android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
MP Dewas Factory Blast: દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3ના મોત, 20 લોકો ઇજાગ્રસ્ત
calendar_today May 14, 2026

MP Dewas Factory Blast: દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3ના મોત, 20 લોકો ઇજાગ્રસ્ત

મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. દેવાસમાં આ ઘટના બની જેમાં 3 લોકોના મોત થયા જ્યારે 12 લોકોના મોત થયા હતા.  ટોંકકાલા ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો. આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા, જ્યારે 20 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા. 2 કિમી સુધી સંભળાયો બ્લાસ્ટવિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાયો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં આગ ઓલવવામાં લાગી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના કારણે કામદારોને બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો મળ્યો. આગને કાબુમાં લેવા પ્રયાસોવિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, વહીવટીતંત્ર અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

Read Full Story arrow_forward
VD Satheesan Networth: કરોડોનું સોનું, પણ પોતાના નામે એક કાર નહી, જાણો નવા મુખ્યમંત્રીની નેટવર્થ
calendar_today May 14, 2026

VD Satheesan Networth: કરોડોનું સોનું, પણ પોતાના નામે એક કાર નહી, જાણો નવા મુખ્યમંત્રીની નેટવર્થ

કેરળમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. કે.સી. વેણુગોપાલ રેસમાંથી બહાર થઇ ગયા છે.  હાઈકમાન્ડે વી.ડી. સતીસનના નામ પર મહોર લગાવી છે. એર્નાકુલમ બેઠક પરથી શાનદાર જીત મેળવનારા સતીસન હવે રાજ્યનું સુકાન સંભાળશે. રાજકારણની સાથે તેઓ કાયદાકીય ક્ષેત્રે પણ નિપુણતા ધરાવે છે.કરોડપતિ છે વી ડી સતીશન વિધાનસભા ચૂંટણીમાં એર્નાકુલમ મતવિસ્તારમાંથી વિજય મેળવનારા સતીસનની કુલ સંપત્તિ પર એક નજર નાખતા જાણવા મળે છે કે તેઓ કરોડપતિ રાજકારણીઓના જૂથમાં છે. ચૂંટણી પંચને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ, વી.ડી. સતીસનની કુલ સંપત્તિ ₹6 કરોડથી વધુ છે, જ્યારે તેમના પર આશરે ₹41.45 લાખનું દેવું છે. સંપત્તિનું સરવૈયું: ₹6 કરોડથી વધુની માલમિલકતચૂંટણી પંચને સોંપેલા સોગંદનામા (Affidavit) મુજબ, વી.ડી. સતીસન આર્થિક રીતે સધ્ધર નેતાઓમાં સ્થાન ધરાવે છે. તેમની કુલ સંપત્તિની વિગતો નીચે મુજબ છે:કુલ સંપત્તિ: અંદાજે ₹6.65 કરોડ.બેંક બેલેન્સ: દંપતી પાસે વિવિધ બેંક ખાતાઓમાં કુલ ₹73.62 લાખની રકમ જમા છે.રોકડ: તેમની અને તેમની પત્ની પાસે હાથ પર આશરે ₹73,000ની રોકડ છે.દેવું: સતીસન પર અંદાજે ₹41.45 લાખની નાણાકીય જવાબદારી કે દેવું છે.એક પણ નથી કાર કરોડોની સંપત્તિ હોવા છતાં, વી.ડી. સતીસન સાદગીભર્યું જીવન પસંદ કરે છે. સોગંદનામામાં આપેલી માહિતી મુજબ:તેમની પાસે પોતાની કોઈ અંગત કાર નથી.તેમની પાસે કોઈ LIC પોલિસી કે પોસ્ટ ઓફિસની બચત સ્કીમ પણ નથી.તેમણે શેરબજાર અને બોન્ડ્સમાં ₹25,000 જેટલું મર્યાદિત રોકાણ કર્યું છે.સોનામાં મોટું રોકાણસતીસન પરિવાર પાસે સોનાના દાગીનાનો મોટો સંગ્રહ છે, જેની કિંમત ₹1 કરોડથી વધુ આંકવામાં આવી છે.વી.ડી. સતીસન પાસે 35 ગ્રામ સોનું છે.તેમના પત્ની પાસે 1,128 ગ્રામ સોનું છે.આમ, તેમની કુલ જંગમ (Moveable) સંપત્તિ ₹2.37 કરોડની આસપાસ થાય છે.સ્થાવર મિલકત અને જમીનરીઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ તેમની પાસે નોંધપાત્ર મિલકતો છે:બિન-ખેતીલાયક જમીન: પતિ-પત્નીના નામે સંયુક્ત રીતે ₹3 કરોડની જમીન છે.ખેતીલાયક જમીન: સતીસનના નામે કોઈ ખેતર નથી, પરંતુ તેમના પત્ની ₹61 લાખની ખેતીલાયક જમીન ધરાવે છે.નિવાસસ્થાન: મુખ્યમંત્રીના નામે ₹25 લાખની કિંમતનું એક મકાન નોંધાયેલું છે.વ્યવસાયે વકીલ એવા વી.ડી. સતીસનની આ આર્થિક પારદર્શિતા તેમની 'કરોડપતિ' રાજકારણી તરીકેની છબી રજૂ કરે છે, પરંતુ પોતાની કાર ન હોવી એ તેમની જીવનશૈલીનો એક રસપ્રદ પાસું દર્શાવે છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતમાં સિવિલ એન્જિનિયરોનો વિરોધ, 80 ટકા સાઈટ પર સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ
calendar_today May 14, 2026

Gujarat Latest News Live : સુરતમાં સિવિલ એન્જિનિયરોનો વિરોધ, 80 ટકા સાઈટ પર સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward