android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
RBIના એક્શનથી 150 NBFC મુકાઈ મુશ્કેલીમાં, રજિસ્ટ્રેશન કરી દીધું રદ્દ
calendar_today May 14, 2026

RBIના એક્શનથી 150 NBFC મુકાઈ મુશ્કેલીમાં, રજિસ્ટ્રેશન કરી દીધું રદ્દ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશભરની નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs) સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આરબીઆઈએ નિયમોનું પાલન ન કરતી કુલ 150 NBFC કંપનીઓના સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન (COR) તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે. આ નિર્ણય બાદ હવે આ કંપનીઓ નોન-બેન્કિંગ નાણાકીય સંસ્થા તરીકે કોઈપણ પ્રકારની નાણાકીય કામગીરી કરી શકશે નહીં.પશ્ચિમ બંગાળની 75 કંપનીઓ છે આ કાર્યવાહીની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં જોવા મળી છે. RBI દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ રજિસ્ટ્રેશન રદ કરાયેલી 150 કંપનીઓમાંથી આશરે 75 કંપનીઓ પશ્ચિમ બંગાળની છે, જ્યારે દિલ્હીની લગભગ 67 NBFC કંપનીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, બિહાર અને હરિયાણાની કેટલીક કંપનીઓ પણ આ કાર્યવાહી હેઠળ આવી છે. કેમ કરાઈ કાર્યવાહી? RBIએ ભારતીય રિઝર્વ બેન્ક અધિનિયમ, 1934ની કલમ 45-IA (6) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ પગલું ભર્યું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ NBFC નક્કી કરાયેલા નાણાકીય ધોરણો, મિનિમમ નેટ ઓન્ડ ફંડ, નિયમો અથવા રેગ્યુલેટરી માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે અથવા લાંબા સમયથી નિષ્ક્રિય રહે છે ત્યારે RBI આવી કાર્યવાહી કરે છે. રજિસ્ટ્રેશન રદ થયા બાદ હવે આ કંપનીઓ લોન, લીઝિંગ, રોકાણ કે અન્ય નાણાકીય સેવાઓ આપી શકશે નહીં. સાથે જ તેઓ જનતા પાસેથી નવા ડિપોઝિટ સ્વીકારી શકશે નહીં. NBFC એવી નાણાકીય સંસ્થાઓ છે, જે બેન્કો જેવી લોન અને રોકાણ સેવાઓ આપે છે, પરંતુ તેમને પરંપરાગત બેંકિંગ લાયસન્સ મળેલું હોતું નથી. તેમનું સંપૂર્ણ નિયંત્રણ અને નિયમન RBI દ્વારા કરવામાં આવે છે. આ પણ વાંચો : Anil Ambaniની કંપનીઓ પર CBIનો સકંજો, મુંબઈ ગુરુગ્રામ અને બેંગલુરુમાં દરોડા પાડયા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુદામડામાં ખનીજ માફિયાઓ પર તંત્રનો સપાટો, 3.50 કરોડનો મુદ્દામાલ જપ્ત
calendar_today May 14, 2026

Gujarat Latest News Live : સુદામડામાં ખનીજ માફિયાઓ પર તંત્રનો સપાટો, 3.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Porbandar ચેમ્બર ઓફ કોમર્સ વિવાદ: નલિન કાનાણી જૂથની જીત, ચેરિટી કમિશનરે આપ્યો ચૂંટણીનો આદેશ
calendar_today May 14, 2026

Porbandar ચેમ્બર ઓફ કોમર્સ વિવાદ: નલિન કાનાણી જૂથની જીત, ચેરિટી કમિશનરે આપ્યો ચૂંટણીનો આદેશ

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં જીગ્નેશ કારીયા અને નલિન કાનાણી જૂથ વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો હતો. આ વિવાદ રાજકોટ સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ પહોંચ્યો હતો. કમિશનરે બંને પક્ષોને સાંભળ્યા બાદ નલિન કાનાણી જૂથની દલીલો ગ્રાહ્ય રાખી તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ સાથે જ ચેમ્બરમાં લોકશાહી ઢબે નવી ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે.10 દિવસમાં સભ્ય યાદી અને 30 દિવસમાં સભા ચુકાદા મુજબ, નલિન કાનાણી અને તેમની ટીમને આગામી 10 દિવસમાં સભ્યોની આખરી યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. સભ્ય યાદી તૈયાર થયા બાદ, આગામી 30 દિવસની અંદર સંસ્થાની સામાન્ય સભા બોલાવવી ફરજિયાત રહેશે. આ પ્રક્રિયા બાદ યોગ્ય રીતે ચૂંટણી અધિકારીની નિમણૂક કરીને સંસ્થાની નવી બોડી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વહીવટ અને હિસાબોની જવાબદારી ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જ્યાં સુધી ચૂંટણી અધિકારીની વિધિવત નિમણૂક ન થાય ત્યાં સુધી સંસ્થાનો તમામ વહીવટ અને હિસાબ-કિતાબ નિભાવવાની જવાબદારી નલિન કાનાણી અને તેમના જૂથની રહેશે. આ નિર્ણયથી ચેમ્બર ઓફ કોમર્સના અટકેલા કાર્યો ફરી વેગ પકડશે તેવી આશા વેપારી આલમમાં સેવાઈ રહી છે. કમિશનરના આ આદેશ બાદ પોરબંદરના વેપારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward