android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: પાટણ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ અટકાયત કરી
calendar_today May 14, 2026

Patan: પાટણ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ અટકાયત કરી

પાટણ જિલ્લામાં ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો સામે પોલીસે લાલઆંખ કરી છે અને તેમને કાયદાનું ભાન કરાવવા માટે પાસા હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જેમાં હારીજનાં એક શખ્સ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 22 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાથી તેની વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપતા તેની પાસા દરખાસ્ત મંજૂર કરી અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો હુકમ કરતા LCB પોલીસે શખ્સની અટકાયત કરી શંખેશ્વર પોલીસને સોંપતાં અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયીની સુચનાથી જિલ્લામાં ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કે વેચાણ તથા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે સૂચના આપતા પાટણ જિલ્લામાં વિદેશી દારૂની હીરાફેરીમાં સંડોવાયેલ હારીજના નરસિંહજી મેઘાજી ઠાકોરની વિરુદ્ધ પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગરના સુપરવિઝન હેઠળ પી.સી.સી સેલ પાટણ દ્વારા શખ્સના ગુનાહિત ઇતિહાસના આધારે તેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજુર કરીને મધ્યસ્થ જેલ અમરેલી ખાતે મોકલી આપવાનો હુકમ કરતા પાટણ LCB પોલીસે તેની ધરપકડ કરી શંખેશ્વર પોલીસને સોંપતાં શખ્સને અમરેલીની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 22 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોPatan Police, PASA Act, Liquor Trafficking, Criminal Arrested

Read Full Story arrow_forward
Patan: પાટણમાં પાલીકા દ્વારા મોતિશા દરવાજા નજીક ગેરકાયદે મુકેલું કેબિન હટાવાયું
calendar_today May 14, 2026

Patan: પાટણમાં પાલીકા દ્વારા મોતિશા દરવાજા નજીક ગેરકાયદે મુકેલું કેબિન હટાવાયું

પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં ફરી વખત ગેરકાયદે દબાણો દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં દબાણકર્તાઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. બુધવારે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મોતિશા દરવાજા વિસ્તારમાં એક ગેરકાયદે મુકેલા કેબિન સહિત જીમખાના નજીકના વિસ્તારમાં પણ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. પાલીકા તંત્રની દબાણ દુર કરવાની પ્રક્રિયા દરમિયાન ચીફ્ ઓફ્સિર સહિત પાલીકાના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા. પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર હિરલબેન ઠાકર સહિતના કર્મચારીઓ દ્વારા બુધવારે જેસીબી મશીન સાથે શહેરના મોતિશા દરવાજા વિસ્તારમાં ભાજપ સાથે તાજેતરમાં પાલીકાની ચુંટણી દરમિયાન છેડો ફડી કોંગ્રેસમાંથી નગરસેવક બનેલા દિનેશ પટણીનું છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે મુકેલું કેબિન હટાવવા પહોંચ્યા હતા. જ્યાં દબાણ દુર કરાયાં બાદ હવે આગામી દિવસોમાં રાધનપુર તથા હારીજ તરફ્ની એસટી બસો જીમખાના વિસ્તારમાંથી પસાર થવાની હોવાથી કોઈ ટ્રાફ્કિની સમસ્યા ન સર્જાય તે માટે ત્યાં આગળ સાફ્સફઈ કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: નાગવાસણ ગામે ઘરફેડ ચોરી કરનાર મકાન બનાવતો કારીગર જ નિકળ્યો
calendar_today May 14, 2026

Patan: નાગવાસણ ગામે ઘરફેડ ચોરી કરનાર મકાન બનાવતો કારીગર જ નિકળ્યો

સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે રહેતા જસવંતભાઈ હરિભાઈ બારોટનું નવું મકાન બનતું હોવાથી તેઓ બાજુમાં ભાડાનું મકાન રાખીને રહેતા હતા અને રાત્રી દરમિયાન તેઓ નવા મકાનના સામે બહાર સૂતા હતા અને વહેલી સવારે તેઓ ઊઠીને પોતાના ભાડાના મકાનમાં જતા મકાનની પાછળના ભાગે સિમેન્ટની જાળી તૂટેલી હાલતમાં જોવા મળતા ચોરી થયો એનો અંદાજ આવી જતા ઘરમાં તપાસ કરતા અંદર રહેલી લોખંડની પેટીનો નકુચો તૂટેલો હોવાથી અંદર તપાસ કરતા રૂ. 25 હજારની કિંમતની સોનાની વીંટી અને રૂ.20 હજારની કિંમતની પગની શેરો કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયા હોવાની ફ્રિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તેવામાં પોલીસે ફરીયાદીના નવા બની રહેલા મકાનના કારીગરોની પૂછપરછ કરી શંકાના આધારે એક કારીગરની અટકાયત કરી હતી તેની વધુ પૂછપરછ દરમિયાન તેણે ચોરીની કબુલાત કરતા પોલીસે ચોરી કરનાર રાજસ્થાનના સોમા રામા રાવજી ભગોરા નામના કારીગરને ઝડપી લીધો હતો અને તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું સિદ્ધપુર પીઆઈ એમ.કે. ઝાલાએ જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward