android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
LPG ટેન્કર MV Sunshineએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કર્યું, ટુંક સમયમાં પહોંચશે ભારત
calendar_today May 13, 2026

LPG ટેન્કર MV Sunshineએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કર્યું, ટુંક સમયમાં પહોંચશે ભારત

ભારત માટે મહત્વપૂર્ણ ઊર્જા પુરવઠા સંબંધિત એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. એલપીજી (LPG) ટેન્કર MV Sunshine હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી રહ્યું છે અને ભારત તરફ સુરક્ષિત રીતે આગળ વધી રહ્યું છે. આ જહાજ ભારત માટે એલપીજી લઈને આવી રહ્યું છે અને તેને પર્શિયન ગલ્ફમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યું છે. ભારત તરફ આવતું 15મું LPG શિપ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ભારત તરફ આવતું 15મું LPG શિપ છે જેને પર્શિયન ગલ્ફ વિસ્તારમાંથી સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે. હાલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને સંવેદનશીલ માનવામાં આવે છે. આવા સમયે ભારત માટે ઊર્જા પુરવઠો સતત જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ જહાજને સુરક્ષિત રીતે આગળ વધારવા માટે ભારતીય નૌસેના સહિત અનેક એજન્સીઓ દ્વારા સંકલિત સહયોગ આપવામાં આવી રહ્યો છે. જહાજની સુરક્ષા, માર્ગદર્શન અને સતત મોનિટરિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારના જોખમ વિના તે ભારત સુધી પહોંચી શકે. દેશની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ભારત પોતાની LPG જરૂરિયાતનો મોટો ભાગ આયાત દ્વારા પૂરો કરે છે, તેથી આવા શિપમેન્ટનું સુરક્ષિત આવાગમન દેશની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ તેલ અને ગેસ પરિવહન માર્ગોમાંથી એક છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને LPGનો પરિવહન થાય છે. ભારતીય નૌસેના અને સંબંધિત એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તમામ શિપ્સને જરૂરી સુરક્ષા અને સહાય પૂરી પાડી રહી છે. MV Sunshineનું સુરક્ષિત ગમન ભારત માટે ઊર્જા પુરવઠા સ્થિર રાખવામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો : Oil Crisis વચ્ચે મિત્ર દેશ આવ્યો પડખે, કહ્યું 'ભારતમાં ઊર્જા સપ્લાય ઓછી નહીં થવા દઈએ'

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated:  અમદાવાદમાં આવાસના નામે મોટું કૌભાંડ, આનંદીબહેન પટેલના ભત્રીજા તરીકે ઓળખ આપી 500થી વધુ લોકો સાથે ઠગાઈ
calendar_today May 13, 2026

Gujarat Latest News Updated: અમદાવાદમાં આવાસના નામે મોટું કૌભાંડ, આનંદીબહેન પટેલના ભત્રીજા તરીકે ઓળખ આપી 500થી વધુ લોકો સાથે ઠગાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Jamnagar News: વેસ્ટ એશિયામાં તંગદિલીને પગલે દરિયાકાંઠે એલર્ટ, મરીન ટાસ્ક ફોર્સે બોટો અને જેટીઓ પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું
calendar_today May 13, 2026

Jamnagar News: વેસ્ટ એશિયામાં તંગદિલીને પગલે દરિયાકાંઠે એલર્ટ, મરીન ટાસ્ક ફોર્સે બોટો અને જેટીઓ પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું

પશ્ચિમ એશિયાના દેશોમાં વધી રહેલી રાજકીય અને સૈન્ય તંગદિલીની સીધી અસર ભારતના દરિયાઈ સુરક્ષા કવચ પર જોવા મળી રહી છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના લાંબા દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને બોટોની તપાસ મરીન કમાન્ડોની જુદી જુદી ટુકડીઓ દ્વારા જામનગરના સાગર કિનારે લાગેલી નાની-મોટી તમામ બોટોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરિયાઈ માર્ગે કોઈ શંકાસ્પદ હિલચાલ ન થાય તે માટે માછીમારોની ઓળખ અને બોટના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વેસ્ટ એશિયાની સ્થિતિને જોતા દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ વિશેષ ઓપરેશન શરૂ કરાયું છે. સંવેદનશીલ વિસ્તારોમાં મરીન કમાન્ડો તૈનાત જામનગર જિલ્લાના વ્યૂહાત્મક રીતે મહત્વના એવા વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. જેમાં એરફોર્સ રેન્જ, સરમત, રસૂલનગર, સિક્કા જેટી અને સોલ્ટ ગેટ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેટી પર આવતા-જતા લોકો અને માલસામાન પર પણ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર દરિયાઈ સીમાના રક્ષણ માટે મરીન પોલીસ અને ટાસ્ક ફોર્સ એકબીજાના સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે. જામનગરનો દરિયાકાંઠો અનેક ઔદ્યોગિક એકમો અને સંરક્ષણ મથકો ધરાવતો હોવાથી અહીંની સુરક્ષા સર્વોપરી છે. હાલના સંજોગોમાં કોઈ પણ ચૂક ન રહી જાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ પેટ્રોલિંગનું સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો - Jamnagar: જી.જી. હોસ્પિટલ સામે બે યુવકો પર લાકડીઓ વડે હુમલો, યુવકોને દોડાવી-દોડાવીને માર મારતા અફરાતફરી

Read Full Story arrow_forward