android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad: ભારતમાલા હાઈવે પરથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ
calendar_today May 14, 2026

Tharad: ભારતમાલા હાઈવે પરથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ

થરાદ પોલીસે નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરી છે. ભારતમાલા હાઈવે પર આવેલા વાંતડાઉ ચેકપોસ્ટ નજીકથી પોલીસે લાખોની કિંમતના ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડી નશાના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે.વાંતડાઉ ચેકપોસ્ટ પાસેથી ડ્રગ્સ ઝડપાયુંથરાદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંતડાઉ ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક સફેદ કલરની કાર (RJ-37-UA-7186) ને અટકાવી તપાસ કરતા તેમાંથી નશાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.મુદ્દામાલ અને ધરપકડપોલીસની તપાસમાં કારમાંથી 17.73 ગ્રામ 'એમ્ફેટામાઇન' નામનું કિંમતી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૩.૯૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બંને શખ્સો રાજસ્થાનના નાગોર જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.આ પણ વાંચો: Surat: લગ્નની લાલચ આપી સગીરાને વતન લઈ જઈ પીંખી નાખી, પોલીસે આરોપીને MP થી ઝડપી લીધો

Read Full Story arrow_forward
Stock Market Opening: ટ્રમ્પ-શી જિનપિંગની મુલાકાત પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 453.05 પોઇન્ટ વધ્યો
calendar_today May 14, 2026

Stock Market Opening: ટ્રમ્પ-શી જિનપિંગની મુલાકાત પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 453.05 પોઇન્ટ વધ્યો

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે, ગુરુવાર 14મેના રોજ ભારતીય શેરબજારોમાં મજબૂત શરૂઆત જોવા મળી. બજાર ખુલતાની સાથે જ, બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળ્યો, જ્યારે નિફ્ટી 20 23500 ના સ્તરને પાર કરી ગયો. શેરબજારમાં તેજી સવારે 9.30 કલાકે સેન્સેક્સ 453 પોઇન્ટના વધારા સાથે 75,062.03 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી +161.95 પોઇન્ટના વધારા સાથે 23,574.55 અંકે ખૂલ્યો. શરૂઆતના વેપારમાં, આઇટી ક્ષેત્ર સિવાય, તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ખરીદીની પ્રવૃત્તિ જોવા મળી. દરમિયાન, રોકાણકારો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરે છે.ટ્રમ્પ-શી જિનપિંગ બેઠક પર વિશ્વની નજરડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચ્યા છે, જ્યાં તેઓ શી જિનપિંગ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. બજારને અપેક્ષા છે કે આ બેઠક યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચેના સંબંધો અંગે ભવિષ્યના સંકેતો આપી શકે છે. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધો વૈશ્વિક બજારોને અસર કરે છે, તેથી રોકાણકારો આ બેઠકના પરિણામ પર નજીકથી નજર રાખી રહ્યા છે. એશિયન બજારોમાં મિશ્ર વેપારગુરુવારે સવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ આશરે 0.47 ટકા વધ્યો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ લગભગ 1 ટકા મજબૂત થયો. જોકે, ચીનનો CSI 300 ઇન્ડેક્સ લગભગ 0.52 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ કરતો જોવા મળ્યો. યુએસ બજારોમાં ટેક સ્ટોક્સ મજબૂતી બુધવારે યુએસ બજારોમાં મિશ્ર ટ્રેડિંગ પ્રવૃત્તિ જોવા મળી. S&P 500 ઇન્ડેક્સ આશરે 0.58 ટકાના વધારા સાથે બંધ થયો, અને નાસ્ડેક 1.2 ટકા વધ્યો. તેનાથી વિપરીત, ડાઉ જોન્સ ઇન્ડેક્સ નજીવા ઘટાડા સાથે બંધ થયો. ક્રૂડ ઓઇલ અને સોનામાં નરમાઈમે ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ લગભગ 0.31 ટકા ઘટીને $105.30 પ્રતિ બેરલ પર સ્થિર થયા. જોકે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે તેલ પુરવઠા અંગે ચિંતાઓ યથાવત છે. દરમિયાન, સોના અને ચાંદીના ભાવમાં પણ નબળાઈ જોવા મળી; સોનાના વાયદામાં આશરે 0.24 ટકાનો ઘટાડો થયો, જ્યારે ચાંદીના વાયદામાં 1.68 ટકાનો ઘટાડો થયો.

