android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અંકલેશ્વરના ગડખોલ ગામની સીમમાં દીપડો પાંજરે પુરાયો ગ્રામજનોએ લીધો હાશકારો
calendar_today May 13, 2026

અંકલેશ્વરના ગડખોલ ગામની સીમમાં દીપડો પાંજરે પુરાયો ગ્રામજનોએ લીધો હાશકારો

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની સીમ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને ખેડૂતોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામ નજીક આવેલા તળાવ કિનારે દીપડો નજરે પડતો હતો. જેના કારણે ખેડૂતો તથા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.વન વિભાગની કામગીરી દરમિયાન દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. દીપડાના કારણે પશુઓ અને ખેતરમાં જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. વન વિભાગ દ્વારા દીપડાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં વિસ્તારમાં વન વિભાગદ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: સરકારી આવાસના નામે 500થી વધુ લોકો સાથે મહાઠગાઈ, પોતાને આનંદીબેન પટેલનો ભત્રીજો ઓળખાવનાર અંકિત પટેલની અટકાયત
calendar_today May 13, 2026

Ahmedabad News: સરકારી આવાસના નામે 500થી વધુ લોકો સાથે મહાઠગાઈ, પોતાને આનંદીબેન પટેલનો ભત્રીજો ઓળખાવનાર અંકિત પટેલની અટકાયત

રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં સરકારી આવાસ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આશરે 500થી વધુ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. લોકો પાસેથી આવાસના નામે વ્યક્તિ દીઠ રૂ. 50,000થી વધુની રકમ ઉઘરાવવામાં આવી હતી.હાઈપ્રોફાઈલ ઓળખ આપી છેતરપિંડી ભોગ બનનારા લોકોના જણાવ્યા અનુસાર, મુખ્ય સૂત્રધાર અંકિત પટેલ પોતાની ઓળખ હાઈપ્રોફાઈલ રીતે આપતો હતો. તે લોકોને કહેતો હતો કે, તે ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં કામ કરે છે. એટલું જ નહીં, લોકોનો વિશ્વાસ જીતવા માટે તે પોતાને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભત્રીજો હોવાનું પણ જણાવતો હતો. આ હાઈપ્રોફાઈલ ઓળખના જોરે તેણે એક વર્ષ પહેલાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી સરકારી આવાસ અપાવવા માટે લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા. બોડકદેવ પોલીસ સ્ટેશને લોકોનો ધસારો છેલ્લા ઘણા સમયથી આવાસ ન મળતા અને પૈસા પરત ન આવતા, આજે મોટી સંખ્યામાં ભોગ બનનારા લોકો બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. લોકોએ અંકિત પટેલ અને રાગીણી પટેલ નામના શખ્સો વિરૂદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોનો એક જ સૂર હતો કે, ગમે તે ભોગે અમારા મહેનતના પૈસા પાછા આપો. પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ભોગ બનનારાઓએ આરોપીઓ વિરૂદ્ધ હુરિયો બોલાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. પોલીસે અંકિત પટેલને રાઉન્ડઅપ કર્યો ઘટનાની ગંભીરતાને જોતા બોડકદેવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અંકિત પટેલને રાઉન્ડઅપ કરી લીધો છે. હાલ તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ કરી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તથા કુલ કેટલા રૂપિયાની ઠગાઈ થઈ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Ahmedabad : સાબરમતી જેલના ‘છોટા ચક્કર’માં 4 કેદીઓએ જેલ સહાયકનું માથું ફોડ્યું; ગાળો બોલવાની ના પાડતા ઈંટના ટુકડા વડે હિંસક હુમલો

Read Full Story arrow_forward
Dwarka News: ઓમાન પાસે સલાયાના 'હાજી અલી' જહાજ પર મિસાઈલ કે ડ્રોન હુમલાની આશંકા, વિસ્ફોટ બાદ જહાજ જળસમાધિ લેતા 14 ખલાસીઓનો આબાદ બચાવ
calendar_today May 13, 2026

Dwarka News: ઓમાન પાસે સલાયાના 'હાજી અલી' જહાજ પર મિસાઈલ કે ડ્રોન હુમલાની આશંકા, વિસ્ફોટ બાદ જહાજ જળસમાધિ લેતા 14 ખલાસીઓનો આબાદ બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના દરિયાઈ વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓમાનના લિમાહ નજીક સલાયાનું માલવાહક જહાજ ‘હાજી અલી’ એક ભયાનક વિસ્ફોટ બાદ દરિયામાં ડૂબી ગયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ જહાજ પર ડ્રોન અથવા મિસાઈલથી હુમલો થયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે જહાજમાં વિકરાળ આગ લાગી હતી અને તે જોતજોતામાં દરિયામાં ગરકાવ થઈ ગયું હતું.લાઇફબોટે જીવ બચાવ્યો જહાજ પર જે સમયે વિસ્ફોટ થયો ત્યારે તેમાં એક ટંડેલ સહિત કુલ 14 ખલાસીઓ સવાર હતા. વિસ્ફોટ બાદ આગ લાગતા ખલાસીઓએ સમયસૂચકતા વાપરી લાઈફબોટનો સહારો લીધો હતો. આ તમામ ખલાસીઓ દરિયામાં તરતા હતા ત્યારે ઓમાન કોસ્ટગાર્ડે ત્વરિત કાર્યવાહી કરી તમામને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. હાલ તમામ 14 ખલાસીઓને ડીબા બંદરે પહોંચાડવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ખલાસીઓના જરૂરી દસ્તાવેજો પણ સલામત હોવાનું જાણવા મળ્યું છે. હુમલા પાછળ કોનો હાથ? તપાસ તેજ ‘હાજી અલી’ જહાજ ગત 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક (પશુઓ) ભરીને શારજાહ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન વહેલી સવારે તેના પર હુમલો થયો હતો. નિષ્ણાતોના મતે વર્તમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવનો આ જહાજ ભોગ બન્યું હોવાની શક્યતા છે. ઓમાન રોયલ પોલીસ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે કે, આ હુમલો ડ્રોનથી થયો હતો કે રોકેટથી. દરિયાઈ વેપારીઓમાં ફફડાટ એક જ અઠવાડિયામાં સલાયાના બીજા વહાણ સાથે આવી દુર્ઘટના ઘટતા શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ચિંતાનો માહોલ છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશને આ બાબતે ભારત સરકારમાં રજૂઆત કરી છે, અને તમામ ખલાસીઓને વહેલી તકે સલામત રીતે વતન પરત લાવવાની માગ કરી છે. આ પણ વાંચો - Dwarka News: દુધિયા ગામે રસ્તાના ડખ્ખામાં યુવકની હત્યા, કુટુંબીજનોએ કુહાડી અને પાઇપ વડે કર્યો હુમલો

Read Full Story arrow_forward