Surat News: ઉધનામાં રોડ કિનારે ચા પીવા બેઠેલા યુવકને અજાણ્યા વાહને ઉડાવ્યો, 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
સુરત શહેરના ઉધના વિસ્તારમાં હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉધના રોડ નંબર 10 પર સવારના સમયે શાંતિથી ચા પીવા બેઠેલા 28 વર્ષીય યુવાનને કાળરૂપી વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે શ્રમજીવી પરિવાર પર આભ ફાટ્યું છે.ચા પીતા સમયે કાળ આંબી ગયો ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ રહેમતભાઈ (ઉંમર વર્ષ 28) સવારના સમયે ઉધના રોડ નંબર 10 પર રસ્તાના કિનારે બેસીને ચા પી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, રહેમતભાઈને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો ઘટના બાદ આસપાસના લોકોએ લોહીલુહાણ હાલતમાં રહેમતભાઈને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. રહેમતભાઈના અકાળે અવસાનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવાનના પરિવારમાં પત્ની, ત્રણ માસૂમ બાળકો, માતા-પિતા અને એક બહેન છે. પિતાની છત્રછાયા ગુમાવતા બાળકો નોંધારા બન્યા છે. ઉધના પોલીસે તપાસ તેજ કરી આ મામલે ઉધના પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી ટક્કર મારીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકની ઓળખ કરી તેને ઝડપી શકાય. આ પણ વાંચો - Surat News: PM મોદીની અપીલ બાદ વિદેશ પ્રવાસના બુકિંગ ઘટ્યાં, ડોમેસ્ટિક ઈન્કવાયરીમાં વધારો થયો
Read Full Story arrow_forward