android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: PM મોદીની અપીલ બાદ મનપા હરકતમાં આવ્યું, હવે આવી રીતે બચાવશે ઈંધણ!
calendar_today May 14, 2026

Surat News: PM મોદીની અપીલ બાદ મનપા હરકતમાં આવ્યું, હવે આવી રીતે બચાવશે ઈંધણ!

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે કરવામાં આવેલી અપીલને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહર્ષ સ્વીકારી લેવામાં આવી છે. ઈંધણ બચાવવાની આ ઝુંબેશમાં સુરત મનપા દ્વારા એક અત્યંત મહત્વનો અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે, જે અન્ય સરકારી કચેરીઓ માટે પણ ઉદાહરણરૂપ બનશે.અધિકારીઓને હવે વ્યક્તિગત કાર નહીં મળે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, હવેથી સુરત મનપાના અધિકારીઓ કે કર્મચારીઓને અલગ-અલગ પ્રાઇવેટ કાર ફાળવવામાં આવશે નહીં. તેના બદલે હવે "કાર શેરિંગ"ની પદ્ધતિ અપનાવવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ બિનજરૂરી ઈંધણના વપરાશને અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે. એક જ કારમાં 4 અધિકારીઓ કરશે મુસાફરી અત્યાર સુધી જે કામગીરી માટે અલગ-અલગ અધિકારીઓ પોતાની વ્યક્તિગત સરકારી કાર લઈને જતા હતા, હવે તે જ કામગીરી માટે એક જ કારમાં ચાર અધિકારીઓ સાથે મુસાફરી કરશે. આ પ્રયોગથી રોડ પર વાહનોનું ભારણ ઘટશે અને સુરત મનપાના લાખો રૂપિયાના ઈંધણના ખર્ચમાં સીધો ઘટાડો થશે.https://x.com/sandeshnews/status/2054864625468850296 કમિશનર એમ. નાગરાજનનું નિવેદન SMC કમિશનર એમ. નાગરાજનના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીની અપીલને ધ્યાનમાં રાખીને વહીવટી ખર્ચ ઘટાડવા અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વહીવટી કાર્યક્ષમતામાં પણ વધારો થશે. આ પણ વાંચો - Surat : કારખાનાની બહાર તાળાં મારી અંદર માસૂમો પાસે કરાવાતું હતું 12 કલાક વૈતરું, 7 વર્ષના બાળક સહિત 86 છોડાવાયા

Read Full Story arrow_forward
Nadiad News: મલ્હારપુરામાં ભંગારના વાડામાં લાગી ભીષણ આગ, કાળઝાળ ગરમીને કારણે ઘટના બની હોવાની આશંકા
calendar_today May 14, 2026

Nadiad News: મલ્હારપુરામાં ભંગારના વાડામાં લાગી ભીષણ આગ, કાળઝાળ ગરમીને કારણે ઘટના બની હોવાની આશંકા

નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં આવેલા એક ભંગારના વાડામાં, જ્યાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને લોખંડનો ભંગાર રાખવામાં આવ્યો હતો, ત્યાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે, આકાશમાંથી વરસી રહેલી તપતી ગરમી અને હીટવેવના કારણે પ્લાસ્ટિકના જથ્થામાં આ આગ લાગી હોઈ શકે છે.ફાયર બ્રિગેડની કામગીરી અને લોકોની ભીડ આગની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડના બે ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરો દ્વારા છેલ્લા એક કલાકથી વધુ સમયથી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભંગારમાં પ્લાસ્ટિક જેવી જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. મોટું નુકસાન પણ જાનહાનિ ટળી આ આગમાં વાડામાં રહેલો ભંગારનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. તેમજ ફાયર વિભાગની ટીમ આગને વધુ પ્રસરતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે. ઉનાળાની આ સિઝનમાં ગરમીના કારણે આવી આગની ઘટનાઓ વધતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda : ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં લાખોનો ભ્રષ્ટાચાર? ધાબળા ખરીદીના વિવાદમાં પ્રમુખ-મંત્રી સસ્પેન્ડ
calendar_today May 14, 2026

Kheda : ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં લાખોનો ભ્રષ્ટાચાર? ધાબળા ખરીદીના વિવાદમાં પ્રમુખ-મંત્રી સસ્પેન્ડ

ખેડા જિલ્લામાં આશરે 1300 જેટલા સભાસદો ધરાવતી અને વાર્ષિક 25 કરોડનું ટર્નઓવર કરતી પ્રતિષ્ઠિત 'ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી' મોટા વિવાદમાં સપડાઈ છે. સભાસદો માટે ભેટમાં આપવાના ધાબળાની ખરીદીમાં થયેલી ગેરરીતિ બદલ જિલ્લા રજીસ્ટ્રારે લાલ આંખ કરી છે અને મંડળીના પ્રમુખ દિનેશ બારીયા તેમજ મંત્રી ચંદ્રકાંત વાળંદને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઈ-ટેન્ડરિંગની પ્રક્રિયા કર્યા વિના જ ઠરાવ ઘટનાની વિગતો મુજબ, મંડળીમાં સભાસદો માટે 20.50 લાખના ધાબળા ખરીદવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રમુખ અને મંત્રીએ સત્તાનો દુરુપયોગ કરી, ઈ-ટેન્ડરિંગની પ્રક્રિયા કર્યા વિના જ ઠરાવ કરતા વધુ કિંમતે ધાબળાની ખરીદી કરી હતી. આ ગેરરીતિ અંગે મંડળીના ડિરેક્ટર વિક્રમસિંહ રાઠોડ દ્વારા જિલ્લા રજીસ્ટરમાં અરજી કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે નિયમોને નેવે મૂકીને ઈ-ટેન્ડર વગર અને નક્કી કરેલી રકમ કરતા વધુ ખર્ચ કરીને ખરીદી કરવામાં આવી હતી.  પ્રમુખ અને મંત્રીને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ તપાસના અંતે દોષિત ઠરેલા પ્રમુખ અને મંત્રીને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ થતા જ અરજદાર ડિરેક્ટરે આ હુકમની નકલ મંડળીના મુખ્ય દરવાજા પર ચોંટાડી હતી. મંડળીના દસ્તાવેજોમાં કોઈ છેડછાડ ન થાય તે હેતુથી વિક્રમસિંહ રાઠોડ દ્વારા મંડળીને તાળાબંધી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં નવી કારોબારી બોલાવી આગળનો નિર્ણય લેવામાં આવશે. આ કાર્યવાહીથી સહકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો----     Ahmedabad મેટ્રોના સમયમાં થશે વધારો? PM મોદીની અપીલ બાદ તંત્ર એક્શનમાં, મોડી રાત સુધી ટ્રેન દોડાવવા વિચારણા

Read Full Story arrow_forward