android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, દુબઈથી આવેલો લાખોની કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત
calendar_today May 13, 2026

Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, દુબઈથી આવેલો લાખોની કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દાણચોરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. દુબઈથી અમદાવાદ આવેલી એમિરેટ્સની ફ્લાઈટના મુસાફરો પાસેથી લાખોની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગને મળેલી ચોક્કસ બાતમી અને એક્સ-રે ઈમેજિંગ દરમિયાન જોવા મળેલી શંકાસ્પદ વસ્તુઓને આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 1,13,200 વિદેશી સિગારેટની સ્ટીક્સ મળી આવી મળતી માહિતી મુજબ, કસ્ટમ્સ વિભાગે એરપોર્ટ પર ઉતરેલા મુસાફરોના સામાનની સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેગેજમાંથી કુલ 1,13,200 વિદેશી સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી, જે કુલ 566 બોક્સમાં પેક કરવામાં આવી હતી. આ જથ્થામાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે, જેમાં 'મોન્ડ' (Mond) બ્રાન્ડની 56,000 સ્ટીક્સ અને 'ગુડાંગ ગરમ' (Gudang Garam) બ્રાન્ડની 57,200 સ્ટીક્સ જપ્ત કરવામાં આવી છે. એક્સ-રે મશીનની બાજ નજરથી તેઓ બચી શક્યા એમિરેટ્સની ફ્લાઈટમાં આવેલા મુસાફરોએ કસ્ટમ્સ ડ્યુટી બચાવવા અને ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદે આ જથ્થો બેગેજમાં છુપાવ્યો હતો. જોકે, એરપોર્ટ પર અત્યાધુનિક એક્સ-રે મશીનની બાજ નજરથી તેઓ બચી શક્યા નહોતા. કસ્ટમ્સ વિભાગે હાલ તમામ મુદ્દામાલ કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કર્યો છે અને આ મામલે સંડોવાયેલા મુસાફરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એરપોર્ટ પર આટલી મોટી માત્રામાં સિગારેટનો જથ્થો પકડાતા દાણચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો----   Tamilnadu: ફ્લોર ટેસ્ટમાં વિજય સરકાર પાસ, 144 ધારાસભ્યોનો મળ્યો સાથ, વિરોધમાં 22 વોટ

Read Full Story arrow_forward
Mehsana : ઐતિહાસિક ચૂકાદો, પત્નીને 'ત્રિપલ તલાક' આપી બે બાળકો સાથે તરછોડનાર પતિને 1 વર્ષની જેલ
calendar_today May 13, 2026

Mehsana : ઐતિહાસિક ચૂકાદો, પત્નીને 'ત્રિપલ તલાક' આપી બે બાળકો સાથે તરછોડનાર પતિને 1 વર્ષની જેલ

મહિલાઓના અધિકારો અને ન્યાય માટે ગુજરાતની મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ હેઠળ, ત્રિપલ તલાક આપવાના કેસમાં કોર્ટે આરોપી પતિ ઇમરાન મન્સૂરીને દોષિત ઠેરવી 1 વર્ષની કેદની સજા ફટકારી છે.માર મારીને બે માસૂમ બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી આ કેસની વિગત મુજબ, વર્ષ 2024માં ઇમરાન મન્સૂરીએ તેની પત્ની રિઝવાનાબાનુંને શારીરિક અને માનસિક ત્રાસ આપી, માર મારીને બે માસૂમ બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. આટલું જ નહીં, કાયદાકીય મનાઈ હોવા છતાં ઇમરાને પત્નીને 'ત્રિપલ તલાક' આપી તરછોડી દીધી હતી. અન્યાય સામે લડત આપતા પીડિતાએ મહેસાણા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને રૂ. 10,000નો દંડ પણ ફટકાર્યો ન્યાયિક પ્રક્રિયા દરમિયાન, ફરિયાદી પક્ષના વકીલ ઉજાસ યાજ્ઞિકની ધારદાર દલીલો અને પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે માન્યું કે સમાજમાં સ્ત્રી સન્માન જળવાઈ રહે તે જરૂરી છે. સજાની સાથે કોર્ટે આરોપીને રૂ. 10,000નો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી આ દંડ ભરવામાં નિષ્ફળ રહેશે, તો તેણે વધુ 2 માસની જેલ ભોગવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો લાંબી કાનૂની લડત બાદ ન્યાય મળતા પીડિતા રિઝવાનાબાનું ભાવુક થયા હતા. તેમણે આ ઐતિહાસિક ન્યાય માટે ન્યાયતંત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. આ ચુકાદો ત્રિપલ તલાક જેવી કુરિવાજો સામે લડતી મહિલાઓ માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે.આ પણ વાંચો---      Tamilnadu: ફ્લોર ટેસ્ટમાં વિજય સરકાર પાસ, 144 ધારાસભ્યોનો મળ્યો સાથ, વિરોધમાં 22 વોટ

Read Full Story arrow_forward
Gujarat Weather News: અંબાલાલ પટેલે આપ્યા ગરમીમાં રાહત મળવાના સંકેત, જાણો શું કરી આગાહી
calendar_today May 13, 2026

Gujarat Weather News: અંબાલાલ પટેલે આપ્યા ગરમીમાં રાહત મળવાના સંકેત, જાણો શું કરી આગાહી

ગુજરાતમાં ઉનાળો હવે આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ,આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદમાં તાપમાનનો પારો ઊંચકાઈને 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં હવે ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં 18થી 23 મે સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રિ મોન્સૂન વરસાદ ખાબકી શકે છે. જૂનના અંતમાં સારા ચોમાસાની શરૂઆત થવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે એવી પણ આગાહી કરી છે કે, મે મહિનાના અંતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત માટે સાનુકૂળ પરિસ્થિતિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરતમાં સિવિયર હીટવેવ નોંધાયો છે,જ્યારે સુરેન્દ્રનગર,કેશોદ,કંડલા એરપોર્ટ અને દીવમાં હીટવેવની અસર જોવા મળી છે.એક તરફ ગરમી દઝાડી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ચોમાસા અંગે પણ મહત્વની અપડેટ આપી છે.આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી,આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.આ પણ વાંચોઃ Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ

Read Full Story arrow_forward