android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: હારીજ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર, ટ્રેક્ટર એજન્સીના મેનેજરનું ઘટનાસ્થળે જ કરુણ મોત
calendar_today May 14, 2026

Patan: હારીજ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર, ટ્રેક્ટર એજન્સીના મેનેજરનું ઘટનાસ્થળે જ કરુણ મોત

પાટણ જિલ્લાના હારીજ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. હારીજ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા.કાર અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમળતી માહિતી મુજબ, એક ટ્રેક્ટર એજન્સીમાં ટેરેટરી મેનેજર તરીકે ફરજ બજાવતા અભિષેક વર્મા પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે હારીજ પાસે ટ્રક સાથે તેમનો અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે અભિષેક વર્મા કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયોઅકસ્માત બાદ કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ક્રેન, ટ્રેક્ટર અને અંદાજે 15થી વધુ લોકોની લાંબી જહેમત બાદ અંતે અભિષેક વર્માના મૃતદેહને કારમાંથી બહાર કાઢી શકાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ હારીજ પોલીસનો કાફલો મોડી રાત્રે સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પર સર્જાયેલ ટ્રાફિક જામ હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Surat: ઘીમાં ભેળસેળ કરનાર પટેલ ડેરીના માલિકને એક વર્ષની જેલની સજા, કોર્ટે ફટકાર્યો દંડ

Read Full Story arrow_forward
Amreli: રાજુલાના દાતરડી પાસે અજાણ્યા વાહને સિંહબાળને કચડ્યું, વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ
calendar_today May 14, 2026

Amreli: રાજુલાના દાતરડી પાસે અજાણ્યા વાહને સિંહબાળને કચડ્યું, વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ

અમરેલી જિલ્લામાં ફરી એકવાર વન્યજીવ સૃષ્ટિ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક ૧ વર્ષના માસૂમ સિંહબાળનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.અમરેલીમાં સિંહબાળનું કરુણ મોતગઈકાલે રાત્રિના સમયે અથવા વહેલી સવારે જ્યારે સિંહ પરિવાર હાઈવે ક્રોસ કરી રહ્યો હશે, ત્યારે કોઈ અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને સિંહબાળને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ૧ વર્ષના સિંહબાળનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.સુરક્ષા સામે ઉઠતા સવાલોઅમરેલી જિલ્લામાં અગાઉ પણ સિંહ અને દીપડાના માર્ગ અકસ્માતમાં મોતની અનેક ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ પણ હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવા કે સિંહોના કોરિડોર પર સુરક્ષા વધારવા અંગે વન વિભાગ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. દેશની શાન ગણાતા એશિયાટિક લાયન્સની સુરક્ષાને લઈ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.આ પણ વાંચો: Patan: હારીજ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર, ટ્રેક્ટર એજન્સીના મેનેજરનું ઘટનાસ્થળે જ કરુણ મોત

Read Full Story arrow_forward
UP Weather Update: ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાએ મચાવી તબાહી, 74 લોકોના મોત
calendar_today May 14, 2026

UP Weather Update: ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાએ મચાવી તબાહી, 74 લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં બુધવારે આવેલા ભયાનક વાવાઝોડા, ગાજવીજ સાથેના વરસાદ અને કરા પડવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં ભારે વિનાશ વેર્યો છે. કુદરતના આ પ્રકોપમાં અત્યાર સુધીમાં 74 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવામાન વિભાગે હજુ પણ પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવી રાજ્યના ૩૮ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.100 કિમીની ઝડપે ફૂંકાયો વિનાશક પવન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર સક્રિય થયેલી ચક્રવાતી સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાન તરફથી આવતા પૂર્વીય પવનોને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બુધવારે બપોરે શરૂ થયેલું સામાન્ય હલચલ સાંજ સુધીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું. રાજ્યના અનેક ભાગોમાં 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે અસંખ્ય વૃક્ષો, વીજળીના થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. જિલ્લાવાર જાનહાનિની વિગતો આ કુદરતી હોનારતમાં સૌથી વધુ અસર પ્રયાગરાજ અને ઉન્નાવ જિલ્લામાં જોવા મળી છે: પ્રયાગરાજ: અહીં સૌથી વધુ 17 લોકોના મોત થયા છે, જેમાં 5 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. અનેક ઘરોને નુકસાન થયું છે અને પશુધનને પણ મોટી હાનિ પહોંચી છે. ભદોહી અને ફતેહપુર: ભદોહીમાં 10 અને ફતેહપુરમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉન્નાવ: સાત લોકોના મોત થયા છે, જેમાં આંબાનું ઝાડ પડવાથી એક વૃદ્ધ ખેડૂત અને નીલગિરીનું ઝાડ પડવાથી ૯ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. અન્ય જિલ્લાઓ: બદાયૂંમાં 6, બરેલીમાં 4 અને સીતાપુરમાં ૨ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત ઝાંસી, કાનપુર દેહાત અને સંભલ જેવા જિલ્લાઓમાં પણ મૃત્યુના અહેવાલો મળી રહ્યા છે. વીજ પુરવઠો અને ટ્રાફિક ઠપ્પ ભારે પવનને કારણે ઠેર-ઠેર વૃક્ષો પડવાથી મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વીજળીના થાંભલા ઉખડી જવાથી ડઝનબંધ જિલ્લાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો. અનેક જગ્યાએ પાર્ક કરેલી કાર પર વૃક્ષો પડવાથી વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આગામી કલાકો માટે ચેતવણી હવામાન વિભાગે લખનૌ, પ્રયાગરાજ, જૌનપુર અને બાંદા સહિત ૩૮ જિલ્લાઓ માટે સાવચેતીના ભાગરૂપે ચેતવણી જાહેર કરી છે. આગામી સમયમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ પણ વાંચોઃ LPG ટેન્કર MV Sunshineએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કર્યું, ટુંક સમયમાં પહોંચશે ભારત

Read Full Story arrow_forward