android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modi Cabinet Decision : 20,667 કરોડના અમદાવાદ-ધોલેરા રેલ પ્રોજેક્ટ સહિત આ યોજનાઓને કેબિનેટમાં મળી લીલીઝંડી
calendar_today May 13, 2026

Modi Cabinet Decision : 20,667 કરોડના અમદાવાદ-ધોલેરા રેલ પ્રોજેક્ટ સહિત આ યોજનાઓને કેબિનેટમાં મળી લીલીઝંડી

કેન્દ્રની મોદી કેબિનેટે અમદાવાદ-ધોલેરા વચ્ચેના મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટને મંજૂરી આપતાં ગુજરાતના વિકાસને વધુ એક મોટું બળ મળ્યું છે. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ને દેશના અગ્રણી ઔદ્યોગિક અને ટેક્નોલોજી હબ તરીકે વિકસાવવાના પ્રયાસોને આ પ્રોજેક્ટથી વધુ વેગ મળશે. કેન્દ્ર સરકારે આ સેમી-હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 20,667 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. 134 કિલોમીટર લાંબી નવી ડબલ રેલ લાઈન તૈયાર કરાશે આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદથી ધોલેરા વચ્ચે 134 કિલોમીટર લાંબી નવી ડબલ રેલ લાઇન તૈયાર કરવામાં આવશે. રેલવે લાઇન સેમી-હાઈ-સ્પીડ ટેક્નોલોજી આધારિત હશે, જેના કારણે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને માલ પરિવહન પણ ઝડપી બનશે. પ્રોજેક્ટને 2030-31 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. દેશનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ધોલેરા હાલમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી વિકસાવવામાં આવતું ભારતનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માનવામાં આવે છે. અહીં દેશનો પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની તૈયારી પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં આધુનિક રેલ કનેક્ટિવિટી ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગારી માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. આ રેલ પ્રોજેક્ટથી ધોલેરા SIR અને ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સીધી કનેક્ટિવિટી મળશે, જેના કારણે વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મોટો ફાયદો થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટથી આશરે 284 ગામોને સીધો લાભ મળશે. ખરીફ સીઝન 2026-27 માટે MSPને મંજૂરી કેન્દ્ર કેબિનેટે ખરીફ સીઝન 2026-27 માટે લઘુત્તમ આધારભૂત ભાવ (MSP) વધારવાની મંજૂરી આપી છે. સરકારે આ માટે કુલ ₹2.60 લાખ કરોડની જોગવાઈ કરી છે. સરકારનું કહેવું છે કે MSPમાં વધારો કરવાનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની પાકનો વધુ સારો ભાવ મળે અને ખેતી વધુ નફાકારક બને તે છે. આ નિર્ણયથી ધાન, દાળ અને તેલબિયાં જેવી ખરીફ પાકોની વાવણીને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોલ ગેસિફિકેશન યોજનાને લીલી ઝંડી કેબિનેટે કોલ ગેસિફિકેશન યોજનાને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત ₹37,500 કરોડ રહેશે. સરકારનો હેતુ કોલસાનો વધુ સારો અને સ્વચ્છ ઉપયોગ વધારવાનો છે. કોલ ગેસિફિકેશન ટેક્નોલોજી દ્વારા કોલસાને ગેસમાં ફેરવી તેને ઊર્જા અને રસાયણોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ પગલાથી આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે. નાગપુર ઈન્ટરનેશનલ એરપોર્ટનું થશે અપગ્રેડેશન કેબિનેટ બેઠકમાં નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશનને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારે આ માટે નીતિગત નિર્ણય લીધો છે. એરપોર્ટના વિસ્તરણ અને આધુનિક સુવિધાઓના વિકાસથી મુસાફરોને વધુ સારી સેવાઓ મળશે તેમજ નાગપુરને દેશના મહત્વપૂર્ણ એવિએશન હબ તરીકે વિકસાવવામાં મદદ મળશે. આ પણ વાંચો : Tamil Nadu Politics: ફ્લોર ટેસ્ટ બાદ થલાપતિનો યુ ટર્ન, જે જ્યોતિષને બનાવ્યા OSD, 1 દિવસ બાદ..

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાત પોલીસ માટે DGP ડો.K.L.N રાવનો કડક આદેશ, આરોપીઓનું જાહેરમાં સરઘસ નહીં કાઢી શકાય
calendar_today May 13, 2026

Gujarat Latest News Live : ગુજરાત પોલીસ માટે DGP ડો.K.L.N રાવનો કડક આદેશ, આરોપીઓનું જાહેરમાં સરઘસ નહીં કાઢી શકાય

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યમાં આગામી બે દિવસ હીટવેવની અસર રહેશે, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર
calendar_today May 13, 2026

Gujarat Weather News: રાજ્યમાં આગામી બે દિવસ હીટવેવની અસર રહેશે, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં ઉનાળો હવે આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ,આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદમાં તાપમાનનો પારો ઊંચકાઈને 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે હવામાન વિભાગે ગરમી અને ચોમાસાને લઈને આગાહી કરી છે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસે આગાહીને લઈને કહ્યું હતું કે, રાજ્યમાં આગામી બે દિવસ હીટવેવની અસર રહેશે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 41થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું હતું કે, આંદામાનમાં 16 મે સુધી વહેલું ચોમાસુ બેસી શકે છે. આંદામાન બાદ કેરળ તરફ ચોમાસુ આગળ વધશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત માટે સાનુકૂળ પરિસ્થિતિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરતમાં સિવિયર હીટવેવ નોંધાયો છે,જ્યારે સુરેન્દ્રનગર,કેશોદ,કંડલા એરપોર્ટ અને દીવમાં હીટવેવની અસર જોવા મળી છે.એક તરફ ગરમી દઝાડી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ચોમાસા અંગે પણ મહત્વની અપડેટ આપી છે.આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી,આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ પણ વાંચોઃ Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ

Read Full Story arrow_forward