android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: બનાસકાંઠામાં ગરમીનો પારો ઉંચકાતા જનજીવન પર અસર
calendar_today May 14, 2026

Palanpur: બનાસકાંઠામાં ગરમીનો પારો ઉંચકાતા જનજીવન પર અસર

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને ગરમીના પ્રકોપને કારણે જનજીવન પર તેની અસર પડી છે.પશુ-પંખીઓ પણ ગરમીના કારણે આકુળ વ્યાકુળ થતા નજરે પડે છે અને પક્ષીઓ ગરમીના કારણે હવામાંથી સીધા જ નીચે પટકાય છે આવી સ્થિતિ વચ્ચે માનવ જીવન પર તેની અસર જોવા મળી રહી છે. હિટ સ્ટ્રોકના કારણે માથું દુખવું, ચક્કર આવવા, ગભરામણ થવી, ઉલ્ટી અને ઝાડાની બીમારી વધતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીનો ધસારો વધ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં ગરમીના પ્રકોપના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. બપોરના સુમારે રસ્તાઓ સુમસામ જોવા મળે છે અને ઠંડા પીણા અને પાણીની માંગ વધી છે. સાથે સાથે એ.સી. અને એર કુલર જેવા ઉપકરણોનું પણ વેચાણ વધ્યું છે.તો બીજી તરફ વીજ પુરવઠો ક્યાંક ખોરવાઈ જતો હોવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન પુરવઠો ખોરવાઈ જતો હોવાની પણ બુમરાણ ઉઠી છે. આમ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને બપોરના બહાર નીકળતા લોકો હિટ સ્ટ્રોકના કારણે બીમાર થઈ જતા તેમને હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે.તેના કારણે ખાનગી દવાખાનાઓમાં પણ હિટસ્ટ્રોકના દર્દીનો વધારો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ હિટસ્ટ્રોકના દર્દીઓનો વધારો થયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: રાહ તાલુકામાં ગૌચર અને ગામતળના દબાણો દૂર કરાયા
calendar_today May 14, 2026

Banaskantha: રાહ તાલુકામાં ગૌચર અને ગામતળના દબાણો દૂર કરાયા

રાહ તાલુકામાં ગૌચર અને ગામતળ જમીન પર થયેલા દબાણો દૂર કરવા આજે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને તલાટી દ્વારા અગાઉ દબાણકારોને નોટિસ આપી જાણ કરવામાં આવી હતી. નોટિસ છતાં દબાણ દૂર ન થતા આજે JCB મશીનોની મદદથી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગૌચર જમીન પરના દબાણોને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી હતી.આ કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે તમામ સરકારી કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા.વહીવટી તંત્ર દ્વારા આગામી ત્રણ દિવસમાં તમામ દબાણો સંપૂર્ણપણે દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: મોટી ઘરનાળ ગામે ખેડૂતે પાંચ વીઘામાં ઉભો બાજરીનો પાક ગાયોને ચરવા અર્પણ કર્યો
calendar_today May 14, 2026

Banaskantha: મોટી ઘરનાળ ગામે ખેડૂતે પાંચ વીઘામાં ઉભો બાજરીનો પાક ગાયોને ચરવા અર્પણ કર્યો

ભીલડી : ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે ગૌસેવા અને માનવતાનું એક અજોડ ઉદાહરણ જોવા મળ્યું છે. આજના ભૌતિકવાદી અને મોંઘવારીના યુગમાં, જ્યાં માણસ પોતાના આર્થિક લાભનો વિચાર કરતો હોય છે,ત્યાં મોટી ઘરનાળના ખેડૂતે ગૌસેવા માટે પાંચ વીઘા તૈયાર બાજરીનો પાક અર્પણ કરી અનોખો રાહ ચીંધ્યો છે. અત્યારે કાળઝાળ ઉનાળાની ગરમી પડી રહી છે, જેના કારણે સીમમાં ઘાસચારો સુકાઈ ગયો છે.અબોલ જીવો અને રખડતી દેશી ગાયો માટે આ ઋતુમાં પેટનો ખાડો પૂરવો મુશ્કેલ બન્યો છે. ગાયોને ચારા માટે અહીં-તહીં ભટકતી જોઈ ખેડૂત પુનાભાઈ રાજગોરનું હૃદય દ્રવી ઉઠયું હતું. તેમણે જરા પણ વિલંબ કર્યા વિના પોતાના ખેતરમાં લહેરાતી અને તૈયાર ડોડામાં આવેલી અંદાજે પાંચ વીઘા દેશી બાજરી ગાયો માટે ખુલ્લી મૂકી દીધી હતી. ખેતરમાં ઉભો પાક હોવાથી અંદાજે ત્રણ દિવસ સુધી અનેક ગાયોને ક્યાંય પણ ભટક્યા વગર એક જ સ્થળેથી પૌષ્ટિક ચારો મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward