android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: જામનગર રોડ પર દ્વારકાધીશ ટ્રાવેલ્સની બસે સ્કૂટરને ઉડાવ્યું, 15 વર્ષની બાળકીનું મોત
calendar_today May 13, 2026

Rajkot News: જામનગર રોડ પર દ્વારકાધીશ ટ્રાવેલ્સની બસે સ્કૂટરને ઉડાવ્યું, 15 વર્ષની બાળકીનું મોત

રાજકોટ શહેરના જામનગર રોડ પર મંગળવારની રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. જલારામ ગાંઠિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી દ્વારકાધીશ ટ્રાવેલ્સની લક્ઝરી બસે એક સ્કૂટીને અડફેટે લીધી હતી. આ માર્ગ અકસ્માતમાં 15 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે 10 વર્ષનો માસૂમ બાળક હાલ ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.પરિવાર પર આભ ફાટ્યું ઘટનાની મળતી વિગતો અનુસાર, એક માતા પોતાની બે દીકરીઓ સાથે સ્કૂટી પર સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સની બસે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, સ્કૂટી પર સવાર બંને બાળકો ફંગોળાયા હતા. જેમાં 15 વર્ષની દીકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો. નાની દીકરીના અકાળે અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. ICUમાં સારવાર હેઠળ 10 વર્ષનો બાળક અકસ્માતમાં ઘવાયેલા 10 વર્ષના બાળકની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેને ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં રાખવામાં આવ્યો છે. એક તરફ દીકરી ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ દીકરાની ચિંતામાં પરિવાર ભાંગી પડ્યો છે. ડ્રાઈવર અકસ્માત સર્જી ફરાર આ ઘટનાનો એક ચોંકાવનારો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અકસ્માત સર્જનાર લક્ઝરી બસનો ડ્રાઈવર ઉભા રોડે ભાગતો નજરે પડે છે. લોકો તેને પકડવા પાછળ દોડ્યા હોવા છતાં તે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. રાજકોટ પોલીસે હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધી, વાયરલ વીડિયોના આધારે ડ્રાઈવરની શોધખોળ અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં રેગ્યુલેટર ચાલુ રહી જતા ભભૂકી આગ, મહિલા ગંભીર રીતે દાઝ્યા

Read Full Story arrow_forward
Surendranagar News: તલસાણાના સોલર પ્લાન્ટમાં ચોરી કરનાર ગેડિયા ગેંગનો કુખ્યાત ગુજસીટોકનો આરોપી ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત
calendar_today May 13, 2026

Surendranagar News: તલસાણાના સોલર પ્લાન્ટમાં ચોરી કરનાર ગેડિયા ગેંગનો કુખ્યાત ગુજસીટોકનો આરોપી ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે આવેલા સોલર પ્લાન્ટને નિશાન બનાવતી ટોળકીને ઝડપી લેવામાં એલસીબી (LCB) પોલીસને મોટી સફળતા મળી છે. અવાળા સનરાઈઝ એનર્જી સોલર પ્લાન્ટમાં તાંબાના વાયર અને પ્લેટોની ચોરી કરનાર ગેડિયા ગેંગના કુખ્યાત શખ્સ સહિત બે આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે.એક જ પ્લાન્ટમાં બે વાર ચોરી તલસાણા ખાતેના અવાળા સનરાઈઝ એનર્જી સોલર પ્લાન્ટમાં તારીખ 25 એપ્રિલ 2026 અને ત્યારબાદ 11 મે 2026 ના રોજ એમ બે વાર ચોરીની ઘટના બની હતી. તસ્કરો પ્લાન્ટમાંથી અંદાજે રૂ. 2,60,688 ની કિંમતના તાંબાના વાયર અને તાંબાની પ્લેટો ચોરી કરી ગયા હતા. આ અંગે લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. LCB એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો ચોરીની ગંભીરતાને જોતા એલસીબીની ટીમે નેત્રમ સીસીટીવી પ્રોજેક્ટ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. પોલીસની સઘન તપાસમાં ચોરીમાં સંડોવાયેલા ગેડિયા ગેંગના પ્રખ્યાત આરોપી ખાન મોહમ્મદ ખાન મલેક અને તેના સાગરીત પ્રતિકભાઈ ધરમશીભાઈ ચાણસ્માના નામ ખુલ્યા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ. 5,30,388 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુજસીટોકનો આરોપી અને 16 ગુનાનો ઇતિહાસ ઝડપાયેલો મુખ્ય આરોપી ખાન મોહમ્મદ ખાન મલેક ગેડિયા ગેંગનો રીઢો ગુનેગાર છે, અને તેની સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. આ આરોપી સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 16 જેટલા ગુના દાખલ થયેલા છે. તે છેલ્લા બે વર્ષથી જામીન પર છૂટ્યા બાદ ફરાર હતો, અને ફરી ચોરીની પ્રવૃત્તિમાં સક્રિય થયો હતો. હાલમાં લખતર પોલીસે બંને આરોપીઓનો કબજો મેળવી, તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ધરપકડથી સોલર પ્લાન્ટમાં થતી ચોરીઓના અન્ય ભેદ ઉકલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. આ પણ વાંચો - Surendranagar: લીલાછમ વૃક્ષોનું ગેરકાયદે છેદન કરી લાકડાની હેરાફેરી કરતા બે વાહનો જપ્ત

