર ચાલકે પોતાના વાહનના સ્ટેયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા જ પૂરપાટ ઝડપે જતી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી. આ પણ વાંચો: Valsad: કૈલાસ રોડ પર બેફામ કારે 4 વાહનોને લીધા અડફેટે, અકસ્માત સર્જી ચાલક ઘરમાં છુપાયો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated: સાંતેજ-વડસર રોડ પર વહેલી સવારે કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ
calendar_today May 16, 2026

Gujarat Latest News Updated: સાંતેજ-વડસર રોડ પર વહેલી સવારે કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: આજે ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે, ઉકળાટ આપશે અગનગોળા જેવા અહેસાસ
calendar_today May 16, 2026

Ahmedabad: આજે ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે, ઉકળાટ આપશે અગનગોળા જેવા અહેસાસ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે, તાપમાન ઘટવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાના કારણે ઉકળાટ અને બફારામાં વધારો થશે, જેથી લોકોને ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે.મુખ્ય શહેરોના તાપમાનના આંકડાઅમદાવાદ 41.7, ડીસા 39.1, ગાંધીનગર 41.2,સુરેન્દ્રનગર 41.7,સુરત 36.4,વડોદરા 39.6,કંડલા 40.2,અમરેલી 40.9,રાજકોટ 41.5,ભાવનગર 39બફારો વધારશે મુશ્કેલીહવામાન નિષ્ણાતોના મતે, દરિયાઈ પવનોના કારણે તાપમાનનો પારો થોડો નીચે આવશે, પરંતુ ભેજયુક્ત વાતાવરણને કારણે પરસેવો વળવાની સમસ્યા વધશે. ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળતા લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. લોકોને સીધા તડકામાં જવાનું ટાળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે.આ પણ વાંચો:Petlad News: રણછોડજી મંદિરની બહાર દુકાનો પરથી છતનો ભાગ તૂટી પડ્યો, મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રિપેરિંગની માંગ

Read Full Story arrow_forward