android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ડભોઈ શહેરના બજારોમાં અથાણામાં ઉપયોગમાં લેવાતી કેરીની ધૂમ આવક
calendar_today May 14, 2026

ડભોઈ શહેરના બજારોમાં અથાણામાં ઉપયોગમાં લેવાતી કેરીની ધૂમ આવક

ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગૃહિણીઓ આખા વર્ષના ભાણાનું ભાથું એવા અથાણાં બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. મુખ્ય બજારોમાં અથાણાં માટેની ખાસ ગણાતી, રાજાપુરી અને વનરાજ કેરીનું આગમન થતાં બજારમાં કેરીના ઢગલા જોવા મળી રહ્યા છે.અથાણાં બનાવવા માટે ગૃહિણીઓની પ્રથમ પસંદગી રાજાપુરી અને વનરાજ કેરી હોય છે. વેપારીઓના જણાવ્યા મુજબર રાજાપુરી અને વનરાજઃ આ કેરીઓ કદમાં મોટી અને દળદાર હોવાથી ગળ્યું અથાણું (છૂંદો કે મુરબ્બો) બનાવવા માટે શ્રોષ્ઠ માનવામાં આવે છે દેશી અને તોતાપુરીઃ ખાટું અથાણું બનાવવા માટે જેમને વધુ ખટાશની જરૂર હોય તેઓ દેશી કેરીની માંગ કરી રહ્યા છે. ડભોઇ ટાવર રોડ પરના જથ્થાબંધ અને છૂટક વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલ બજારમાં ભાવ નીચે મુજબ જોવા મળી રહ્યા છે. માત્ર કેરી જ નહીં, પણ તેની સાથે અથાણાંમાં વપરાતા અન્ય મસાલા અને પૂરક વસ્તુઓની બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. કેરીની સાથે ગુંદાના અથાણાંનો પણ ભારે ક્રેઝ હોવાથી બજારમાં ગુંદાની માંગ વધી છે. અથાણાં માટેના સ્પેશિયલ રાઈના કુરિયા, મેથીના કુરિયા અને લાલ મરચાંના વેચાણમાં ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે અખાત્રીજ પછી અથાણાંની સીઝન જામતી હોય છે, પરંતુ આ વર્ષે ડભોઇના બજારોમાં અત્યારથી જ ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ડભોઇ પંથકમાં આગ ઓકતી ગરમી તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો
calendar_today May 14, 2026

ડભોઇ પંથકમાં આગ ઓકતી ગરમી તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો

સમગ્ર રાજ્યની સાથે ડભોઈ શહેર અને તાલુકામાં પણ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. અંગ દઝાડતી ગરમી અને લૂના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે બપોરના સમયે રસ્તાઓ પર જાણે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ડભોઈમાં હાલ તાપમાન 44 ડિગ્રીને પાર જોવા મળે છે. અસહ્ય બફરા અને ગરમીને કારણે જનજીવન ખોરવાયું છે. સવારના 12 વાગ્યા પછી શહેરના મુખ્ય માર્ગો, ગલીઓ અને બજારોમાં સન્નાટો પ્રસરી જાય છે. લોકોએ કામ વગર બહાર નીકળવાનું બંધ કરી દેતા રસ્તાઓ પર સેલ્ફ્-લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. આરોગ્ય વિભાગની વિશેષ સલાહ કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના (હીટ સ્ટ્રોક) કિસ્સાઓ ન વધે તે માટે ડોક્ટરો દ્વારા ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લૂ થી બચવા માટે લીંબુ શરબત, શેરડીનો રસ, છાશ અને પુષ્કળ પાણી પીવું. ગરમીમાં રાહત મેળવવા માટે કેરીનું બાફ્લું (ફ્રણું) પીવાની પણ સલાહ અપાઈ છે. બપોરના 12 થી 5 ના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવું. ઇલેક્ટ્રોનિક સાધનોનો સહારો લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહીને એસી, કુલર અને પંખાનો આશરો લઈ રહ્યા છે. પશુ-પંખીઓ પણ ગરમીથી બેહાલ જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા અને ગરમીથી બચવાના તમામ ઉપાયો કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં જો તાપમાન હજુ પણ વધશે, તો સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ વધી શકે તેવી શક્યતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નસવાડી તાલુકામાં 312થી વધુ શિક્ષકો રાષ્ટ્રીય કાર્યમાં જોડાશે
calendar_today May 14, 2026

નસવાડી તાલુકામાં 312થી વધુ શિક્ષકો રાષ્ટ્રીય કાર્યમાં જોડાશે

દેશના સૌથી મહત્વપૂર્ણ વહીવટી અને વિકાસલક્ષી કાર્યોમાંની એક એવી વસ્તી ગણતરીની કામગીરી હવે નસવાડી તાલુકામાં ગતિ પકડવા જઈ રહી છે. આ મહત્ત્વના અભિયાનને સફ્ળ બનાવવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. તેના ભાગરૂપે તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે વિશેષ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 312થી વધુ શિક્ષક કર્મચારીઓ ભાગ લેશે.નસવાડી મામલતદારના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ યોજાનારી આ તાલીમમાં શિક્ષકોને વસ્તી ગણતરી સંબંધિત દરેક કામગીરી અંગે ઝીણવટભરી સમજ આપવામાં આવશે. તાલીમનો સમય વહેલી સવારથી રાખવામાં આવ્યો છે, જેથી ઉનાળાની ગરમી પહેલાં તાલીમ પૂર્ણ કરી શકાય અને શિક્ષકોને અનુકૂળતા રહે. નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ સુરેશભાઈ પંચોલીના જણાવ્યા મુજબ તાલીમને ત્રણ અલગ-અલગ બેચમાં વહેંચવામાં આવી છેઃ પ્રથમ બેચઃ 13થી 15 બીજી બેચઃ 16 થી 18 અને 19/05/2026 અને ત્રીજી બેચઃ 20/05/2026 થી 22/05/2026 આ તમામ બેચમાં તાલુકાના શિક્ષકોને વસ્તી ગણતરીની પ્રક્રિયા, ફેર્મ ભરવાની પદ્ધતિ, ડિજિટલ ડેટા એન્ટ્રી અને કામગીરી દરમિયાન રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward