android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Idar: ઈડરના પોશીનામાં જૈન દેરાસરમાં ચોરી, રૂ.1.52 લાખની પ્રતિમાઓ લઈ ગયા
calendar_today May 14, 2026

Idar: ઈડરના પોશીનામાં જૈન દેરાસરમાં ચોરી, રૂ.1.52 લાખની પ્રતિમાઓ લઈ ગયા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોશીના ગામે આવેલ જૈન દેરાસરમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે પ્રવેશ કરીને દેરાસરમાંથી અંદાજે રૂ.1.52 લાખની કિંમતની 4 પંચધાતુની મૂર્તિઓની ચોરી કરી લઈ ગયાની ઘટના બુધવારે પ્રકાશમાં આવતાં જૈન સમાજમાં ફીટકારની લાગણી પ્રસરી છે.આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોશીના ગામે આવેલ જૈના દેરાસરમાં અનેક જૈનો આસ્થા સાથે દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે અજાણ્યા શખ્સોએ મંગળવારે રાત્રે ચોરી કરવા માટે આવેલા શખ્સોએ ઓળખ ન થાય તે માટે શરીર પરથી કેટલાક કપડાં કાઢીને કમરે વીંટાળી દીધા હતા. ત્યારબાદ દેરાસરના દરવાજાને તોડવા માટે સાથે લાવેલા હથિયારથી તોડીને દેરાસરમાં પ્રવેશ કર્યા બાદ અંદાજે રૂ.1.52 લાખની કિંમતની પંચધાતુની ચાર પ્રતિમાઓની ચોરી કરી હતી. દરમિયાન તસ્કરોને ખબર ન હોય તેમ દેરાસરમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં તેમની હરકતો કેદ થઈ ગઈ હતી. જોકે ચોરીની ઘટનામાં દેરાસરમાંથી ચાર પંચધાતુની પ્રતિમાઓ ચોરાઈ છે. આ પ્રતિમાઓની બજાર કિંમત આશરે 1 લાખ 52 હજાર રૂપિયાથી વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ આ જ દેરાસરમાં ચોરી થઈ હતી. એક વર્ષના ટૂંકા ગાળામાં ફરીથી ચોરી થતાં જૈન સમાજમાં ભારે રોષ અને ખળભળાટ વ્યાપી ગયો છે. આ ઘટના અંગે જાદર પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસે ઘટના સ્થળે જઈ ડોગસ્કોડની મદદથી તસ્કરોનું પગેરૂ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: હિંમતનગર પાલિકાએ ગણપતિ મંદિર રોડ પરથી 70થી વધુ દબાણો હટાવ્યા
calendar_today May 14, 2026

Himatnagar: હિંમતનગર પાલિકાએ ગણપતિ મંદિર રોડ પરથી 70થી વધુ દબાણો હટાવ્યા

હિંમતનગર નગરપાલિકામાં નવું બોર્ડ અસ્તિત્વમાં આવે તે પૂર્વ વહીવટદારના શાસન દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર તથા દબાણ વિભાગ દ્વારા બુધવારે ટીપી રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે ગણપતિ મંદિર વિસ્તારથી શરૂ કરીને ઉમિયા સોસાયટીથી શાંતિપાર્ક સુધી 70થી વધુ કાચા-પાકા દબાણોનો સફાયો કરી દેવામાં આવતાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે ચીફ ઓફિસર ઉપેદ્ર ગઢવી તથા દબાણ વિભાગના વડાના જણાવાયા મુજબ, ચુંટણી અગાઉથી જ હિંમતનગર નગરપાલિકાની હદમાં દબાણ દુર કરવાનું મુલત્વી રાખવામાં આવ્યું હતું. જોકે હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગયા બાદ તેની સાથે જ આચારસંહિતા પણ સમાપ્ત થઈ ગઈ છે. જેથી બુધવારે નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગણપતિ મંદિરથી નિકળતા ટીપી રોડ તથા ઉમિયા સોસાયટી અને શાંતિપાર્ક વચ્ચેના નડતર રૂપ દબાણો દુર કરવા માટે આયોજન કરી દેવાયું હતું. દબાણની કામગીરી દરમિયાન કોઈ અડચણ ન આવે તે માટે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે નગરપાલિકાની ટીમોએ જેસીબી તથા મજુરો સાથે દબાણ દુર કરવા માટેની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. દબાણ દરમિયાન નગરપાલિકાની ટીમે કેટલાક મકાનોની કમ્પાઉન્ડ વોલ, પગથિયાં અને પતરાના શેડ સહિતના દબાણો હટાવાયા હતા. દબાણ મુક્ત રોડ પર તંત્ર દ્વારા 9 મીટર પહોળાઈ અને 500 મીટર વિસ્તારમાં હયાત રોડ કરતાં હવે પછી તૈયાર થનાર રોડ વિશાળ હોવાને કારણે સ્થાનિકો તથા વાહન ચાલકોને અવર જવર કરવામાં કોઈ મુશ્કેલી નડશે નહી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: હિંમતનગર શહેરના પરબડા-ભોલેશ્વર રોડની હાલત ખૂબ જ દયનીય બની ગઈ
calendar_today May 14, 2026

Himatnagar: હિંમતનગર શહેરના પરબડા-ભોલેશ્વર રોડની હાલત ખૂબ જ દયનીય બની ગઈ

હિંમતનગર શહેરના મહત્વના ગણાતા પરબડાથી ભોલેશ્વર માર્ર્ગ છેલ્લા કેટલાક સમયથી ઉબડખાબડ બની ગયો હોવાને કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો માટે આ રોડ ખુબજ જોખમી બની ગયો છે. 10 મીટર પહોળો રોડ હોવા છતાં રોડ પર પડેલા મોટા ખાડાઓ અને ઉખડી ગયેલી સપાટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી રહી છે. આ મુદ્દે હિંમતનગર નગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા ઈમરાન બાદશાહે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ કરી છે. વિપક્ષના નેતાએ કરેલી રજૂઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરાઈ હોવાને કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ હતી જેના માટે તંત્ર દ્વારા ગત ચોમાસા અગાઉ સમારકામ કરાયું હતું. પરંતું તેમાં પણ ડામરના થીંગડા મારવાની નબળી કામગીરીને કારણે પ્રથમ વરસાદમાં જ રોડ ફરી જેસે થે સ્થિતિમાં આવી ગયો હતો. આવી કામગીરીને કારણે પરબડાથી ભોલેશ્વર જતા રોડની હાલત દયનીય બની ગઈ છે જેના લીધે અકસ્માત થવાનો ભય વાહન ચાલકોમાં ફેલાયો છે. જેથી ચોમાસા અગાઉ તંત્ર દ્વારા આ જોખમી રોડને થીંગડા મારવાને બદલે ફરીથી કાર્પેટ સીલકોટ સાથેનો ડામર રોડ અથવા નવો સીસી રોડ બનાવવો જોઈએ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward