Ahmedabad: સ્માર્ટ સિટીના રોડ પર 'દેશી દારૂ'ની નદી વહી, અકસ્માત કે ગફલતમાં બુટલેગરની ટ્રકમાંથી પોટલીઓ ફાટતા પોલ ખુલી
અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા જશોદાનગરથી હાથીજણ જવાના રોડ પર હજારો લીટર દેશી દારૂની રેલમછેલ જોવા મળી છે. એક બુટલેગરની ટ્રકમાંથી દારૂનો જથ્થો માર્ગ પર ઢોળાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરામળતી વિગતો મુજબ, જશોદાનગર-હાથીજણ રોડ પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ટ્રકમાંથી અચાનક દેશી દારૂનો જથ્થો નીચે રોડ પર ખાબક્યો હતો. ટ્રાફિક અને સામાન્ય નાગરિકોની અવરજવર વચ્ચે રોડ પર દારૂની નદીઓ વહેવા લાગી હતી અને દારૂની પોટલીઓ રસ્તા પર પથરાઈ ગઈ હતી. આ દ્રશ્યો જોઈને સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.વિસ્તારમાં તીવ્ર દુર્ગંધહજારો લીટર દેશી દારૂ રસ્તાના ડામર પર ઢોળાઈ જતાં અને કેમિકલયુક્ત લિક્વિડના કારણે સમગ્ર જશોદાનગર-હાથીજણ હાઈવે પર તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેના લીધે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.આ પણ વાંચો:Dwarka: કલ્યાણપુરના કેનેડીમાં ખનીજ માફિયાઓ પર LCBનો સપાટો, 141 ટન ગેરકાયદે બોક્સાઇટનો જથ્થો ઝડપાયો
Read Full Story arrow_forward