android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: લગ્નની લાલચ આપી સગીરાને વતન લઈ જઈ પીંખી નાખી, પોલીસે આરોપીને MP થી ઝડપી લીધો
calendar_today May 14, 2026

Surat: લગ્નની લાલચ આપી સગીરાને વતન લઈ જઈ પીંખી નાખી, પોલીસે આરોપીને MP થી ઝડપી લીધો

સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમે એક પ્રશંસનીય કામગીરી કરતા પાંચ મહિના પહેલા થયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મધ્યપ્રદેશમાં દરોડા પાડીને આરોપી સુરજ કુશ્વાહની ધરપકડ કરી છે અને તેની ચુંગાલમાંથી 17 વર્ષની સગીરાને મુક્ત કરાવી છે.17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યુંઆશરે પાંચ મહિના પહેલા સુરજના ચોકબજાર વિસ્તારમાંથી એક 17 વર્ષની સગીરા ગુમ થઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સુરજ મહેશ કુશ્વાહ નામનો શખ્સ સગીરાને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આરોપી સગીરાને પોતાના વતન મધ્યપ્રદેશ લઈ ગયો હતો.સગીરાને ગોંધી રાખી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુંપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ સગીરાને ગોંધી રાખી હતી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે જબરજસ્તી શરીરસંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ચોકબજાર પોલીસે અગાઉ અપહરણનો ગુનો નોંધ્યો હતો, જેમાં હવે પોક્સો (POCSO) અને દુષ્કર્મની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.પોલીસનું ઓપરેશનચોકબજાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશમાં છુપાયેલો છે. જેના આધારે પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરજ કુશ્વાહને ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને મુક્ત કરાવી તેને સુરત પરત લાવી પરિવારને સોંપવા તજવીજ હાથ ધરી છે, જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતની શાળાઓમાં ખેલકૂદને વેગ મળશે, 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતીને મુખ્યમંત્રીની લીલીઝંડી

Read Full Story arrow_forward
Surat: ઘીમાં ભેળસેળ કરનાર પટેલ ડેરીના માલિકને એક વર્ષની જેલની સજા, કોર્ટે ફટકાર્યો દંડ
calendar_today May 14, 2026

Surat: ઘીમાં ભેળસેળ કરનાર પટેલ ડેરીના માલિકને એક વર્ષની જેલની સજા, કોર્ટે ફટકાર્યો દંડ

સુરત શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે ન્યાયતંત્રએ લાલ આંખ કરી છે. કતારગામ વિસ્તારમાં આવેલી જાણીતી 'પટલ ડેરી'ના માલિકને ઘીમાં ભેળસેળ કરવાના ગુનામાં સુરત કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સમાજમાં ભેળસેળ કરતા વેપારીઓ માટે એક કડક ચેતવણી સમાન માનવામાં આવે છે.ઘીમાં ભેળસેળ કરનારને એક વર્ષની જેલની સજાઘટનાની વિગત મુજબ, વર્ષ 2011માં સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરે કતારગામ સ્થિત પટેલ ડેરીમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ડેરીમાંથી અંદાજે 7 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. લેબોરેટરી ટેસ્ટમાં આ ઘી ડુપ્લીકેટ અને અખાદ્ય હોવાનું સાબિત થયું હતું, જે બાદ ડેરી માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.કોર્ટનો ચુકાદોલાંબી કાનૂની લડત બાદ, સુરત કોર્ટે ડેરી માલિક અરવિંદ તાળાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને રૂપિયા 10,000 નો દંડ પણ કર્યો છે. જો દંડ ન ભરે તો વધુ સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.આ પણ વાંચો: CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 1 વર્ષ માટે સરકારે વધાર્યો

Read Full Story arrow_forward
Ahmedabad News: એક જ દિવસમાં 13 હજાર કરદાતા ટેક્સ ભર્યો, AMCને 15 કરોડથી વધુ આવક થઈ
calendar_today May 14, 2026

Ahmedabad News: એક જ દિવસમાં 13 હજાર કરદાતા ટેક્સ ભર્યો, AMCને 15 કરોડથી વધુ આવક થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 9 એપ્રિલ 2026થી અમલમાં મુકાયેલી 12થી 15 ટકા સુધીની એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રીબેટ સ્કીમનો લાભ લેવા માટે કરદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026-27 પ્રોપર્ટી ટેક્સ માટે 13 મેના રોજ એક જ દિવસમાં 13032 કરદાતાઓએ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરતા કોર્પોરેશનને રૂ.15.34 કરોડની આવક થઈ છે. 14.30 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યું 9 એપ્રિલથી 13 મે દરમિયાન કુલ 529324 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે.તેમની પાસેથી AMCને કુલ રૂ.527.75 કરોડની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન કરદાતાઓને કુલ રૂ.55.95 કરોડનું ડિસ્કાઉન્ટ અપાયું છે.ઝોનવાર આંકડા મુજબ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 129893 કરદાતાઓએ ટેક્સ ભર્યો છે, રૂ.14.26 કરોડનું ડિસ્કાઉન્ટ અપાયું છે. 31 મે સુધીમાં રીબેટ સ્કીમનો લાભ લઈ શકશે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 121570 કરદાતાઓએ લાભ લઈને રૂ.14.30 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે.અન્ય ઝોનોમાં પૂર્વ ઝોનમાં 70281, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 64990, દક્ષિણ ઝોનમાં 49136, મધ્ય ઝોનમાં 49087અને ઉત્તર ઝોનમાં 44697 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો છે.બાકી રહેલા કરદાતાઓને 31 મે સુધીમાં રીબેટ સ્કીમનો લાભ લઈ શકશે. આ પણ વાંચોઃ Gujarat News: ચોટીલા પાસે ખાનગી બસ અને ડામર ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત, ચાર લોકોના મોત

Read Full Story arrow_forward