Read Full Story arrow_forward
CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 1 વર્ષ માટે સરકારે વધાર્યો
calendar_today May 13, 2026

CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 1 વર્ષ માટે સરકારે વધાર્યો

કેન્દ્ર સરકારે CBIના વર્તમાન ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે વધારી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય પસંદગી સમિતિએ તેમને આ સેવા વિસ્તરણ આપવાનો નિર્ણય લીધો. આ પહેલા પણ પ્રવીણ સૂદને એક વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું અને હવે તેઓ મે 2027 સુધી CBI ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે. 2023માં પદ સંભાળ્યું હતું કેન્દ્ર સરકારે બુધવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રવીણ સૂદે 25 મે 2023ના રોજ બે વર્ષના કાર્યકાળ માટે CBI ડિરેક્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ મે 2025માં તેમને પ્રથમ વખત એક વર્ષનું સેવા વિસ્તરણ આપવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. સરકારના નિવેદન મુજબ, આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા. સમિતિની ભલામણના આધારે નિયુક્તિઓ માટેની મંત્રીમંડળ સમિતિ (ACC)એ એક વર્ષના વિસ્તરણને મંજૂરી આપી. બીજી તરફ, બેઠક બાદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ રબર સ્ટેમ્પ નથી. તેમણે આ પ્રક્રિયાને પક્ષપાતપૂર્ણ ગણાવી અને કહ્યું કે સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ વિરોધ પક્ષના નેતાઓ, પત્રકારો અને ટીકાકારોને નિશાન બનાવવા માટે કરી રહી છે. કોણ છે પ્રવીણ સૂદ? પ્રવીણ સૂદ 1986 બેચના કર્ણાટક કેડરના IPS અધિકારી છે. CBI ડિરેક્ટર બનતા પહેલા તેઓ કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે સેવા આપી રહ્યા હતા. તેમનો જન્મ 1964માં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં થયો હતો. તેમણે IIT દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યું છે. ઉપરાંત IIM બેંગલુરુ અને અમેરિકાની Syracuse Universityના Maxwell School of Governanceમાંથી પણ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. પ્રવીણ સૂદે અનેક હાઈ-પ્રોફાઇલ કેસોની તપાસનું નેતૃત્વ કર્યું છે. ટેકનોલોજી પ્રત્યે રસ ધરાવતા સૂદે કર્ણાટકમાં CCTNS અને ICJS જેવી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પણ વાંચો : Delhi Weather : રાજધાનીમાં વાતાવરણ બદલાયું, ઠંડા પવનો સાથે વરસ્યો વરસાદ

Read Full Story arrow_forward