Read Full Story arrow_forward
Export of sugar : ખાંડની નિકાસ પર સરકારનો મોટો નિર્ણય, 2026 સુધી મૂકાયો પ્રતિબંધ
calendar_today May 14, 2026

Export of sugar : ખાંડની નિકાસ પર સરકારનો મોટો નિર્ણય, 2026 સુધી મૂકાયો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે સ્થાનિક બજારમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને વધતા ભાવોને અંકુશમાં લેવા માટે ખાંડની નિકાસ પર કડક નિયંત્રણો લાદ્યા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, ખાંડની નિકાસ પરનો આ પ્રતિબંધ 20 સપ્ટેમ્બર, 2026 સુધી અથવા આગામી આદેશ સુધી અમલમાં રહેશે. નિકાસ નીતિમાં ફેરફાર 13 મે,2026 ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, વિદેશી વેપાર નીતિ 2023 હેઠળ ખાંડની નિકાસને 'મુક્ત' શ્રેણીમાંથી હટાવીને 'પ્રતિબંધિત' શ્રેણીમાં મૂકવામાં આવી છે. આ નિયમ કાચી ખાંડ (Raw Sugar), સફેદ ખાંડ અને શુદ્ધ ખાંડ - એમ ત્રણેય શ્રેણીઓ પર સમાન રીતે લાગુ પડશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોની સીઝન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક જાળવી રાખવાનો છે. EU અને US માટે વિશેષ છૂટછાટ આ પ્રતિબંધમાં સરકારે વ્યૂહાત્મક સંબંધો અને અગાઉની પ્રતિબદ્ધતાઓ મુજબ કેટલીક રાહતો આપી છે. CXL અને TRQ ક્વોટા હેઠળ યુરોપિયન યુનિયન (EU) અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) માં ખાંડની નિકાસ પૂર્વવત ચાલુ રહેશે. આ ઉપરાંત, એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળની નિકાસ અને અન્ય મિત્ર દેશોની ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર-થી-સરકાર (G2G) ધોરણે થતા વ્યવહારોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. પાઇપલાઇનમાં રહેલા ઓર્ડરનું શું થશે? DGFT એ સ્પષ્ટતા કરી છે કે જે કન્સાઇનમેન્ટની પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે તેમને અટકાવવામાં આવશે નહીં. જો નોટિફિકેશન બહાર પડ્યા પહેલા જહાજ પર ખાંડ લોડ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ હોય અથવા શિપિંગ બિલ ફાઈલ થઈ ગયું હોય, તો તે નિકાસને મંજૂરી મળશે. તેવી જ રીતે, જો કન્સાઇનમેન્ટ કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવ્યું હોય અને તેનો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઉપલબ્ધ હોય, તો તેની નિકાસ પણ થઈ શકશે. ગ્રાહકો માટે રાહતના સમાચાર છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં ખાંડના ભાવમાં વધઘટ જોવા મળી રહી હતી, જેની અસર ભારતીય બજાર પર ન પડે તે માટે સરકારે આ આગોતરું પગલું ભર્યું છે. આ નિર્ણયથી સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સ્થિર રહેવાની અને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. આ પણ વાંચોઃ Florida: સમુદ્રમાં 'મોત' સામે 5 કલાકનો જંગ, વિમાન દુર્ઘટનામાં 11 મુસાફોરોનો ચમત્કારિક બચાવ

Read Full Story arrow_forward