Ahmedabad: વિરમગામમાં ગૌવંશની હત્યા કરી માંસ લઈ જવાના ગુનામાં બે યુવાનો ઝડપાયા
વિરમગામ શહેરમાં રહેતા પશુપાલક વિશાલભાઈ દોલાભાઈ ભરવાડના ચરવા છૂટા મુકેલા પશુમાં એક ગૌ વંશ ગુમ થયુ હતુ. દરમિયાનમાં વિરમગામ રહેમલપુર માર્ગ પર એક ખેતર જગ્યામાંથી મૃત ગૌવંશના કેટલાંક અવશેષો મળી આવતા વિશાલભાઈ ભરવાડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.દરમ્યાનમાં આધુનીક સાધનો તેમજ માનવીય ગુપ્તચર દ્વારા વિરમગામ શહેર અને જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમને સફ્ળતા મળી આવી હતી. બનાવમાં ઉપયોગ લેવાયેલ વાહન અને વ્યક્તિઓનું પગેરું મળી આવ્યુ હતુ. તેમજ વાહન લઈને મંગળવારે અમદાવાદથી મોરબી તરફ્ જવાની બાતમી મળી હતી. બંને પોલીસ ટીમે વિરમગામ રહેમલપુર ચોકડી પાસે તપાસ ગોઠવીને વાહન લઈ પસાર થતા ફિરોઝખાન ઉર્ફે અલ્લો બલોચ રહેવાસી આઈસ ફેકટરી પાસે, જુહાપુરા, અમદાવાદ અને આશીફ્ ઉર્ફે લેમ્પા ભિસ્તી રહેવાસી જુહાપુરા, અમદાવાદના બંને યુવાનોને પાંચ લાખ કિંમતના વાહન સાથે દબોચી લઈ શહેર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બુધવારે બપોર બાદ બંને યુવાનોને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસની પ્રાથમિક પુછ પરછમા માંસ પ્રસંગ માટે લઈ ગયાનું જણાવતા પોલીસ તપાસ ચલાવી રહ્યાનું જાણવા મળ્યુ છે. વધુમાં ઝડપાયેલ ફિરોઝખાન બલોચ વિરુદ્ધમાં મોબાઈલ ચોરી તથા અન્ય ગુનાઓમાં ઈસનપુર અને ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં તેમજ આશિફ્ ભીસ્તી વિરુદ્ધમાં વેજલપુર પોલીસ મથકમાં ત્રણ ગુનાઓ નોંધાયેલા હોવાનુ પોલીસ તપાસમાં જાણવા મળ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward