android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: રાહ તાલુકામાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા 4 દિવસીય ઝુંબેશનો પ્રારંભ
calendar_today May 14, 2026

Banaskantha: રાહ તાલુકામાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા 4 દિવસીય ઝુંબેશનો પ્રારંભ

બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત રાહ તાલુકા મથકે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો સામે તંત્રએ આકરા તેવર અપનાવ્યા છે. તાલુકા વિકાસ અધિકારી (TDO), સરપંચ અને તલાટીની સીધી દેખરેખ હેઠળ ગૌચર અને ગામતળની જમીન પરથી દબાણો હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણરાહ તાલુકામાં લાંબા સમયથી પશુચરાણ માટેની ગૌચર જમીન અને ગામતળની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણોને કારણે પશુઓને ચરવા માટે અને સામાન્ય જનતાને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી હતી. તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં દબાણદારોએ સ્વેચ્છાએ દબાણો હટાવ્યા ન હતા, જેને પગલે વહીવટી તંત્રએ બુલડોઝર સાથે ઓપરેશન હાથ ધર્યું છે.પોલીસ બંદોબસ્તકાયદો અને વ્યવસ્થા જાળવવા માટે PSI અને ૧૬ જેટલા પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી ફેરવીને કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.આ પણ વાંચો: Junagadh: સાસણ ગીરમાં 'ઇન્ટરનેશનલ બિગ કેટ સમીટ'નો પ્રારંભ, એશિયાટિક સિંહ સહિત 5 પ્રજાતિઓના સંરક્ષણ માટે વૈશ્વિક મંથન

Read Full Story arrow_forward
Ahmedabad News: છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકાતા RTOમાં વાહનોની દોઢ લાખ અરજી અટવાઈ
calendar_today May 14, 2026

Ahmedabad News: છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકાતા RTOમાં વાહનોની દોઢ લાખ અરજી અટવાઈ

અમદાવાદ સહિત રાજ્યભરની RTO કચેરીઓમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકવાના લીધે જૂના-નવા વાહનોની દોઢ લાખ અરજીઓ અટકી પડી છે.રાજ્યની 39 RTOમાં જૂના વાહન ટ્રાન્સફર, વાહન પર લોન દાખલ, લોન કેન્સલ, અન્ય રાજ્યના વાહનો સહિત નવા વાહનોની રોજની સરેરાશ 1500 અરજીઓ આવે છે. સર્વર વારંવાર ચાલુ-બંધ થવાને કારણે વાહન ડીલરો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.NIC, વાહનવ્યવહાર વિભાગ અને RTOના વાંકે જનતા પરેશાન હોવા છતાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ ચૂપકિદી સેવી રહ્યા છે. ટુ-વ્હીલર કે કારનું રજિસ્ટ્રેશન થઈ શકતું નથી નવી કારનું રજિસ્ટ્રેશન અને RTO પ્રક્રિયા અટકી પડતા કરોડોનું ટર્નઓવર પણ ખોરવાતા અમદાવાદ સહિત ગુજરાતના 4000 ડીલરોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના વાહન ડીલરોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અમદાવાદના નાના-મોટા 400 મળી રાજ્યના 4000થી વધુ વાહન ડીલરો હાલ લાચારી અનુભવી રહ્યા છે. ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ લીધા હોવા છતાં સર્વર ઠપ્પ હોવાથી ઓનલાઈન ફી ભરી શકાતી નથી કે નવા ટુ-વ્હીલર કે કારનું રજિસ્ટ્રેશન થઈ શકતું નથી. હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) વગર વાહન રસ્તા પર ઉતારી શકાતું નથી જેના કારણે વાહનોનો ખડકલો થઈ રહ્યો છે. પોકળ આશ્વાસનો આપવામાં આવે છે ડીલર એસોસિએશનના સભ્યોના જણાવ્યા મુજબ,એક વાર ડેટા એન્ટ્રી કર્યા બાદ સર્વર હેંગ થઈ જતા ઘણાં ડીલરોના કર્મચારીઓએ મોડી રાત સુધી ફરીથી એ જ મહેનત કરવી પડે છે.RTO કચેરીઓમાં વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર 'ટૂંક સમયમાં સુધારો થશે' તેવા પોકળ આશ્વાસનો આપવામાં આવે છે.NIC (નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર) ના સર્વરમાં ખામી છે કે સ્થાનિક લેવલે, તે સ્પષ્ટ થતું નથી.સર્વરની સમસ્યાને લઈને વાહન ડીલરો હોય કે RTOના અધિકારીઓ, કોઈ સહન કરી શકતા નથી અને જાહેરમાં બોલી શકતા પણ નથી. કર્મચારીઓ પણ આ ટેકનિકલ ખામીથી કંટાળ્યા RTOના કર્મચારીઓ પણ આ ટેકનિકલ ખામીથી કંટાળી ગયા છે.સર્વરમાં લોગઈન કરવા માટે 10 વખત OTP નાખવા પડે છે ત્યારે માંડ લોગઈન થાય છે.એક તરફ કામનું ભારણ અને બીજી તરફ અરજદારોનો ગુસ્સો, આ બંને વચ્ચે કર્મચારીઓ સેન્ડવીચ બની રહ્યા છે. બુધવારે સવારે અમદાવાદ RTOમાં વાહન ટ્રાન્સફરની અરજી બાબતે અરજદાર અને કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલીના દૃશ્યો પણ સર્જાયા હતા. ઉનાળાની વેકેશન સીઝન ચાલતી હોવાથી ટૂરિસ્ટ વાહનોની માંગ વધુ છે. જોકે, સર્વર ખોટકાયેલું હોવાથી ટ્રાન્સપોર્ટરો નવી પરમિટ કઢાવી શકતા નથી. પરિણામે, પ્રવાસીઓ અન્ય વિકલ્પો પસંદ કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ પણ વાંચોઃ Gandhinagar: સરિતા ઉદ્યાન પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ક્રિકેટ રમી પરત ફરતા 4 યુવકો લોહીલુહાણ

