android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: AMCએ સાઉથ વેસ્ટ ઝોનમાં કોમર્શિયલ એકમોને પોતાના પ્લોટ પાર્કિંગ માટે ભાડે આપ્યા
calendar_today May 14, 2026

Ahmedabad News: AMCએ સાઉથ વેસ્ટ ઝોનમાં કોમર્શિયલ એકમોને પોતાના પ્લોટ પાર્કિંગ માટે ભાડે આપ્યા

અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વધતી જતી ટ્રાફિક અને પાર્કિંગની જટિલ સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવીન અને પ્રાયોગિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલા ખાલી પ્લોટને હવે વ્યવસ્થિત પાર્કિંગ માટે ખાનગી એકમો અને કોમર્શિયલ કોમ્પલેક્સને ભાડે આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 102 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. AMC આપશે કોમર્શિયલ એકમોને પ્લોટ શહેરમાં પાર્કિંગની વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે મ્યુનિ.એ તમામ ઝોનમાં પ્લોટ નક્કી કર્યા છે. જેમાં સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 33 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ ઝોનમાં 21 પ્લોટ, ઉત્તરમાં 18 પ્લોટ, પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 12-12 પ્લોટ તથા દક્ષિણમાં 6 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ખાસ કરીને સાઉથ વેસ્ટ ઝોનના મકરબા, વેજલપુર, બોડકદેવ અને સરખેજ જેવા વિસ્તારોમાં જ્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સો પાસે પૂરતું પાર્કિંગ નથી, ત્યાં મ્યુનિ.એ ફક્ત પાર્કિંગની વ્યવસ્થા માટે પ્લોટ એલોટ કર્યા છે. વાહનચાલકોને સુરક્ષિત પાર્કિંગની સુવિધા એસજી હાઈવે, પ્રહલાદનગર અને આનંદનગર જેવા ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પર હવે ગેરકાયદે પાર્કિંગમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટ માત્ર ટ્રાફિક સમસ્યા જ નહીં, પણ કોર્પોરેશન માટે આવકનું સાધન પણ બન્યો છે. હાલમાં 12 પ્લોટના ભાડા પેટે રૂ.41.53 લાખ, GST અને ડિપોઝિટ મળીને મ્યુનિ.ને કુલ રૂ.5296635 ની આવક થઈ છે. મોટાભાગની મંજૂરીઓ એક વર્ષના સમયગાળા માટે આપવામાં આવી છે. આ આયોજનબદ્ધ પગલાથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને વાહનચાલકોને સુરક્ષિત પાર્કિંગની સુવિધા પ્રાપ્ત થશે. આ પણ વાંચોઃ Gujarat News: ચોટીલા પાસે ખાનગી બસ અને ડામર ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત, ચાર લોકોના મોત

Read Full Story arrow_forward
Surat News: રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટથી યાત્રીઓની મુશ્કેલી વધી,અનેક ટ્રેનોના શિડ્યુલ પર અસર થશે
calendar_today May 14, 2026

Surat News: રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટથી યાત્રીઓની મુશ્કેલી વધી,અનેક ટ્રેનોના શિડ્યુલ પર અસર થશે

