android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad મેટ્રોના સમયમાં થશે વધારો? PM મોદીની અપીલ બાદ તંત્ર એક્શનમાં, મોડી રાત સુધી ટ્રેન દોડાવવા વિચારણા
calendar_today May 14, 2026

Ahmedabad મેટ્રોના સમયમાં થશે વધારો? PM મોદીની અપીલ બાદ તંત્ર એક્શનમાં, મોડી રાત સુધી ટ્રેન દોડાવવા વિચારણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગ માટે કરવામાં આવેલી અપીલ બાદ હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) હરકતમાં આવ્યું છે. મુંબઈ મેટ્રોની માફક શું ગુજરાતમાં પણ મેટ્રો મોડી રાત સુધી દોડશે? આ પ્રશ્નનો જવાબ હવે સકારાત્મક મળી રહ્યો છે. મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના જોઈન્ટ MD સંજય ગુપ્તાએ 'સંદેશ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, જો મેટ્રોની ઉપયોગિતા વધશે તો ચોક્કસપણે સમય વધારવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવશે. મેટ્રો એક આરામદાયક અને સુરક્ષિત પરિવહનનો વિકલ્પ સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, મેટ્રો એક આરામદાયક અને સુરક્ષિત પરિવહનનો વિકલ્પ છે અને લોકો તેનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. PM મોદીની અપીલ દેશના હિતમાં છે અને તેનાથી ઈંધણની બચત થશે. હાલમાં મેટ્રો તંત્ર દ્વારા લોકોની પરિવહન પેટર્ન પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનની અપીલ પહેલાની સ્થિતિ અને અપીલ પછીના ટ્રાન્સપોર્ટ ઉપયોગની તુલનાત્મક સમીક્ષા કરવામાં આવશે. મેટ્રોના ઉપયોગના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવશે આગામી એક માસ દરમિયાન મેટ્રોના ઉપયોગના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવશે. જો રાત્રિના સમયે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જણાશે, તો મેટ્રો બોર્ડ દ્વારા સમય લંબાવવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, વર્ક ફ્રોમ હોમ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના સંતુલનથી પેટ્રોલ-ડીઝલની સાથે વીજળીની પણ મોટી બચત થઈ શકે તેમ છે. આ આંકલન બાદ અમદાવાદીઓને મોડી રાત સુધી મેટ્રોની સુવિધા મળવાની શક્યતાઓ પ્રબળ બની છે.આ પણ વાંચો----    MP Dewas Factory Blast: દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3ના મોત, 20 લોકો ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Ahmedabad : ગુજરાતમાં 13 દિવસમાં 108 પર ઈમરજન્સી કોલ્સનો ભરાવો, હાઈ ફીવર અને લૂ લાગવાના કેસોમાં તોતિંગ વધારો
calendar_today May 14, 2026

Ahmedabad : ગુજરાતમાં 13 દિવસમાં 108 પર ઈમરજન્સી કોલ્સનો ભરાવો, હાઈ ફીવર અને લૂ લાગવાના કેસોમાં તોતિંગ વધારો

ગુજરાતમાં સૂર્યદેવતા આકરા પાણીએ હોય તેમ ગરમીએ માઝા મૂકી છે. મે માસની શરૂઆતથી જ રાજ્યમાં હીટવેવની ભયાનક અસર જોવા મળી રહી છે. છેલ્લા 13 દિવસમાં જ રાજ્યની 108 ઈમરજન્સી સેવાને ગરમીને લગતા કુલ 1170 કોલ મળ્યા છે, જે દર્શાવે છે કે કાળઝાળ ગરમી નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે. સૌથી વધુ 1004 કેસ 'હાઈ ફીવર' ના નોંધાયા સત્તાવાર આંકડાઓ મુજબ, આ 1170 કેસોમાં સૌથી વધુ 1004 કેસ 'હાઈ ફીવર' ના નોંધાયા છે, જ્યારે હીટ ઈલનેસ એટલે કે લૂ લાગવાને કારણે બીમાર પડવાના 82 કેસ સામે આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. અમદાવાદમાંથી કુલ 223 કોલ્સ મળ્યા છે, જેમાંથી 208 કેસ માત્ર હાઈ ફીવરના છે. પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ આંકડાકીય વિશ્લેષણ મુજબ, 9 મે પછી ગરમીના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. 9 મેના રોજ રાજ્યમાં 103 કેસ હતા, જે 13 મે સુધીમાં વધીને 116 પર પહોંચ્યા છે. તેવી જ રીતે અમદાવાદમાં પણ 9 મેના 18 કેસની સામે 13 મેના રોજ 30 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો----    Ahmedabad મેટ્રોના સમયમાં થશે વધારો? PM મોદીની અપીલ બાદ તંત્ર એક્શનમાં, મોડી રાત સુધી ટ્રેન દોડાવવા વિચારણા

Read Full Story arrow_forward
Gujarat Weather News: અંબાલાલ પટેલે ગરમી અને ચોમાસાને લઈ કરી મોટી આગાહી
calendar_today May 14, 2026

Gujarat Weather News: અંબાલાલ પટેલે ગરમી અને ચોમાસાને લઈ કરી મોટી આગાહી

ગુજરાતમાં હીટવેવની અસર વધશે. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા હીટવેવની અસર વધવાની આગાહી કરાઈ છે.આજે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને ચોમાસાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જશે. કચ્છના ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે. રાજકોટમાં 40 ડીગ્રી આસપાસ તાપમાન રહેશે.પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 32 ડિગ્રી આસપાસ રહેશે.અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કહ્યું હતું કે, કેરળમાં 24થી 25 મેં આસપાસ ચોમાસુ પહોંચશે. 19થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ રહેશે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર રાજ્યમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ,અમદાવાદ, વડોદરા, ગાંધીનગર,પાટણ અને બનાસકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં 44.1, ડીસા 42.2, ગાંધીનગરમાં 43.8, વડોદરામાં 43.2, કંડલામાં 43.1,અમરેલીમાં 43.5, ભાવનગરમાં 40.7, રાજકોટમાં 43.8, સુરેન્દ્રનગરમાં 43.4, કેશોદમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આ પણ વાંચોઃ Ahmedabad News: છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકાતા RTOમાં વાહનોની દોઢ લાખ અરજી અટવાઈ

Read Full Story arrow_forward