android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Train Cancelled: બિહાર જનારાં લોકો માટે મહત્વના સમાચાર,અનેક ટ્રેન થઇ કેન્સલ, યાત્રા કરતા પહેલાં આ વાંચી લો!
calendar_today May 13, 2026

Train Cancelled: બિહાર જનારાં લોકો માટે મહત્વના સમાચાર,અનેક ટ્રેન થઇ કેન્સલ, યાત્રા કરતા પહેલાં આ વાંચી લો!

જો તમે આગામી દિવસોમાં બિહાર તરફ ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર ડિવિઝન હેઠળ આવતા સમસ્તીપુર-દરભંગા સેક્શન પર હાલમાં ટ્રેક ડબલિંગ (રેલવે લાઇન બેવડી કરવાની) કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ નોન-ઇન્ટરલોકિંગ (NI) કાર્યને કારણે 11 મે થી 14 મે, 2026 સુધી ટ્રેન વ્યવહાર પર મોટી અસર પડી છે. કઈ ટ્રેનો અને રૂટ પર પડી છે અસર? રેલવેના સત્તાવાર અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન કુલ 18 પેસેન્જર ટ્રેનોને રદ કરવામાં આવી છે, જ્યારે 23 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યત્વે નીચેના માર્ગો પરની સેવાઓ પ્રભાવિત થઈ છે. સમસ્તીપુર-મણિહારી અને દરભંગા-સમસ્તીપુર આરા-જયનગર અને મુઝફ્ફરપુર-જયનગર સમસ્તીપુર-બરૌની અને સમસ્તીપુર-મુઝફ્ફરપુર ડાયવર્ટ કરવામાં આવેલી મુખ્ય ટ્રેનો અનેક લાંબા અંતરની ટ્રેનોને હવે વૈકલ્પિક માર્ગો જેવા કે સમસ્તીપુર-મુઝફ્ફરપુર-સીતામઢી અને દરભંગા-સીતામઢી-રક્સૌલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ, ગોંદિયા-રક્સૌલ એક્સપ્રેસ, જયનગર-અમૃતસર એક્સપ્રેસ અને રક્સૌલ-હાવડા એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લગભગ 7 ટ્રેનોના સમયમાં 1 થી 3 કલાકનો વિલંબ પણ થઈ શકે છે. રેલવેનું શું કહેવું છે? સમસ્તીપુર રેલવેના પીઆરઓ આર.કે. સિંહના જણાવ્યા અનુસાર, આ કામગીરી રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા અને ટ્રેનોની લાઇન ક્ષમતા વધારવા માટે કરવામાં આવી રહી છે. ટ્રેક ડબલિંગ પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં ટ્રેનોની અવરજવર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે તેમજ આ વ્યસ્ત રૂટ પર ભીડમાં પણ ઘટાડો થશે. મુસાફરો માટે સૂચના રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ રેલવે સ્ટેશન પર પહોંચતા પહેલા સત્તાવાર એપ અથવા હેલ્પલાઇન દ્વારા પોતાની ટ્રેનનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે. સાથે જ, યાત્રા દરમિયાન રોકાણ માટે ઓનલાઇન હોટેલ બુકિંગ કરતી વખતે સસ્તા સોદાઓથી લલચાઈને સાયબર છેતરપિંડીનો ભોગ ન બનો તેની પણ કાળજી રાખવી. આ પણ વાંચોઃ China: બેઇજિંગમાં પ્રેસિડન્ટ અને પોતાના જ ઘરમાં એજન્ટ, ચીનના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : બોટાદના ગઢડા રોડ પર ખાનગી લકઝરી બસ પલટી ખાતા 15 લોકોને ગંભીર ઈજા પહોંચી
calendar_today May 13, 2026

Gujarat Latest News Live : બોટાદના ગઢડા રોડ પર ખાનગી લકઝરી બસ પલટી ખાતા 15 લોકોને ગંભીર ઈજા પહોંચી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
UP News : મદરેસામાંથી 'મેડ ઈન પાકિસ્તાન ' પંખો મળ્યો, ફોટો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી
calendar_today May 13, 2026

