android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal : શાળામાં હવે રાષ્ટ્રગીતની સાથે વંદે માતરમ્ ગૂંજશે, શુભેન્દુ અધિકારી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
calendar_today May 14, 2026

West Bengal : શાળામાં હવે રાષ્ટ્રગીતની સાથે વંદે માતરમ્ ગૂંજશે, શુભેન્દુ અધિકારી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના તમામ સરકારી અને સહાયિત શાળાઓમાં સવારે પ્રાર્થના સભા (મોર્નિંગ એસેમ્બલી) દરમિયાન 'વંદે માતરમ' ગાવું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર હવે દરેક વિદ્યાર્થીને શાળાની શરૂઆત પહેલાં યોજાતી પ્રાર્થના સભામાં 'વંદે માતરમ' ગાવામાં ભાગ લેવો પડશે. રેકોર્ડ રાખવાની પણ સૂચના શાળા મુખ્યાધ્યાપકોને આ નિર્ણયનો કડક અમલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ આ પ્રક્રિયાનો રેકોર્ડ રાખવા અને જરૂરી હોય તો વિડિયો રેકોર્ડિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી આદેશનું પાલન થઈ રહ્યું છે તેની ખાતરી થઈ શકે. શિક્ષણ વિભાગના 13 મેના પત્ર મુજબ, મોર્નિંગ એસેમ્બલીમાં વર્ગ શરૂ થવા પહેલા “વંદે માતરમ” ગાવું ફરજિયાત રહેશે. અગાઉ રાજ્યની શાળાઓમાં મુખ્યત્વે રાષ્ટ્રગાન “જન ગણ મન” ગવાતું હતું, તેમજ અગાઉની સરકાર દ્વારા “બાંગ્લાર માટી બાંગ્લાર જલ”ને પણ રાજ્યગીત તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. શિક્ષક સંગઠનોએ વધુ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવાની માગ કરી આ નવા નિર્ણય બાદ કેટલાક શિક્ષકો અને શિક્ષણવિદોએ સમય અને ક્રમ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે કે મર્યાદિત સમયગાળામાં તમામ ગીતો કેવી રીતે ગવાશે. બીજી તરફ, કેટલાક શિક્ષક સંગઠનોએ વધુ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવાની માગ કરી છે. હિંદુ સ્કૂલના હેડમાસ્ટર શુભ્રોજીત દત્તાએ જણાવ્યું કે રજાઓ બાદ વિદ્યાર્થીઓ શાળામાં પાછા ફરશે ત્યારે તેઓ “જન ગણ મન” સાથે “વંદે માતરમ” પણ ગાશે. શિક્ષણ વિભાગે આશા વ્યક્ત કરી છે કે આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત બનશે. આ પણ વાંચો : Suvendu Adhikariના પીએ ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં મોટો ખુલાસો, 70 લાખની આપી હતી સોપારી!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ચોમાસુ આવી ગયું, 16 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રવેશ કરશે
calendar_today May 14, 2026

Gujarat Latest News Live : ચોમાસુ આવી ગયું, 16 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રવેશ કરશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot RTO બન્યું સ્માર્ટ: કલર કોડેડ નેવિગેશન સિસ્ટમનો પ્રારંભ, હવે એજન્ટો વગર સીધું જ થશે કામ
calendar_today May 14, 2026

Rajkot RTO બન્યું સ્માર્ટ: કલર કોડેડ નેવિગેશન સિસ્ટમનો પ્રારંભ, હવે એજન્ટો વગર સીધું જ થશે કામ

રાજકોટ RTO કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારોને હવે દિશા શોધવા માટે કોઈને પૂછવું નહીં પડે કે લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. તંત્ર દ્વારા સ્માર્ટ નેવિગેશન સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ કચેરીના ફ્લોર પર અલગ-અલગ રંગના એરો (તીર) અને સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. અરજદારે માત્ર પોતાના કામ મુજબનો કલર પસંદ કરવાનો રહેશે અને તે કલરના એરોને ફોલો કરીને તેઓ સીધા જ સંબંધિત કાઉન્ટર સુધી પહોંચી શકશે.એજન્ટ રાજનો આવશે અંત ઘણીવાર RTOમાં આવતા અજાણ્યા અરજદારો કામ ક્યાં કરાવવું તેની મુંઝવણમાં એજન્ટોનો સહારો લેતા હોય છે, જેના કારણે તેમને વધારાના નાણાં ખર્ચવા પડતા હોય છે. આ નવી કલર કોડેડ સિસ્ટમનો મુખ્ય હેતુ એજન્ટ રાજ ખતમ કરવાનો છે. આધુનિક પદ્ધતિથી અરજદારો પોતે જ પોતાનું કામ સરળતાથી કરાવી શકશે, જેનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે અને કામગીરીમાં પારદર્શિતા વધશે. ઝડપી કામગીરી અને લાંબી લાઈનોમાંથી મુક્તિ આ સ્માર્ટ સિસ્ટમથી RTOની કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનશે. કલર કોડેડ ગાઈડન્સને કારણે કાઉન્ટરો પર થતી બિનજરૂરી ભીડ ઘટશે અને અરજદારોનો સમય બચશે. રાજકોટ RTOની આ પહેલની અત્યારે અરજદારોમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે, કારણ કે હવે "માત્ર કલર પસંદ કરો અને પહોંચો કાઉન્ટર પર" સૂત્ર સાથે વહીવટ વધુ લોકાભિમુખ બન્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward