Gujarat Weather: ગરમીમાં રાહત મળવાના સંકેત, 4 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની આગાહી
ગુજરાતમાં હીટવેવની અસરને કારણે જનજીવનને અસર પહોંચી છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગઝરતી ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસરો વર્તાઈ રહી છે. ત્યારે આવતીકાલથી ગરમીમાં ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં બેથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીની અસર વર્તાશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીની અસર વર્તાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 40થી 45 ડિગ્રી તાપમાન રહેશે. આગામી સાત દિવસ હીટવેવની કોઈ શક્યતા નથી. ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદમાં સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 43.8, ડીસામાં 42.2, અમરેલીમાં 43.5, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યા પ્રમાણે, આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટમાં ઓરેન્જ અલર્ટ છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News: છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકાતા RTOમાં વાહનોની દોઢ લાખ અરજી અટવાઈ
Read Full Story arrow_forward