Read Full Story arrow_forward
Ahmedabad: ઝુંડાલમાં પ્રેમિકાના ક્રૂર કારસાનો ભોગ બન્યો યુવક, મામા-ભાણિયા સાથે મળી તીક્ષ્ણ હથિયારથી ખેલાયો લોહીયાળ ખેલ
calendar_today May 14, 2026

Ahmedabad: ઝુંડાલમાં પ્રેમિકાના ક્રૂર કારસાનો ભોગ બન્યો યુવક, મામા-ભાણિયા સાથે મળી તીક્ષ્ણ હથિયારથી ખેલાયો લોહીયાળ ખેલ

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી વધુ એક લોહીયાળ ઘટના સામે આવી છે. શહેરના ઝુંડાલ વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ચકચારી હત્યા પાછળ મૃતકની પ્રેમિકા અને તેના સંબંધીઓનો હાથ હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.અમદાવાદના ઝુંડાલમાં પ્રેમિકા જ બની જલાદમળતી પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક અને તેની પ્રેમિકા વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી પ્રેમિકા તેને પૈસા પડાવવા માટે સતત બ્લેકમેઇલ કરતી હતી અને અવારનવાર ગંભીર ધમકીઓ પણ આપતી હતી. આ આર્થિક ઉઘરાણી અને બ્લેકમેઇલિંગનો વિરોધ કરતા પ્રેમિકાએ યુવકને રસ્તામાંથી હટાવવાનો ક્રૂર પ્લાન ઘડી કાઢ્યો હતો.મામા-ભાણિયા સાથે મળીને કર્યું કાવતરુંઆરોપ છે કે પ્રેમિકાએ આ ગુનામાં પોતાના મામા અને ભાણિયાને પણ સામેલ કર્યા હતા. ઝુંડાલ વિસ્તારમાં તક જોઈને આ ત્રણેય શખ્સોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડી લોહીયાળ હુમલો કર્યો હતો. હુમલા એટલા ગંભીર હતા કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ પણ વાંચો: Banaskantha: રાહ તાલુકામાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા 4 દિવસીય ઝુંબેશનો પ્રારંભ

Read Full Story arrow_forward