Bharuch News: હાંસોટમાં ડીઝલની ભયંકર અછત, ખેડૂતોની લાંબી કતારો, સ્થિતિ વણસતા બોલાવવી પડી પોલીસ
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહનચાલકોની હાલત કફોડી બની છે. હાલ ખેતીમાં સિંચાઈની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોને મશીનો ચલાવવા માટે ડીઝલની તાતી જરૂરિયાત છે, પરંતુ પેટ્રોલ પંપો પર ડીઝલનો પુરવઠો ખૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.ખેતીના મશીનો માટે ડીઝલ મેળવવા કતારો હાંસોટ પંથકના ખેતરોમાં પાકને પાણી આપવા માટે ખેડૂતો ડીઝલ સંચાલિત મશીનોનો ઉપયોગ કરે છે. ડીઝલ ન મળવાને કારણે પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. હાંસોટના પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ ખેડૂતો કેન લઈને લાઈનોમાં ઉભા રહી ગયા હતા. લાંબી રાહ જોયા બાદ પણ ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પેટ્રોલપંપ સંચાલકના દાવાઓ વચ્ચે હોબાળો એક તરફ પેટ્રોલપંપ સંચાલકો પરિસ્થિતિ કાબૂમાં હોવાના અને જથ્થો ઉપલબ્ધ હોવાના ખોખલા દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. ડીઝલ મેળવવા માટે થયેલી ખેંચતાણને કારણે પંપ પર માહોલ ગરમાયો હતો. પોલીસ બોલાવવાની પડી ફરજ ડીઝલ માટે લાગેલી લાંબી લાઈનો અને લોકોના વધતા આક્રોશને કારણે સ્થિતિ વણસી હતી. મામલો વધુ ન બિચકે તે માટે અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ભીડને કાબૂમાં લીધી હતી અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જોકે, હજુ પણ પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ન મળતા ખેડૂતોમાં ચિંતા યથાવત છે. આ પણ વાંચો - IHRSJC દ્વારા ભરૂચ રત્ન એવોર્ડ્સ સમારોહ યોજાયો
Read Full Story arrow_forward