android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News: ખંભાતમાં ગવારા ટાવર પાસે પાલિકાની દબાણ હટાવો ઝુંબેશમાં ઘર્ષણ, વેપારીઓ અને ટીમ વચ્ચે ઝપાઝપી થતા તણાવ
calendar_today May 13, 2026

Anand News: ખંભાતમાં ગવારા ટાવર પાસે પાલિકાની દબાણ હટાવો ઝુંબેશમાં ઘર્ષણ, વેપારીઓ અને ટીમ વચ્ચે ઝપાઝપી થતા તણાવ

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને જાહેર માર્ગો ખુલ્લા કરવા માટે નગરપાલિકા દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખંભાતના મુખ્ય એવા ગવારા ટાવર અને તીન બત્તી વિસ્તારમાં પાલિકાની ટીમે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા ભારે હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન દબાણકારો અને પાલિકાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.તીન બત્તી રોડ પરથી લારી-પાથરણા હટાવાયા ખંભાત નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગવારા ટાવરથી તીન બત્તી રોડ પર પહોંચી હતી. અહીં ફૂટપાથ અને જાહેર રોડ પર દબાણ કરીને ઉભા રહેતા લારી-પાથરણાવાળાઓ તેમજ દુકાનની બહાર માલ સામાન રાખતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાએ રસ્તામાં અવરોધરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું. દબાણકારોની પાલિકાની ટીમ સાથે હાથચાલાકી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન તીન બત્તી પાસે સ્થિતિ વણસી હતી. સ્થાનિક દબાણકારો અને વેપારીઓએ પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો. જોતજોતામાં મામલો ગરમાયો હતો અને દબાણકારોએ પાલિકાના કર્મચારીઓ સાથે હાથચાલાકી અને ઝપાઝપી કરી હતી. જેને પગલે થોડીવાર માટે વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ખંભાત નગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના મુખ્ય માર્ગો પર ફૂટપાથ પરના દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી, જેના નિરાકરણ માટે આ કાર્યવાહી જરૂરી હતી. વિરોધ છતાં પાલિકાએ મક્કમ રહીને દબાણો દૂર કર્યા હતા. આ પણ વાંચો - Anand News: પેટલાદના મલાવ તળાવ પાસે બેંકની ગાડી સહિત ત્રણ વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત

Read Full Story arrow_forward
Amul દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રુપિયાનો વધારો, જાણો કાલ સવારથી અમૂલ ગોલ્ડ, તાજા અને શક્તિના નવા ભાવ
calendar_today May 13, 2026

Amul દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રુપિયાનો વધારો, જાણો કાલ સવારથી અમૂલ ગોલ્ડ, તાજા અને શક્તિના નવા ભાવ

મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. ડેરી ઉદ્યોગની દિગ્ગજ કંપની 'અમૂલ' (Amul) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પેકેજીંગ મટીરીયલ અને દૂધની ખરીદ કિંમતમાં થયેલા વધારાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ નવા ભાવ આવતીકાલ સવારથી જ અમલી બનશે, જેના કારણે હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે અને ચાનો ઘૂંટડો પણ કડવો બનશે.જાણો કયા દૂધમાં કેટલો વધારો થયો?અમૂલના વિવિધ બ્રાન્ડના દૂધના 500 મિલી અને 1 લિટરના પેકેટ પર ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે:અમૂલ બફેલો: 500 મિલીના ₹37ને બદલે હવે ₹39 ચૂકવવા પડશે.અમૂલ ગોલ્ડ: 500 મિલીનો ભાવ ₹34થી વધીને ₹35 થયો છે, જ્યારે 1 લિટરનો ભાવ ₹67થી વધી ₹69 થયો છે.અમૂલ શક્તિ: 500 મિલીના ભાવમાં ₹1નો વધારો થતા નવો ભાવ ₹32 થયો છે.અમૂલ તાજા: 500 મિલીના ₹28ના બદલે ₹29 અને 1 લિટરના ₹55ને બદલે ₹57 ચૂકવવા પડશે.અમૂલ ટી સ્પેશિયલ: 500 મિલીનો ભાવ ₹32થી વધી ₹33 અને 1 લિટરનો ભાવ ₹63થી વધીને ₹66 થયો છે. ઓપરેશનલ કોસ્ટમાં વધારો અમૂલ દ્વારા કરવામાં આવેલા આ ભાવ વધારાની સીધી અસર હોટલ-રેસ્ટોરન્ટ અને સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો પર પડશે. ઉલ્લેખનીય છે કે ઓપરેશનલ કોસ્ટમાં વધારો થવાના કારણે સહકારી ડેરીએ ભાવ વધારવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે.આ પણ વાંચો----     Gandhinagar : પોલીસ હવે આરોપીઓને મુર્ગો નહીં બનાવી શકે, જાહેરમાં સરઘસ કાઢવા, કાન પકડાવવા કે ઉઠક-બેઠક કરાવવા પર લાગી રોક

Read Full Story arrow_forward
Kutch News: કંડલા પોર્ટની જેટી પર કાળમુખી દુર્ઘટના, લાકડાના જહાજમાં ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત
calendar_today May 13, 2026

Kutch News: કંડલા પોર્ટની જેટી પર કાળમુખી દુર્ઘટના, લાકડાના જહાજમાં ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

ગુજરાતના દરિયાકાંઠે આવેલા દેશના મહત્વના કંડલા પોર્ટ (દીનદયાલ પોર્ટ) પરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર કામ કરી રહેલા ત્રણ શ્રમિકોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ફફડાટ મચી ગયો છે. પ્રાથમિક અહેવાલ મુજબ, જહાજમાં રાખવામાં આવેલા લાકડામાં વપરાતા કેમિકલની ઝેરી અસરને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે.લાકડા ભરેલા જહાજમાં બની ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, જેટી નંબર 13 પર લાકડા (Timber) ભરેલું એક જહાજ લાંગરવામાં આવ્યું હતું. આ જહાજમાં માલ ખાલી કરવાની કે, અન્ય કામગીરી દરમિયાન ત્રણ મજૂરો અચાનક બેભાન થઈ ગયા હતા. લાકડાને જંતુમુક્ત રાખવા માટે વપરાતા ઉગ્ર ઝેરી કેમિકલ અથવા ગેસની અસરને કારણે આ ત્રણેય શ્રમિકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા તપાસના આદેશ ઘટનાની જાણ થતા જ પોર્ટના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પોર્ટ પર સુરક્ષા અને સલામતીના સાધનો મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં કંડલા પોર્ટ પ્રશંસાશન અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. એફએસએલ (FSL) ની મદદ લઈને જહાજમાં કયા પ્રકારનું ઝેરી કેમિકલ હતું અને મજૂરો પાસે પૂરતા સેફ્ટી ગિયર્સ હતા કે, નહીં તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો - Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ

Read Full Story arrow_forward