Patan: ચાણસ્મા કોર્ટે વિસનગરના શખ્સને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા
ચાણસ્મા કોર્ટે ફરીયાદી ચાણસ્માની મહિલાના માનેલા ધર્મના ભાઈને રૂપિયા પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને વધારાનું દસ ટકાવળતર મળીને કુલ રૂપિયા 5.50 લાખ ચૂકવવા માટે આદેશ આપ્યો છે. ચાણસ્મામાં રહેતી વનિતાબેન વિશાલભાઈ પટેલના પિયર વિસનગરમાં તેની માતાની રીક્ષા ચલાવતો અને ઘરના સભ્યની જેમ રહેતો મહમંદ ઈલીયાશ ઉર્ફે અનિલ અબ્બાસભાઈ મન્સુરીને ધર્મનો ભાઈ માનેલ હોવાથી તે ચાણસ્મા ખાતે આવી ધર્મની માનેલી બહેન પાસે નવી બે રીક્ષા લાવવા માટે 6 મહિનાના વાયદે હાથ ઉછીના રૂ. પાંચ લાખ લઈ ગયા બાદ તેણે એક રીક્ષા ખરીદી હતી. જે બાદ વાયદો પૂરો થતાં ધર્મની માનેલી બહેને પૈસાની ઉઘરાણી કરતા તેણે ચેક આપતાં જે ચેક બેંકમાં જમા કરાવતા પુરતું ભંડોળ ન હોવાથી ચેક રિટર્ન થયો હતો. જેને લઈ ચાણસ્મા કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ્સ એક્ટની કલમ હેઠળ ફરીયાદ દાખલ કરાવતાં કેસ ચાલી જતાં કોર્ટે ફરીયાદી તરફેના વકીલ જે.વી. ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મહમંદ ઈલીયાશ ઉર્ફે અનિલ અબ્બાસભાઈ મન્સુરીને એક વર્ષની સજા અને વધારાનું દસ ટકા વળતર મળીને કુલ રૂ.5.50 લાખ ચૂકવવા માટે આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward