android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: રાજ્યમાં સૌથી વધુ ઈધણનો વપરાશ અને સૌથી વધુ પેટ્રોલ વાહનો અમદાવાદમાં નોંધાયા
calendar_today May 13, 2026

Gujarat News: રાજ્યમાં સૌથી વધુ ઈધણનો વપરાશ અને સૌથી વધુ પેટ્રોલ વાહનો અમદાવાદમાં નોંધાયા

દેશના બહુમૂલ્ય વિદેશી હૂંડિયામણને બચાવવા માટે વડાપ્રધાન મોદીએ નાગરિકોને પેટ્રોલ અને ડીઝલ આધારિત વાહનોનો ઉપયોગ અત્યંત સંયમપૂર્ણ રીતે કરવા અપીલ કરી છે.પીએમ મોદીની આ અપીલના સંદર્ભમાં ગુજરાતના વાહનવ્યવહારના આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ ઘણી ચિંતાજનક છે.રાજ્યમાં પેટ્રોલ વાહનોનો જાણે વિસ્ફોટ થયો છે અને ડેટા દર્શાવે છે કે એકલા ગુજરાતમાં જ 2 કરોડથી વધુ વાહનો સંપૂર્ણપણે પેટ્રોલ પર નિર્ભર છે.આ આંકડાઓમાં સૌથી વધુ ચોંકાવનારી સ્થિતિ મેટ્રો સિટી અમદાવાદની છે. ઈધણ આયાતનો ખર્ચ અર્થતંત્ર પર મોટો બોજો બની શકે રાજ્યમાં સૌથી વધુ ઈધણનો વપરાશ અને સૌથી વધુ પેટ્રોલ વાહનો અમદાવાદમાં નોંધાયેલા છે.ટ્રાન્સપોર્ટ વિભાગના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો અમદાવાદ શહેરમાં કુલ 4972028 વાહનો નોંધાયેલા છે. જેમાંથી 3596199 વાહનો તો માત્ર પેટ્રોલ આધારિત જ છે. એટલે કે શહેરના રસ્તાઓ પર દોડતા 72 ટકાથી વધુ વાહનો સીધી રીતે પેટ્રોલ પર નિર્ભર છે.સમગ્ર રાજ્યની વાત કરીએ તો, ગુજરાતમાં નોંધાયેલા કુલ અંદાજિત 2.84 કરોડ વાહનોમાંથી 2.09 કરોડ વાહનો પેટ્રોલ પર દોડે છે.આટલી મોટી સંખ્યામાં પેટ્રોલ આધારિત વાહનો હોવાને કારણે ભવિષ્યમાં ઈધણ આયાતનો ખર્ચ દેશના અર્થતંત્ર પર મોટો બોજો બની શકે છે. રાજકોટમાં 14 થી 15 લાખ વાહનો પેટ્રોલ પર આધીન માત્ર અમદાવાદ જ નહીં, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આ જ પ્રવાહ જોવા મળી રહ્યો છે.સુરતમાં 31.99 લાખ વાહનોમાંથી 24.48 લાખ પેટ્રોલ વાહનો છે.વડોદરા અને રાજકોટમાં પણ સરેરાશ 14 થી 15 લાખ વાહનો પેટ્રોલ પર આધીન છે.બીજી તરફ, ઈધણના અન્ય વિકલ્પોની સ્થિતિ જોઈએ તો,ડીઝલ વાહનોની સંખ્યા 41.80 લાખ છે.જ્યારે પેટ્રોલ-સીએનજી હાઇબ્રિડ વાહનો 18.22 લાખ છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે અઢળક સબસિડી અને પ્રોત્સાહન આપવામાં આવતું હોવા છતાં, રાજ્યમાં ઈવી વાહનોની સંખ્યા માત્ર 2.33 લાખ સુધી જ પહોંચી શકી છે. આ પણ વાંચોઃ Gujarat News: CM અને DyCMએ કાફલામાં ઘટાડો કર્યો, રાજ્યપાલ બસ કે ટ્રેનમાં પ્રવાસ કરશે

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યના 13 જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી
calendar_today May 13, 2026

Gujarat Weather News: રાજ્યના 13 જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી

ગુજરાતમાં ઉનાળો હવે આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ,આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદમાં તાપમાનનો પારો ઊંચકાઈને 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.જે સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતા દ્વારા રાજ્યના 13 જિલ્લામાં કાળઝાળ ગરમી પડવાના સંકેત આપવામાં આવ્યા છે. સુરતમાં સિવિયર હીટવેવ નોંધાયો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરતમાં સિવિયર હીટવેવ નોંધાયો છે,જ્યારે સુરેન્દ્રનગર,કેશોદ,કંડલા એરપોર્ટ અને દીવમાં હીટવેવની અસર જોવા મળી છે.અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી ઊંચું હતું.આગામી ત્રણ દિવસ માટે હીટવેવની ગંભીર ચેતવણી છે.બનાસકાંઠા,પાટણ,ગાંધીનગર,અમદાવાદ અને વડોદરામાં આકરી ગરમી પડશે.સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,દ્વારકા સહિત સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું મોજુ યથાવત રહેશે. ગુજરાતમાં અત્યારે વરસાદની કોઈ સંભાવના નથી એક તરફ ગરમી દઝાડી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ચોમાસા અંગે પણ મહત્વની અપડેટ આપી છે.આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી,આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જોકે,ગુજરાતમાં અત્યારે વરસાદની કોઈ સંભાવના નથી અને આગામી સાત દિવસ સુધી તમામ જિલ્લાઓમાં વાતાવરણ સુકું જ રહેશે.આ પણ વાંચોઃ Gujarat News: CM અને DyCMએ કાફલામાં ઘટાડો કર્યો, રાજ્યપાલ બસ કે ટ્રેનમાં પ્રવાસ કરશે

Read Full Story arrow_forward
ભગવાન રંગનાથનો ભવ્ય ધ્વજારોહણ સમારોહ
calendar_today May 13, 2026

ભગવાન રંગનાથનો ભવ્ય ધ્વજારોહણ સમારોહ

ભગવાન રંગનાથના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું.

Read Full Story arrow_forward