android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: BRTS રૂટ પર દોડશે 600 નવી ઈલેક્ટ્રિક બસો, પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ જનતાને મળશે મોટી સુવિધા
calendar_today May 14, 2026

Surat News: BRTS રૂટ પર દોડશે 600 નવી ઈલેક્ટ્રિક બસો, પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ જનતાને મળશે મોટી સુવિધા

સુરતની જનતા માટે આગામી દિવસોમાં મુસાફરી વધુ સરળ અને પ્રદૂષણમુક્ત બનવા જઈ રહી છે. શહેરના BRTS રૂટ પર ઈ-વ્હીકલ આધારિત પરિવહન વધારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની 'પીએમ ઈ-ડ્રાઈવ યોજના' અંતર્ગત સુરતને આશરે 600 જેટલી નવી ઈલેક્ટ્રિક બસોની ફાળવણી કરવામાં આવી છે. આ બસોની ડિલિવરી મળ્યા બાદ તેને તબક્કાવાર શહેરના વિવિધ રૂટ પર દોડતી કરવામાં આવશે.પર્યાવરણની જાળવણી અને ઇંધણની બચત સુરત મહાનગરપાલિકા ક્લાયમેટ ચેન્જ અને પર્યાવરણ જાળવણી માટે પહેલેથી જ સતર્ક રહી છે. આ ઈલેક્ટ્રિક બસોના આગમનથી શહેરમાં પ્રદૂષણનું સ્તર ઘટશે અને ઇંધણનો મોટા પાયે બચાવ થશે. પૂરપાટ ઝડપે દોડતી આ ઈ-બસોને કારણે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટશે, જે આર્થિક અને પર્યાવરણીય બંને દ્રષ્ટિએ શહેર માટે ફાયદાકારક સાબિત થશે. સુરત બનશે ગ્રીન સિટીનું ઉદાહરણ પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ મળનારી આ બસો સુરતની ગ્રીન મોબિલિટીને નવો વેગ આપશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસો દ્વારા મુસાફરોને ધુમાડા અને અવાજ વગરની શાંત મુસાફરીનો અનુભવ મળશે. સુરત પાલિકાની આ પહેલથી સુરત દેશના અન્ય શહેરો માટે ઈ-પરિવહન ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Iran War: હાજી અલી જહાજ પર ડ્રોન હુમલા મામલે ભારત સરકાર લાલઘૂમ! જાણો શું કહ્યું?
calendar_today May 14, 2026

Iran War: હાજી અલી જહાજ પર ડ્રોન હુમલા મામલે ભારત સરકાર લાલઘૂમ! જાણો શું કહ્યું?

આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓમાનના દરિયાકાંઠે ભારતનું એક માલવાહક જહાજ 'હાજી અલી' (MSV HAJI ALI BDI 1492) ડ્રોન હુમલાનો શિકાર બન્યું છે. આ હુમલો એટલો ભીષણ હતો કે, જહાજમાં આગ લાગ્યા બાદ તે સંપૂર્ણપણે સમુદ્રમાં ડૂબી ગયું છે.ગુજરાતના 14 ખલાસીઓનો બચાવ આ જહાજ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. જહાજ સોમાલિયાના બરબરાથી શારજાહ જઈ રહ્યું હતું, ત્યારે 13 મેની વહેલી સવારે તેના પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ પર સવાર તમામ 14 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે, અને હાલ તેઓને દીબા બંદરે રાખવામાં આવ્યા છે. આક્રમક મૂડમાં ભારતનું વિદેશ મંત્રાલય આ ઘટના અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા આ હુમલાને 'અસ્વીકાર્ય' ગણાવવામાં આવ્યો છે. આ સાથે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, વ્યાપારી જહાજો અને નિર્દોષ નાવિકો પર વારંવાર થતા આવા હુમલાઓ ભારત સાંખી લેશે નહીં. દરિયાઈ વ્યાપારની સુરક્ષા અને નાગરિકોના જીવ જોખમમાં મૂકવા એ ગંભીર બાબત છે.https://x.com/MEAIndia/status/2054838437652709585 શિપિંગ ઉદ્યોગ પર સંકટના વાદળો છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતના જહાજ સાથે બનેલી આ બીજી મોટી ઘટના છે. આ અગાઉ 'અલ ફેજ નૂર સુલેમાની-1' જહાજ પણ ઈરાન અને અમેરિકા વચ્ચેના ગોળીબારમાં ડૂબી ગયું હતું. હાલ ઓમાન પોલીસ આ હુમલા પાછળ કોનો હાથ છે તેની તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Dwarka News: ઓમાન પાસે સલાયાના 'હાજી અલી' જહાજ પર મિસાઈલ કે ડ્રોન હુમલાની આશંકા, વિસ્ફોટ બાદ જહાજ જળસમાધિ લેતા 14 ખલાસીઓનો આબાદ બચાવ

Read Full Story arrow_forward
Delhi સરકારનો મોટો નિર્ણય, અઠવાડિયાના 2 દિવસ WFH, દર સોમવારે રહેશે 'મેટ્રો મન્ડે'
calendar_today May 14, 2026

Delhi સરકારનો મોટો નિર્ણય, અઠવાડિયાના 2 દિવસ WFH, દર સોમવારે રહેશે 'મેટ્રો મન્ડે'

મુખ્યપ્રધાન રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળ દિલ્હી સરકારે ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક યોજી. આ બેઠક બાદ સરકારે જાહેર કર્યું કે હવે દિલ્હી સરકારના તમામ સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ અમલમાં રહેશે. રેખા ગુપ્તાએ પોતાના કાફલામાં પણ 60 ટકાનો ઘટાડો કર્યો સાથે જ ખાનગી કંપનીઓને પણ અઠવાડિયામાં બે દિવસ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપવા અપીલ કરવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના કાફલામાં પણ 60 ટકાનો ઘટાડો કર્યો છે. હવે તેમના કાફલામાં માત્ર ચાર વાહનો રહેશે, જેમાંથી બે ઇલેક્ટ્રિક વાહનો (EV) હશે. તેમણે જણાવ્યું કે સરકારના તમામ મંત્રીઓના વાહનોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને શક્ય હોય ત્યાં જાહેર પરિવહનનો ઉપયોગ વધારવામાં આવશે. દર સોમવારે ‘મેટ્રો મન્ડે’ મનાવવાનો નિર્ણય સરકાર દ્વારા પેટ્રોલ વપરાશની મર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમને અગાઉ 200 લિટર પેટ્રોલ મળતું હતું, તેમને હવે 160 લિટર મળશે, જ્યારે 250 લિટરની મર્યાદા ધરાવતા લોકોને હવે 200 લિટર પેટ્રોલ આપવામાં આવશે. દિલ્હી સરકારે દર સોમવારે ‘મેટ્રો મન્ડે’ મનાવવાનો નિર્ણય પણ લીધો છે. આ દિવસે અધિકારીઓ અને કર્મચારીઓને શક્ય તેટલું મેટ્રોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. સરકારી કચેરીઓના સમયપત્રકમાં પણ ફેરફાર સરકારી કચેરીઓના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દિલ્હી સરકારની કચેરીઓ સવારે 10:30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે, જ્યારે દિલ્હી નગર નિગમની કચેરીઓ સવારે 8:30થી સાંજે 5:30 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આ પગલાંથી ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો થશે. આ પણ વાંચો : Iran War: હાજી અલી જહાજ પર ડ્રોન હુમલા મામલે ભારત સરકાર લાલઘૂમ! જાણો શું કહ્યું?

Read Full Story arrow_forward