android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himmatnagar News: પીપલોદી સ્ટેન્ડ પાસે અકસ્માતમાં વૃદ્ધાનું મોત, રોષે ભરાયેલા સ્થાનિકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો
calendar_today May 14, 2026

Himmatnagar News: પીપલોદી સ્ટેન્ડ પાસે અકસ્માતમાં વૃદ્ધાનું મોત, રોષે ભરાયેલા સ્થાનિકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો

હિંમતનગરના પીપલોદી સ્ટેન્ડ પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે પરથી રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારી વૃદ્ધાને પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો.મૃતદેહ હાઈવે પર મૂકી પથ્થરમારો અને ચક્કાજામ આ અકસ્માત બાદ સ્થાનિક રહીશોમાં લાંબા સમયથી ચાલી રહેલી 'ઓવરસ્પીડ' વાહનોની સમસ્યાને લઈ રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ મૃતક વૃદ્ધાની લાશ હાઈવે પર જ મૂકીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. સ્થાનિકોએ હાઈવે પર મોટા પથ્થરો ખડકી દઈને ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને બંને તરફથી બ્લોક કરી દીધો હતો. વારંવાર સર્જાતા અકસ્માતો અને બેફામ દોડતા વાહનો સામે ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ કાફલો ઘટનાસ્થળે, ટ્રાફિક જામની સ્થિતિ હાઈવે બ્લોક થવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે રોષે ભરાયેલા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિકોની માંગ છે કે આ વિસ્તારમાં વાહનોની ગતિ પર અંકુશ લાવવા માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વાંચો આવતીકાલે 15મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today May 14, 2026

વાંચો આવતીકાલે 15મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

15મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓPM મોદીનો પંચદેશીય પ્રવાસવડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 20 મે સુધી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે રવાના થશે. આ પ્રવાસમાં ઉર્જા સુરક્ષા અને ટેકનોલોજી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ગુજરાત કેબિનેટની મહત્વની બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક મળશે. જેમાં અમિત શાહના ગુજરાત પ્રવાસ, ખરીફ પાકની ખરીદી અને ઈંધણ બચત અભિયાનના આયોજન અંગે ચર્ચા થશે. દિલ્હીમાં હાઇડ્રોજન બસ સેવાનો પ્રારંભ DMRC અને ઇન્ડિયન ઓઇલના સહયોગથી સેન્ટ્રલ વિસ્ટામાં હાઇડ્રોજન બસો દોડતી થશે. ૩૫ સીટ ધરાવતી આ બસો પર્યાવરણની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવશે. બ્રિક્સ (BRICS) બેઠકનું સમાપન દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલી બ્રિક્સ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકનો આવતીકાલે અંતિમ દિવસ છે. જેની અધ્યક્ષતા એસ. જયશંકર કરી રહ્યા છે. અન્ય મહત્વની અપડેટ્સ ઊર્જા સુરક્ષા: પેટ્રોલિયમ અને ગેસ પરની સંસદીય સમિતિની બેઠક યોજાશે. કાનૂની કાર્યવાહી: ઉન્નાવ બળાત્કાર કેસમાં કુલદીપ સિંહ સેંગરની અપીલ પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. આ પણ વાંચો - Surendranagar News: 45 ડિગ્રીમાં ST ડ્રાઈવરનું હીટસ્ટ્રોકથી મોત, મરતા મરતા પણ બચાવ્યો મુસાફરોનો જીવ!

Read Full Story arrow_forward
Banaskanthaના અમીરગઢમાં 15 જેટલા પેટ્રોલ પંપો પર ઈંધણનો સ્ટોક ખૂટ્યો, પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
calendar_today May 14, 2026

Banaskanthaના અમીરગઢમાં 15 જેટલા પેટ્રોલ પંપો પર ઈંધણનો સ્ટોક ખૂટ્યો, પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન

અમીરગઢ તાલુકામાં આવેલા અંદાજે 15 જેટલા પેટ્રોલ પંપો પર છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાયો છે. મોટાભાગના પંપો પર સ્ટોક ખૂટી જતાં સંચાલકોએ 'નો સ્ટોક'ના બોર્ડ લગાવી દીધા છે. અચાનક સર્જાયેલી આ અછતને કારણે સ્થાનિક રહીશો અને બહારથી આવતા પ્રવાસીઓ ભારે મુંઝવણમાં મુકાયા છે.ટ્રક અને બાઈક ચાલકોની હાલત કફોડી આ વિસ્તારમાંથી પસાર થતા મોટાભાગના ટ્રક ચાલકોને ડીઝલ ન મળતા તેઓ અધવચ્ચે અટવાઈ પડ્યા છે, જેના કારણે માલ-સામાનની હેરફેર પર પણ અસર પડી રહી છે. બીજી તરફ, સ્થાનિક બાઈક ચાલકોને પણ પેટ્રોલ માટે એક પંપથી બીજા પંપે ભટકવું પડી રહ્યું છે. ખેતીકામ અને રોજિંદા વ્યવસાય માટે વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે આ પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. વાહન વ્યવહાર પર વ્યાપક અસર ઈંધણની અછતને કારણે તાલુકાના વાહન વ્યવહારના પૈડાં થંભી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં એવી ચર્ચા છે કે પુરવઠાના અભાવે અથવા ટેકનિકલ કારણોસર આ સમસ્યા ઉભી થઈ છે. વાહનચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવામાં આવે અને પેટ્રોલ-ડીઝલનો જથ્થો સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી લોકોની હાલાકી દૂર થાય. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward