android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Oil Crisis વચ્ચે મિત્ર દેશ આવ્યો પડખે, કહ્યું 'ભારતમાં ઊર્જા સપ્લાય ઓછી નહીં થવા દઈએ'
calendar_today May 13, 2026

Oil Crisis વચ્ચે મિત્ર દેશ આવ્યો પડખે, કહ્યું 'ભારતમાં ઊર્જા સપ્લાય ઓછી નહીં થવા દઈએ'

દેશમાં ઈંધણ સંકટની ચર્ચાઓ વચ્ચે ભારતને તેના મિત્ર દેશ રશિયાની તરફથી મજબૂત આશ્વાસન મળ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું છે કે ઊર્જા પુરવઠા સંબંધિત તમામ સમજૂતીઓ દરેક પરિસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવશે અને ભારતના હિતોને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.બંને દેશોની મિત્રતા ખાસ પ્રકારની દિલ્હી મુલાકાત દરમિયાન લાવરોવે ભારત-રશિયા સંબંધોને અત્યંત મજબૂત ગણાવ્યા અને કહ્યું કે બંને દેશોની મિત્રતા ખાસ પ્રકારની છે. તેમના જણાવ્યા મુજબ, એવી કોઈ પરિસ્થિતિ નથી જેમાં બંને દેશોના માર્ગ અલગ થઈ શકે. તેમણે ઉમેર્યું કે રશિયા ભારત પ્રત્યેની પોતાની ઊર્જા પુરવઠાની જવાબદારીઓ હંમેશા નિભાવે છે. રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયા ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઈડ્રોકાર્બનનો સતત પુરવઠો આપે છે અને ભવિષ્યમાં આ સહયોગ વધુ મજબૂત બનશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હું ખાતરી આપી શકું છું કે રશિયાથી થતી સપ્લાયમાં ભારતના હિતોને કોઈ નુકસાન નહીં થાય.” તેમણે તમિલનાડુમાં રશિયાની ટેક્નિકલ મદદથી બની રહેલા કુડનકુલમ પરમાણુ ઊર્જા પ્લાન્ટને બંને દેશોના સહકારનું મહત્વપૂર્ણ ઉદાહરણ ગણાવ્યું. લાવરોવે કહ્યું કે આ પ્રોજેક્ટ ભારતની ઊર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો પૂરો કરે છે અને તેની નવી યુનિટ્સના નિર્માણ પર કામ ચાલુ છે. ફેબ્રુઆરી 2016થી તેની પ્રથમ યુનિટ 1000 મેગાવોટ ક્ષમતા પર સતત કાર્યરત છે અને 2027 સુધીમાં સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય શરૂ થવાની શક્યતા છે. ભારત-રશિયા સંબંધો માત્ર રાજકીય નારા નહીં, પરંતુ સંસ્કૃતિનો ભાગ લાવરોવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી અને તેમને દુનિયાના સૌથી ઊર્જાવાન નેતાઓમાંના એક ગણાવ્યા. તેમણે કહ્યું કે મોદી ભારતની અર્થવ્યવસ્થા, રક્ષા, સંસ્કૃતિ અને સાવરણીક ઓળખને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત-રશિયા સંબંધો માત્ર રાજકીય નારા નહીં, પરંતુ સંસ્કૃતિનો ભાગ બની ગયા છે. ભારતીય સિનેમા અને રાજ કપૂર જેવી પરંપરાઓ રશિયામાં ખૂબ લોકપ્રિય છે. બંને દેશો વચ્ચેનો વિશ્વાસ એટલો ઊંડો છે કે સંબંધો તૂટવાની કલ્પના પણ શક્ય નથી. ભારત પ્રવાસ દરમિયાન લાવરોવ પોતાના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે મુલાકાત કરશે અને BRICS વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે, જેમાં મધ્યપૂર્વની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે.આ પણ વાંચો : Pakistan સાથેના તણાવ વચ્ચે Talibanની ભારત સાથે વધી નિકટતા, જાણો વ્યવસ્યા ક્ષેત્રે શુ કરાયા કરાર?

Read Full Story arrow_forward
Petrol-Diesel થશે મોંઘુ! RBI ગર્વનરે આપ્યા મોટા સંકેત
calendar_today May 13, 2026

Petrol-Diesel થશે મોંઘુ! RBI ગર્વનરે આપ્યા મોટા સંકેત

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા અંગે ચર્ચા વચ્ચે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ લાંબા સમય સુધી ચાલુ રહે તો ભારતમાં ઇંધણના ભાવમાં વધારો થવો અણિવાર્ય બની શકે છે.રિટેલ ઇંધણના ભાવ સ્થિર રાખવા મુશ્કેલ આ પહેલા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હર્દીપ સિંહ પુરીએ પણ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણ બજાર પર દબાણ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવે RBI ગવર્નરના નિવેદન બાદ લોકોમાં મોંઘવારી વધવાની ચિંતા વધુ વધી ગઈ છે. સંજય મલ્હોત્રાએ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્વિસ નેશનલ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા આયોજિત એક સમિટ દરમિયાન જણાવ્યું કે જો મધ્ય પૂર્વનો સંકટ વધુ લાંબો ચાલે તો સરકાર અને ઓઈલ કંપનીઓ માટે રિટેલ ઇંધણના ભાવ સ્થિર રાખવા મુશ્કેલ બની શકે છે. તેમણે ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટના સંભવિત બંધ થવાથી સપ્લાય ચેઇન પર પડતા ગંભીર અસરની પણ વાત કરી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન વિશ્વનો મોટો ભાગ કાચા તેલના પરિવહન માટે આ માર્ગ પર નિર્ભર છે, તેથી અહીં કોઈપણ અવરોધ વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં તેજી લાવી શકે છે. ભારત પોતાની મોટાભાગની તેલ જરૂરિયાત આયાતથી પૂરી કરે છે, તેથી ક્રૂડ ઓઈલના ભાવ વધતા પરિવહન અને ઉત્પાદન ખર્ચ પણ વધી જાય છે, જેના કારણે મોંઘવારી પર દબાણ વધે છે. હાલમાં સરકાર અને સરકારી ઓઇલ કંપનીઓ વધતા ખર્ચનો મોટો ભાગ સહન કરી રહી છે. એક્સાઈઝ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. છતાં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે, તેમને દરરોજ હજારો કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ વધશે તો ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ગ્રાહકો પર સીધો અસર કરી શકે છે.  આ પણ વાંચો : Oil Crisis વચ્ચે મિત્ર દેશ આવ્યો પડખે, કહ્યું 'ભારતમાં ઊર્જા સપ્લાય ઓછી નહીં થવા દઈએ'

Read Full Story arrow_forward
Supreme Courtએ કહ્યું 'માતૃભાષામાં શિક્ષણ બાળકોનો મૌલિક અધિકાર'
calendar_today May 13, 2026

Supreme Courtએ કહ્યું 'માતૃભાષામાં શિક્ષણ બાળકોનો મૌલિક અધિકાર'

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદામાં કહ્યું છે કે બાળકને તેની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ 19(1)(a) હેઠળ બાળકોને તેમની પસંદગીની ભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર સુરક્ષિત છે.કોઈપણ બાળકનો માતૃભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર અટકાવી શકાય નહીં આ કેસ “પદમ મહેતા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય”માં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો. કોર્ટે જણાવ્યું કે માતૃભાષામાં શિક્ષણ બાળકની સમજશક્તિ, ગૌરવ અને શિક્ષણમાં ભાગીદારી સાથે સીધો સંબંધ ધરાવે છે. કોર્ટે ટિપ્પણી કરી કે રાજ્યની બેદરકારી કે નિષ્ક્રિયતા કારણે કોઈપણ બાળકનો માતૃભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર અટકાવી શકાય નહીં. 30 સપ્ટેમ્બર 2026 સુધી આ નિર્દેશોનું પાલન કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નિર્દેશ આપ્યો છે કે તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અનુરૂપ રાજસ્થાની ભાષાને સ્થાનિક/પ્રાદેશિક ભાષા તરીકે માન્યતા આપે અને તેને તબક્કાવાર રીતે પ્રાથમિક, આધારભૂત અને આગળના શિક્ષણ સ્તરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષણના માધ્યમ તરીકે લાગુ કરવાની નીતિ બનાવે. સાથે જ તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રાજસ્થાની ભાષાને વિષય તરીકે સામેલ કરવા માટે સમયબદ્ધ પગલાં લેવા કહેવામાં આવ્યું છે. કોર્ટે રાજ્ય સરકારને 30 સપ્ટેમ્બર 2026 સુધી આ નિર્દેશોનું પાલન રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદો તે યાચિકાકર્તાઓના હિતમાં આવ્યો છે જેમણે રાજસ્થાની ભાષાને શિક્ષણમાં સામેલ કરવાની માગ કરી હતી. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય સમગ્ર દેશમાં માતૃભાષા આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપશે અને બાળકોની સમજ તથા શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવશે. આ પણ વાંચો : Petrol-Diesel થશે મોંઘુ! RBI ગર્વનરે આપ્યા મોટા સંકેત

Read Full Story arrow_forward