UP News : મદરેસામાંથી 'મેડ ઈન પાકિસ્તાન ' પંખો મળ્યો, ફોટો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી

ઉત્તર પ્રદેશના કુશનિગર જિલ્લામાં એક મદરેસામાં મેડ ઇન પાકિસ્તાન લખેલો પંખી મળી આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. "મેડ ઇન પાકિસ્તાન" લખેલા આ પંખાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે પોલીસ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓ હવે તપાસ કરી રહી છે કે આ પંખો ભારતમાં કેવી રીતે પહોંચ્યો અને તેને મદરેસામાં કેવી રીતે સપ્લાય કરવામાં આવ્યો. આ ઘટના જિલ્લાના વિષ્ણુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઇલેકિટ્રશિય રિપેર દરમિયાન ચોંકી ગયો આ ઘટના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મદરેસા કાદરિયા હકીકાતુલ-ઉલૂમમાં બની છે.મદરેસામાં એક પંખો તૂટી ગયો હતો,જેના કારણે સ્થાનિક ઇલેકિટ્રશિયને તેને રિપેર કરાવ્યો હતો.રિપેર દરમિયાન,પંખા પર "મેડ ઇન પાકિસ્તાન"લખેલું જોઈને ઇલેકિટ્રશિયન ચોંકી ગયો.આ માહિતી ઝડપથી વિસ્તારમાં ફેલાઈ ગઈ અને આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. જિલ્લામાં ભયનો માહોલ ઘટના સામે આવ્યા પછી, સ્થાનિક રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી અને વહીવટીતંત્ર દ્વારા તપાસની માંગ કરી. તેઓ કહે છે કે આ ફક્ત ઇલેક્ટ્રોનિક માલનો મામલો નથી, પરંતુ, વિદેશી ઉત્પાદનો, ખાસ કરીને પાકિસ્તાનના ઉત્પાદનો, ભારતીય બજારમાં કેવી રીતે પહોંચી રહ્યા છે તે સમજવું મહત્વપૂર્ણ છે. ઘણાને શંકા છે કે તે ગેરકાયદેસર સપ્લાય નેટવર્ક સાથે જોડાયેલું છે. પંખો મદરેસાને દાનમાં આપવામાં આવ્યો હતો કુશીનગર સર્કલ ઓફિસર જયંત યાદવે જણાવ્યું હતું કે પોલીસે મદરેસાના મેનેજર યુનુસ અંસારીની પૂછપરછ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે સીલિંગ ફેન એક સ્થાનિક રહેવાસીએ મદરેસાને દાનમાં આપ્યો હતો. અધિકારીના જણાવ્યા મુજબ, પોલીસે સ્થાનિક રહેવાસીનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે પંખો તેમને તેમના પુત્ર દ્વારા આપવામાં આવ્યો હતો, જે સાઉદી અરેબિયામાં રહે છે.બાદમાં,2023માં,પંખો મદરેસામાં દાનમાં આપવામાં આવ્યો.પોલીસે તપાસ શરૂ કરી આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને,કુશીનગર પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિક્ષક કેશવ કુમારે જણાવ્યું હતું કે વાયરલ ફોટો અને કેસને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે પંખો ક્યારે ખરીદવામાં આવ્યો હતો, તે કઈ દુકાન કે સપ્લાયરમાંથી આવ્યો હતો અને મદરેસામાં કોણે લગાવ્યો હતો.તપાસ ટીમ હવે સ્થાનિક ઇલેક્ટ્રોનિક સામાનના ડીલરો અને સપ્લાય ચેઇનની પણ તપાસ કરી શકે છે. આ મામલા પાછળની સત્યતા ઉજાગર કરવા માટે મદરેસા મેનેજમેન્ટની પૂછપરછ કરવાની પણ તૈયારી ચાલી રહી છે. આ પણ વાંચો - Petrol Diesel Crisis: PM નરેન્દ્ર મોદીએ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું, પોતાનો કાફલો અડધો કરી દીધો

Read Full Story arrow_forward