android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
RBI એ આ બેંકનું લાઇસન્સ કર્યુ રદ્દ, જાણો કઈ રીતે પાછા મળશે તમારા નાણાં?
calendar_today May 13, 2026

RBI એ આ બેંકનું લાઇસન્સ કર્યુ રદ્દ, જાણો કઈ રીતે પાછા મળશે તમારા નાણાં?

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકિંગ નિયમોના ઉલ્લંઘન અને નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ સ્થિત સર્વોદય સહકારી બેંકનું લાઇસન્સ રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. 12 મે, 2026 ના રોજ વ્યવસાયિક કલાકો સમાપ્ત થયા બાદ આ બેંક હવે કોઈપણ પ્રકારની બેંકિંગ કામગીરી કરી શકશે નહીં. આ નિર્ણયને કારણે બેંકના હજારો ગ્રાહકો હવે તેમના ખાતામાંથી સીધી રીતે નાણાં ઉપાડી કે જમા કરી શકશે નહીં. શા માટે લેવાયો આ સખત નિર્ણય? કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે સર્વોદય સહકારી બેંક પાસે હાલમાં પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતાનો અભાવ છે. બેંક તેની વર્તમાન નાણાકીય સ્થિતિ મુજબ તેના થાપણદારોને સંપૂર્ણ રકમ ચૂકવવા સક્ષમ નથી. આરબીઆઈના મતે, જો આ બેંકને વધુ સમય સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવે, તો તે જાહેર હિત અને ગ્રાહકોના વિશ્વાસ માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતું. બેંક લાંબા સમયથી અનેક નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. ગ્રાહકોના પૈસાનું શું થશે? બેંકના ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે, 98.36 ટકા થાપણદારોને તેમના ખાતામાં જમા થયેલી સંપૂર્ણ રકમ પાછી મળી જશે. લિક્વિડેશનની પ્રક્રિયા હેઠળ, દરેક થાપણદાર 'ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન' (DICGC) દ્વારા ₹5 લાખ સુધીનો વીમો મેળવવા હકદાર છે. એટલે કે, જે ગ્રાહકોની જમા રકમ 5 લાખ કે તેથી ઓછી છે, તેમને વીમા કવચ હેઠળ પૂરેપૂરી રકમ પરત મળશે. આગામી પ્રક્રિયા અને લિક્વિડેટરની નિમણૂક RBI એ મહારાષ્ટ્રના સહકારી કમિશનર અને રજિસ્ટ્રારને આદેશ આપ્યો છે કે બેંકને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને એક લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે. લિક્વિડેટર બેંકની મિલકતોની વસૂલાત કરશે અને ગ્રાહકોના લેણાં પતાવવાની કામગીરી સંભાળશે. આંકડાઓ મુજબ, 31 માર્ચ, 2026 સુધીમાં DICGC એ પહેલેથી જ ₹26.72 કરોડની વીમાકૃત થાપણોની ચુકવણી કરી દીધી છે. તેમના દાવા રજૂ કરવા આ પ્રક્રિયાને અનુસરવાની રહેશે હવેથી આ બેંક 'બેંકિંગ' શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં અને થાપણો સ્વીકારવા જેવી તમામ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગ્રાહકોએ હવે તેમના દાવા રજૂ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાને અનુસરવાની રહેશે. આ પણ વાંચોઃ લદ્દાખ જનારાં માટે ખુશીના સમાચાર, શ્રીનગર-લેહ હાઇવે ફરીથી ખુલશે, જાણો ક્યારથી?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતના વહિવટી તંત્રમાં ધરખમ ફેરફાર, ગઈ કાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલી કરાઈ
calendar_today May 13, 2026

Gujarat Latest News Live : ગુજરાતના વહિવટી તંત્રમાં ધરખમ ફેરફાર, ગઈ કાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલી કરાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: AMCનો પેટ્રોલ અને ડીઝલનો વાર્ષિક ખર્ચ 16 કરોડ, હવે ઈંધણ બચાવવા હવે ડિજિટલ મીટિંગ
calendar_today May 13, 2026

Ahmedabad News: AMCનો પેટ્રોલ અને ડીઝલનો વાર્ષિક ખર્ચ 16 કરોડ, હવે ઈંધણ બચાવવા હવે ડિજિટલ મીટિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના વિવિધ વિભાગોના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ પાછળ વર્ષે અંદાજે 16.53 કરોડથી વધુ ખર્ચ કરે છે.તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈધણ બચત માટે વર્ક ફ્રોમ હોમ,ઓનલાઈન મીટિંગ્સ, મેટ્રો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાની અપીલ કર્યા બાદ AMCમાં પણ ઈધણ વપરાશ ઘટાડવા માટે ડિજિટલ મીટિંગ્સને પ્રાથમિકતા આપવાની ચર્ચા શરૂ થઈ છે. કુલ 5100 લિટર ઈંધણનો વપરાશ થાય છે હાલમાં AMCના જમાલપુર એસ.ટી. ડેપો નજીક આવેલા સેન્ટ્રલ વર્કશોપમાંથી કોર્પોરેશનના વિવિધ વિભાગોના વાહનોમાં ઈધણ ભરવામાં આવે છે.વિભાગીય માહિતી મુજબ રોજ સરેરાશ 100 લિટર પેટ્રોલ અને 5000 લિટર ડીઝલ એમ કુલ 5100 લિટર ઈંધણનો વપરાશ થાય છે.કોર્પોરેશને અનેક વાહનોને CNG આધારિત બનાવ્યા છે અને ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પણ વધાર્યો છે. તેમ છતાં મોટરકારો સહિતના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનો નોંધપાત્ર વપરાશ યથાવત છે.આ અંદાજ મુજબ વર્ષે આશરે 36000 લિટર પેટ્રોલ અને 1800000 લિટર ડીઝલ વપરાય છે.  મ્યુનિસિપલ તિજોરી પરનો ખર્ચ ઘટાડવામાં મદદ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા AMCને બલ્ક દરે પેટ્રોલ પ્રતિ લિટર રૂ.92 અને ડીઝલ પ્રતિ લિટર રૂ.90ના દરે સપ્લાય કરવામાં આવે છે.તેના આધારે પેટ્રોલ પાછળ વર્ષે આશરે 33.12 લાખ અને ડીઝલ પાછળ રૂ.16.20 કરોડનો ખર્ચ થાય છે.આમ કુલ વાર્ષિક ઈંધણ ખર્ચ રૂ.16.53 કરોડને પાર કરે છે.આ ઉપરાંત કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં આઉટસોર્સ વાહનોનો પણ ઉપયોગ થાય છે.જેના માટે પ્રતિ કિલોમીટરના આધારે ચૂકવણી કરવામાં આવે છે.AMC દ્વારા EV અને CNG વાહનોનો વ્યાપ વધારવાના પ્રયાસો ચાલુ હોવા છતાં પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા હજુ પણ ઊંચી છે.વહીવટી સ્તરે કાર પુલિંગ અને ઓનલાઈન મીટિંગ્સ જેવા ઉપાયો વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે તો મ્યુનિસિપલ તિજોરી પરનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે. આ પણ વાંચોઃ Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ

Read Full Story arrow_forward