android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
5 દેશના પ્રવાસે PM મોદી, UAEની મુલાકાત મહત્વની, ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક કરાર પર સૌની નજર
calendar_today May 14, 2026

5 દેશના પ્રવાસે PM મોદી, UAEની મુલાકાત મહત્વની, ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક કરાર પર સૌની નજર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 મેના રોજ ચાર યુરોપિયન દેશોની પાંચ દિવસની મુલાકાતે જશે. આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન તેઓ થોડા કલાકો માટે ખાડી દેશ UAE (સંયુક્ત આરબ અમીરાત) માં પણ રોકાશે. ભારતની ઊર્જા સુરક્ષાના દૃષ્ટિકોણથી PM મોદીનું આ માત્ર ત્રણ કલાકનું રોકાણ અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે. પીએમ મોદીના આ વિદેશ પ્રવાસ અને યુએઈ સાથેની મુલાકાત વધુ મહ્તવની માનવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન ભારત અને યુએઈ વચ્ચે 2 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની ધારણા છે. આ કરાર LPG અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર સાથે સંબંધિત છે. જો આ કરાર પર હસ્તાક્ષર થશે તો ભારતમાં LPGની તંગી દૂર થશે.UAEમાં પીએમ મોદીના રોકાણમાં 2 કરારની સંભાવનાઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠો ખોરવાયો છે ત્યારે ભારત અને UAE વચ્ચે બે મુખ્ય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પીએમ મોદી 15 મેના રોજ ચાર દેશોના યુરોપિયન પ્રવાસ  દરમિયાન વચ્ચે ખાડી દેશ UAEમાં રોકાણ કરશે તેમાં ઊર્જા સુરક્ષા સંબંધિત બે કરારો પર હસ્તાક્ષર થશે તેવી નિષ્ણાતોની ધારણા છે. LPG પુરવઠોએ રાંધણ ગેસના સ્થિર પુરવઠા માટેનો કરાર છે. જયારે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર એ કટોકટીના સમયે તેલનો જથ્થો અનામત રાખવા અંગેનો કરાર છે.ભારતમાં માટે આ કરારો શા માટે મહત્વપૂર્ણUAE ભારત માટે ક્રૂડ ઓઈલનો ચોથો સૌથી મોટો અને LPG-LNGનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. આ કરારથી ભારતને ભૌગોલિક સ્તરે લાભ થશે. હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધને કારણે અવરોધો હોવા છતાં, UAE ઓમાનના અખાતમાં આવેલા ફુજૈરાહ બંદર દ્વારા તેલની નિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારત માટે સલામત માર્ગ છે. UAE દરરોજ 3.6 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે. UAE એ તાજેતરમાં તેની તેલ ઉત્પાદન ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો છે અને તે આગામી વર્ષ સુધીમાં દરરોજ 5 મિલિયન બેરલ ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે.વૈશ્વિક કટોકટી અને ભારત પર અસરપશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વના 20% ક્રૂડ ઓઈલના પરિવહન માર્ગ (હોર્મુઝ સ્ટ્રેટ) પર અસર પડી છે. ભારત તેની જરૂરિયાતનું 90% તેલ આયાત કરતું હોવાથી, આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ભાવ સીધી અસર કરે છે. આથી જ PM મોદીએ તાજેતરમાં નાગરિકોને ઈંધણ બચાવવા પણ અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PM મોદી UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ઊર્જા સહયોગ ઉપરાંત પ્રાદેશિક સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. નોંધનીય છે કે UAE માં 4.5 મિલિયનથી વધુ ભારતીયો વસે છે, જે બંને દેશોના મજબૂત સંબંધોનો પુરાવો છે.

Read Full Story arrow_forward
BRICS: બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓ સાથે દિલ્હીમાં આજે બેઠક, એસ જયશંકર કરશે અધ્યક્ષતા
calendar_today May 14, 2026

BRICS: બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓ સાથે દિલ્હીમાં આજે બેઠક, એસ જયશંકર કરશે અધ્યક્ષતા

ભારતના નેતૃત્વ હેઠળ આજે નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સભ્ય દેશોના વિદેશ પ્રધાનોની મહત્વની બેઠકનો પ્રારંભ થઈ રહ્યો છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર આ ઉચ્ચ-સ્તરીય સંમેલનની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ એશિયામાં પ્રવર્તતા વર્તમાન તણાવ અને બદલાતી જતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.મુખ્ય એજન્ડા અને ચર્ચાઓ14 અને 15 મે દરમિયાન યોજાનારી આ બે દિવસીય બેઠકમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ નીચે મુજબના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે:વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા: ખાસ કરીને પશ્ચિમ એશિયાના સંકટ અને અન્ય આંતરરાષ્ટ્રીય તણાવ પર ચર્ચા.બહુપક્ષીય સહયોગ: સભ્ય દેશો વચ્ચે પરસ્પર સહકાર વધારવો અને આર્થિક જોડાણને મજબૂત કરવું.વૈશ્વિક સુધારા: આંતરરાષ્ટ્રીય શાસન વ્યવસ્થા અને સંસ્થાઓમાં સમયાનુસાર સુધારા લાવવા અંગે મંથન.સમિટની તૈયારી: આ વર્ષના અંતમાં યોજાનારા મુખ્ય 'બ્રિક્સ શિખર સંમેલન' માટેની રૂપરેખા તૈયાર કરવી.ભારતનો 'માનવતા પ્રથમ' અભિગમભારતે તેની બ્રિક્સ 2026 ની અધ્યક્ષતા માટે સત્તાવાર લોગો અને વેબસાઇટ લોન્ચ કરી છે. આ વખતનો વિષય (Theme) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'માનવતા પ્રથમ' (Humanity First) અને લોકો-કેન્દ્રિત અભિગમ પર આધારિત છે. આ એ જ વિઝન છે જેનો ઉલ્લેખ વડાપ્રધાને 2025માં રિયો ડી જાનેરોની સમિટમાં કર્યો હતો.મહત્વની મુલાકાતો: બેઠકમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે, જે રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવશે.ગ્લોબલ સાઉથમાં ભારતનું વધતું કદઆ ચોથો અવસર છે જ્યારે ભારત બ્રિક્સના આટલા મોટા કાર્યક્રમનું યજમાન બન્યું છે. આ ઘટનાક્રમ સાબિત કરે છે કે વૈશ્વિક રાજનીતિ અને 'ગ્લોબલ સાઉથ' (વિકાસશીલ દેશો) ના અવાજ તરીકે ભારતની ભૂમિકા સતત મજબૂત બની રહી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠક વિશ્વની બદલાતી ભૂ-રાજકીય વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને સહિયારા ઉકેલો શોધવામાં મદદરૂપ થશે. 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરત રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટે યાત્રીઓની મુશ્કેલી વધારી, બ્લોક 30 મે સુધી લંબાયો
calendar_today May 14, 2026

Gujarat Latest News Live : સુરત રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટે યાત્રીઓની મુશ્કેલી વધારી, બ્લોક 30 મે સુધી લંબાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward