android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ટ્રકમાં લઈ જવાતો રૂા.3.08 લાખનો દારૂ ઝડપાયો
calendar_today May 14, 2026

ટ્રકમાં લઈ જવાતો રૂા.3.08 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વડુ પોલીસે પાદરા તાલુકાની મુવાલ ચોકડી પાસેથી આઈશર ટ્રકમાં આરસના પથ્થરની આડમાં લઈ જવાતો રૂા.3.08 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ વડુ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.પી.ગઢવીએ પોલીસ સ્ટાફ્ની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી. તે દરમિયાન યોગેશભાઈ ને અંગત બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની આઈશર ટ્રકમાં વિદેશી દારૂ ભરેલો છે અને ટ્રક વડોદરાથી મુવાલ તરફ્ જવાની છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફ્ સાથે પાદરા-જંબુસર હાઈવે પર મુવાલ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે બેરિકેટ તોડી ટ્રક ભગાડી મૂકી હતી. જેથી પોલીસે ટ્રકનો પીછો કરી ગવાસદ ગામ નજીક ઝાયડેક્ષ કંપની પાસે ટ્રક અટકાવી હતી. અને ટ્રકમાં તપાસ કરતા આરસ પથ્થરના વેસ્ટ ભુકાની થેલીઓ નીચે છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી દારૂ અને બિયરના ટીન મળી કુલ રૂા.3,08,052નો દારૂ કબજે કર્યો હતો. ઉપરાંત આરોપી પાસેથી રૂ.750 રોકડા, રૂ.10 હજારનો મોબાઈલ, રૂ.7 લાખની ટ્રક તથા રૂ.20 હજારની આરસ પથ્થરના વેસ્ટ ભરેલી 200 પ્લાસ્ટિક થેલીઓ મળી કુલ રૂ.10,38,802નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક ચુનીલાલ ડાલુજી ચૌહાણ અને પાદરાના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: સમીના બાસ્પા ગામે ભંગારના વાડામાં આગ ભભૂકી
calendar_today May 14, 2026

Patan: સમીના બાસ્પા ગામે ભંગારના વાડામાં આગ ભભૂકી

સમી : સમી તાલુકામાં અવારનવાર આગ ભભૂકી ઉઠવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત આગની ઘટના બનવા પામી હતી. જેમાં બાસ્પા ગામે ભંગારના ગોડાઉનમાં અચાનક ગેસ વેલ્ડિગ કરતાં સમયે આગ ભભૂકી ઉઠતા બાજૂમાં પડેલ પ્લાસ્ટિકના ઢગને જ્વાળાઓની લપેટમાં લેતાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગના ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળતાં લોકો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ ભંગારના ગોડાઉનના માલિકને નુકસાન પહોંચ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: પાલનપુરના ઐતિહાસિક વારસાની અવદશા : પાલિકાની ઘોર બેદરકારી
calendar_today May 14, 2026

Palanpur: પાલનપુરના ઐતિહાસિક વારસાની અવદશા : પાલિકાની ઘોર બેદરકારી

નવાબોના શહરે તરીકે જાણીતું પાલનપુર તેના સાત ઐતિહાસિક દરવાજાઓ માટે પ્રખ્યાત હતું. પરંતુ હાલમાં નગરપાલિકાના શાસકો અને વહીવટદારોની રહેમનજર હેઠળ આ ઐતિહાસિક વારસો ગંદકી અને જર્જરીત હાલતમાં દટાઈ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને શહેરની શાન ગણાતા મીરા ગેટની હાલત એટલી હદે ખરાબ છે કે નગરપાલિકાને કદાચ આ વારસો માત્ર કાગળ પર જ રાખવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે.જાગૃત નાગરિક જમાદાર ફરાખાન એન. દ્વારા ચીફ ઓફિસરને પાઠવવામાં આવેલી અરજીમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. મીરા ગેટ જેવા ઐતિહાસિક સ્થળે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે અને વર્ષોથી રંગરોગાન ન થયાને કારણે દીવાલો પણ જર્જરીત થઈને નગરપાલિકાના વિકાસના દાવાઓની મજાર ઉડાવી રહી છે. સ્થાનિકો દ્વારા અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં પાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ કોઈ પણ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. પાલનપુરની ઓળખ સમાન આ દરવાજો જ્યારે વિનાશના આરે છે ત્યારે વહીવટદારો દ્વારા કરવામાં આવતી આનાકાની અનેક સવાલો ઉભા કરે છે. એક તરફ સરકાર પર્યટન અને વારસાના જતનની વાતો કરે છે ત્યારે પાલનપુર નગરપાલિકા મીરા ગેટની તાત્કાલિક સાફ-સફાઈ, લાઈટીંગ અને રીનોવેશન કરવામાં કેમ પાછી પાની કરી રહી છે તે સમજાતું નથી. ઐતિહાસિક વારસો નષ્ટ ન થાય તે માટે આ મામલે પુરાતત્વ વિભાગ ગાંધીનગર અને કલેકટર કચેરી સુધી રજૂઆત કરાતા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે શું નગરપાલિકા મીરા ગેટનું મુળ સૌંદર્ય જાળવવા કોઈ પગલાં લેશે કે પછી ઐતિહાસિક ધરોહરને ધુળ ખાતી મુકી રાખશે ? ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward