android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: લુટેરી દુલ્હન કેસમાં પોલીસ કામગીરીને બિરદાવાઈ
calendar_today May 14, 2026

Himatnagar: લુટેરી દુલ્હન કેસમાં પોલીસ કામગીરીને બિરદાવાઈ

સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા લુટેરી દુલ્હન કેસમાં જિલ્લા પોલીસને લગભગ 2 મહિના અગાઉ LCBમાં નોંધાયેલી ફરિયાદ બાદ અધિકારીઓએ આ કૌભાંડના કેસની ઝડપી અને અસરકારક કામગીરી કરીને પાંચ જણા વિરૂધ્ધ ગુનો દાખલ કરી ચાર જણાની ધરપકડ કરી હતી જેને લઈને ભોગ બનેલ અને હિંમતનગરમાં રહેતી એક મહિલાએ પોલીસની કામગીરીને બિરદાવીને બુધવારે પોલીસવડા કચેરીમાં આવી પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું હતું.આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, લુટેરી દુલ્હનમાં ભોગ બનનાર જિલ્લા પોલીસ કચેરી ખાતે એકઠા થઈને આ સફળ કામગીરી બદલ હિંમતનગરમાં રહેતી એક યુવતીનો પરિવાર ભોગ બનતાં દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા મનહર ઉર્ફે મનોજ બાબુલાલ સોની, કવિતા સોની, બિરેન્દ્ર ભુટ્ટા, દિવ્યાબેન સોની તથા જયોતિબેન પ્રતાપસિંહ વાઘેલા, વંદના હેમરાજભાઈ ખટીક, લક્ષ્મી ભીવાજી ઈંચલ, અનિતા તથા કોમલ વાનખેડેએ લગ્ન કરવાની લાલચ આપીને કેટલાક પરિવારોના યુવાનોને પત્નિ લાવી આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. જે સંદર્ભે ગત તા.7 માર્ચના રોજ ભોગ બનનાર મહિલાએ એલસીબી સમક્ષ નિવેદન આપીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એલસીબીના સ્ટાફે તરત જ ઉંડી તપાસ કરીને તત્કાલિન સમયે ચાર જણાને ઝડપી લીધા હતા. તો બીજી તરફ અર્બુદાનગર સોસાયટીમાં રહેતી આ મહિલાને કવિતા સોની તથા તેમના મળતીયાઓએ ખોટા આક્ષેપો કરીને બદનામી થાય તે માટે સોશ્યિલ મીડીયામાં ફોટા સાથેની વિગતો વાયરલ કરી દીધી હતી. તેમ છતાં અર્બુદાનગર સોસાયટીમાં રહેતી આ મહિલાએ હિંમત હાર્યા વિના ભોગ બનનાર અન્ય લોકોનો સંપર્ક કરી બુધવારે પોલીસવડા કચેરીમાં બોલાવ્યા હતા. જ્યાં જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલને તથા એલસીબીના અધિકારીઓનો સન્માન કરવામાં આવ્યું હતુ. એલસીબીના પીઆઇ ધવલ સાકરીયા સહિત પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વખતે જિલ્લા પોલીસવડાએ જનતાને એવી અપીલ કરી હતી કે, આવા ગુનાનો ભોગ બનતા અટકે તે માટે પોલીસ સહિત જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવી જોઈએ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: બોલુન્દ્રામાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યાના કેસમાં 3 આરોપી ઝડપાયા
calendar_today May 14, 2026

Himatnagar: બોલુન્દ્રામાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યાના કેસમાં 3 આરોપી ઝડપાયા

ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામમાં પ્રેમસંબંધની ગંભીર અદાવતમાં 20 વર્ષીય યુવકની થયેલી નિર્મમ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ભિલોડા પોલીસે મોટી સફ્ળતા મેળવી છે. ભિલોડા પંથકમાં સનસનાટી મચાવનાર આશાસ્પદ યુવકની હત્યાને અંજામ આપનાર બોલુન્દ્રા ગામના ત્રણેય હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈ ન્યાયિક રીતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.યુવકની હત્યાના બનાવ અંગે પોલીસ દ્વારા મળેલ પ્રાપ્ત વિગતો અનુસાર, બોલુન્દ્રા ગામના મણીભાઈ ચુનાભાઈ બામણીયાની પૌત્રી અનામિકા સાથે મુખ્ય આરોપી ધીરજકુમાર રમેશભાઈ પરમારને પ્રેમસંબંધ હતો. આ બાબતે મણીભાઈએ અગાઉ ધીરજને ઠપકો આપ્યો હતો. જેની ગંભીર અદાવત રાખી ગત તા. 11/05/2026 ના રોજ રાત્રે 8:00 વાગ્યાના સુમારે બોલુન્દ્રા ગામમાં મણીભાઈના 20 વર્ષીય પૌત્ર અતુલભાઈ મુકેશભાઈ બામણીયાને આરોપીઓએ આંતર્યો હતો. આરોપી ધીરજકુમારે અતુલભાઈને છાતી અને ખભાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંક્યા હતા, જ્યારે રમેશભાઈ અને મેહુલભાઈએ તેને પકડી રાખીને ગડદાપાટુનો માર માર્યો હતો.ગંભીર ઈજાઓ પામેલા આશાસ્પદ યુવક અતુલભાઈ બામણીયાનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાને પગલે ભિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.આર.સંગાડા સહિત તેમની સમગ્ર પોલીસ ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનીક બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી ધીરજકુમાર રમેશભાઈ પરમાર, રમેશભાઈ મગનભાઈ પરમાર અને મેહુલભાઈ રમેશભાઈ પરમાર (તમામ રહે. બોલુન્દ્રા) ને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-103(1), 54 અને જી.પી. એક્ટની કલમ-135 મુજબ ગુનો નોંધી ન્યાયિક તપાસ હાથ ધરી છે.ત્રણેય આરોપીઓને ન્યાય મંદિરમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરીને હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ચોટીલા હાઈવે પર થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત, ટ્રક સાથે અથડાયા બાદ લકઝરી બસ બળીને ખાક
calendar_today May 14, 2026

Gujarat Latest News Live : ચોટીલા હાઈવે પર થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત, ટ્રક સાથે અથડાયા બાદ લકઝરી બસ બળીને ખાક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward