android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Madhya Pradesh : કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના 4 બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા
calendar_today May 12, 2026

Madhya Pradesh : કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના 4 બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા

મધ્યપ્રદેશના શ્યોપુર સ્થિત કૂનો નેશનલ પાર્કમાંથી ફરી એક વખત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાર્કના જંગલ વિસ્તારમાં જન્મેલા માદા ચિત્તા KGP12ના ચારેય બચ્ચાં મૃત હાલતમાં મળી આવ્યા છે. 12 મે 2026ની સવારે મોનિટરિંગ ટીમ શ્યોપુર ટેરિટોરિયલ ડિવિઝન વિસ્તારમાં પહોંચી ત્યારે ચિત્તાના બચ્ચાના મૃતદેહ તેની માંદ નજીક જોવા મળ્યા હતા.કૂનો નેશનલ પાર્કના સંચાલન અનુસાર, બચ્ચાંના મૃતદેહ આંશિક રીતે ખવાયેલા હાલતમાં મળ્યા છે. આ ચારેય બચ્ચાંનો જન્મ 11 એપ્રિલ 2026ના રોજ થયો હતો અને તેઓ માત્ર એક મહિનાના હતા. મોનિટરિંગ ટીમે તેમને છેલ્લે 11 મેની સાંજે જીવિત જોયા હતા. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ અન્ય જંગલી પ્રાણીએ આ બચ્ચાંનો શિકાર કર્યો હોય શકે છે. વન વિભાગ દ્વારા સઘન દેખરેખ જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલ વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારની સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે માદા ચીતા KGP12 સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ છે. અધિકારીઓએ જણાવ્યું કે પાર્કમાં રહેલા અન્ય તમામ ચિત્તાઓ પણ હાલ સ્વસ્થ છે. ફીલ્ડ ડિરેક્ટરે આપેલી માહિતી મુજબ, આ ઘટનાના બાદ હવે કૂનો નેશનલ પાર્કમાં કુલ 50 ચિત્તા બચ્યા છે, જેમાંથી 33 ચિત્તાઓનો જન્મ ભારતમાં થયો છે. ઉપરાંત ગાંધી સાગર અભયારણ્યમાં 3 ચિત્તાઓ છે. આ પ્રમાણે દેશમાં હાલ ચિત્તાઓની કુલ સંખ્યા 53 થઈ છે. આ પણ વાંચો : Iranના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી ભારતની મુલાકાતે, 18મી BRICS સમિટ માટે રિહર્સલ કરાઇ શરુ

Read Full Story arrow_forward
Sabarkantha : ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામે 70 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, હોસ્પિટલમાં કરાયા દાખલ
calendar_today May 12, 2026

Sabarkantha : ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામે 70 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, હોસ્પિટલમાં કરાયા દાખલ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઉમ્બોરા ગામમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચુરમું ખાવા બાદ લગભગ 70 જેટલા બાળકોને અચાનક તબિયત બગડવાની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બાળકોને પેટમાં દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદો મળતી માહિતી મુજબ ચુરમું ખાધા બાદ બાળકોને ઉલટી, પેટમાં દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદો શરૂ થઈ હતી. થોડા જ સમયમાં અન્ય બાળકોમાં પણ સમાન લક્ષણો દેખાતા તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આરોગ્ય ટીમો તાત્કાલિક ગામમાં પહોંચી અને અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 100થી વધુ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી કુલ મળીને 100થી વધુ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેમાંથી અનેક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તમામ બાળકોની હાલત હાલ સ્થિર છે અને કોઈ ગંભીર સ્થિતિ નોંધાઈ નથી. છતાં, તબીબી ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આ ઘટનાથી સમગ્ર ઉમ્બોરા ગામ અને આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. વાલીઓમાં પણ પોતાના બાળકોની સલામતીને લઈને ચિંતા જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ખાદ્ય નમૂનાઓ એકત્રિત કર્યા છે અને તેની તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ખોરાકમાં થયેલી ખામી અથવા બગડેલા ખાદ્ય પદાર્થના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ પણ વાંચો : Education : 11થી 20 જૂન સુધી ધોરણ 10-12ની યોજાશે પૂરક પરીક્ષા, ગુજરાત બોર્ડે કરી જાહેરાત

Read Full Story arrow_forward
Kutchના દરિયાકાંઠે ‘ઓપરેશન સિંદૂર’: ત્રણ સ્થળોએથી ડ્રોનનો કાટમાળ અને બિનવારસી મિસાઈલ મળી આવતા એજન્સીઓ સતર્ક
calendar_today May 12, 2026

Kutchના દરિયાકાંઠે ‘ઓપરેશન સિંદૂર’: ત્રણ સ્થળોએથી ડ્રોનનો કાટમાળ અને બિનવારસી મિસાઈલ મળી આવતા એજન્સીઓ સતર્ક

કચ્છની વ્યૂહાત્મક દરિયાઈ સીમા પર સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. 'ઓપરેશન સિંદૂર' હેઠળ અગાઉ તોડી પાડવામાં આવેલા શંકાસ્પદ ડ્રોનના અવશેષો (ડેબ્રિજ) અલગ-અલગ ત્રણ સ્થળોએથી મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર કોસ્ટલ બેલ્ટ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને બોટ પેટ્રોલિંગ તેજ કરી દેવામાં આવ્યું છે.છછીના દરિયાકાંઠેથી મિસાઈલ અને AIS સિસ્ટમ જપ્ત તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને છછીના દરિયાકાંઠેથી એક બિનવારસુ મિસાઈલ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ ઉપરાંત, ખિદરત ટાપુ નજીકથી સોલાર બેઝ્ડ AIS (Automatic Identification System) પણ મળી આવી છે. આ ટેકનિકલ સાધનોનો ઉપયોગ સામાન્ય રીતે દરિયાઈ માર્ગે જહાજોની ઓળખ અને ટ્રેકિંગ માટે કરવામાં આવતો હોય છે. ડ્રોનના ડેબ્રિજ અને મિસાઈલ જેવા સંવેદનશીલ પદાર્થોની પ્રાપ્તિ બાદ એફએસએલ (FSL) ની ટીમ દ્વારા તેની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. રૂ.1.55 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: સીમા સુરક્ષા મજબૂત યુદ્ધ સામગ્રીની સાથે સાથે માદક પદાર્થોની હેરાફેરીનો પણ મોટો પર્દાફાશ થયો છે. પોલીસને દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસના 62 જેટલા પેકેટ મળી આવ્યા છે. તેમજ પશ્ચિમ કચ્છ પોલીસના જણાવ્યા મમુજબ આ જપ્ત કરાયેલા માદક પદાર્થોની કિંમત અંદાજે રૂ.1,55,00,000 (એક કરોડ પંચાવન લાખ) જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ અને ડ્રોનના અવશેષો મળતા સરહદી સુરક્ષા વધારી દેવામાં આવી છે અને માછીમારોને પણ કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે તુરંત જાણ કરવા સૂચના અપાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward