Gandhinagar : ગુજરાતને મળ્યા નવા લોકાયુક્ત, હાઈકોર્ટના નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવે લીધા શપથ
ગુજરાતના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત સિનિયર જજ બિરેન વૈષ્ણવની ગુજરાતના લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે. આજે ગાંધીનગર સ્થિત લોક ભવન ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં તેમણે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.રાજ્યપાલે લેવડાવ્યા શપથ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા બિરેન વૈષ્ણવને લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ નિમણૂક ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથેના લાંબા પરામર્શ અને ચર્ચાઓ બાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જજ બિરેન વૈષ્ણવ હાઈકોર્ટમાં લાંબો અનુભવ ધરાવે છે અને તેમની ગણના એક નિષ્પક્ષ અને શિસ્તબદ્ધ ન્યાયમૂર્તિ તરીકે થાય છે. તંત્રની પડતર ફરિયાદ - તપાસમાં વેગ આવશે લોકાયુક્ત તરીકે તેમની નિમણૂક થવાથી રાજ્યના વહીવટી તંત્રમાં લાંબા સમયથી પડતર રહેલી ફરિયાદો અને ભ્રષ્ટાચાર સંબંધિત તપાસમાં મોટો વેગ આવવાની આશા છે. સરકારી અધિકારીઓ સામેની ગેરરીતિની તપાસ કરતી આ સર્વોચ્ચ સંસ્થામાં નવા વડાની નિમણૂકથી સામાન્ય જનતાની ફરિયાદોનો હવે ઝડપી નિકાલ આવશે. શપથ સમારોહમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ન્યાયિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો---- Mehsana : ઐતિહાસિક ચૂકાદો, પત્નીને 'ત્રિપલ તલાક' આપી બે બાળકો સાથે તરછોડનાર પતિને 1 વર્ષની જેલ
Read Full Story arrow_forward