સુરત રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિ-ડેવલપમેન્ટ અને આધુનિકીકરણના કામને કારણે મુસાફરોની હાલાકી વધુ વધી છે.પ્લેટફોર્મ નંબર 2/3 અને 4 ઉપર ચાલી રહેલા થૂ-રૂફ લોન્ચિંગના મહત્ત્વપૂર્ણ કામમાં વિલંબ થતા પશ્ચિમ રેલવેએ ટ્રાફિક બ્લોકની મુદત ફરી એકવાર લંબાવી છે.અગાઉ આ બ્લોક ૧૫ મે સુધી અમલમાં રહેવાનો હતો, પરંતુ હવે તેને વધારી 30 મે સુધી લાગુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ટ્રેન પોતાના નિર્ધારિત સમય પર રવાના થઈ શકે તે માટે તેનો ખાલી રેક બ્લોક પૂર્ણ થયા બાદ સુરત લાવવામાં આવશે.ઉપરાંત ઉધના સ્ટેશન પર વધારાની સ્ટાફની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ જવાની સ્થિતિ ટ્રેન નંબર 69109 સુરત-વડોદરા ટ્રેનના સ્ટાફને બે કલાક વહેલા સાઈન-ઓન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.મુસાફરોને પોતાની ટ્રેનની સ્થિતિ રિઝર્વેશન ચાર્ટ અથવા એનટીઈ એસ એપ મારફતે ચકાસી લેવાની અપીલ પણ કરવામાં આવી છે.ઉધના રેલવે સ્ટેશન પર ચાલી રહેલા ટ્રાફિક બ્લોકના કારણે બુધવારે મુંબઈ તરફથી સુરત આવતી અનેક ઇન્ટરસિટી, MEMU અને પેસેન્જર ટ્રેનોના સંચાલન ઉપર અસર જોવા મળી હતી. રેલવે તંત્રએ કેટલીક ટ્રેનોને નવસારી સુધી જ દોડાવી હતી, જ્યારે નવસારી-ઉધના-સુરત વચ્ચેની સેવાઓ રદ કરાતા મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. 8 GSRTC બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લીધા હતા અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) સાથે સંકલન કરી મુસાફરો માટે ખાસ બસોની વ્યવસ્થા ઊભી કરી હતી.નવસારી પશ્ચિમ ફરતા વિસ્તારમાં કુલ 8 GSRTC બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.જેના માધ્યમથી મુસાફરોને સુરત સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી.ખાસ બસ સેવાઓ મારફતે અંદાજે 500 જેટલા મુસાફરોને નવસારીથી સુરત પહોંચાડવામાં આવ્યા હતા. આ પણ વાંચોઃ Ahmedabad News: AMCએ સાઉથ વેસ્ટ ઝોનમાં કોમર્શિયલ એકમોને પોતાના પ્લોટ પાર્કિંગ માટે ભાડે આપ્યા

Read Full Story arrow_forward
Gandhinagar: ગુજરાતની શાળાઓમાં ખેલકૂદને વેગ મળશે, 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતીને મુખ્યમંત્રીની લીલીઝંડી
calendar_today May 14, 2026

Gandhinagar: ગુજરાતની શાળાઓમાં ખેલકૂદને વેગ મળશે, 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતીને મુખ્યમંત્રીની લીલીઝંડી

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ (અનુદાનિત) શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ 1,141 જગ્યાઓ પર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે મંજૂરી આપી દીધી છે.ભરતીની પ્રક્રિયા અને પસંદગીના ધોરણોઆ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે તે માટે SAT (School Aptitude Test) પરીક્ષાના મેરીટને આધાર બનાવવામાં આવશે. જે ઉમેદવારોએ SAT પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હશે, તેમના મેરીટના આધારે સીધી પસંદગી કરવામાં આવશે. આ નિર્ણયથી શાળાઓમાં રમતગમતનું સ્તર સુધરશે અને યુવાનોને રોજગારીની મોટી તક મળશે.વયમર્યાદામાં મહત્વના ફેરફારસરકારે ઉમેદવારોની લાગણીને ધ્યાને રાખીને વયમર્યાદામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.મહત્તમ વયમર્યાદા 35 વર્ષથી વધારીને 38 વર્ષ કરવામાં આવી છે.અનામત વર્ગ (SC/ST/OBC/EWS) આ વર્ગના ઉમેદવારો 43 વર્ષ સુધીની ઉંમર સુધી અરજી કરી શકશે.મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે અનામત વર્ગની મહિલાઓ માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ નક્કી કરવામાં આવી છે.આ પણ વાંચો: Amreli: રાજુલાના દાતરડી પાસે અજાણ્યા વાહને સિંહબાળને કચડ્યું, વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ 

Read Full Story arrow_forward