Jammu Kashmir : LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ એક આતંકીને કર્યો ઠાર
જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં મંગળવારે નિયંત્રણ રેખા (LoC) પર ઘુસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. એલઓસી નજીક શંકાસ્પદ હલચલ દેખાતા જ સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફાયરિંગ શરૂ કર્યું. આ અથડામણ દરમિયાન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલો એક પાકિસ્તાની આતંકી માર્યો ગયો. માહિતી મુજબ આતંકી પુંછ જિલ્લામાં LoC મારફતે ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.આતંકીઓની ઘુસણખોરી કરવાની આશંકા હતી સરહદ પારથી આતંકીઓના એક જૂથ દ્વારા ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરવાની આશંકા હતી. શંકાસ્પદ ગતિવિધિ નજરે પડતા જ સેનાએ એલર્ટ થઈ જવાબી કાર્યવાહી હાથ ધરી. સમગ્ર વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. સેનાએ આતંકીઓને પહેલા ચેતવણી આપી હતી માહિતી મુજબ, સેનાએ આતંકીઓને પહેલા ચેતવણી આપી હતી, પરંતુ તેને અવગણી આતંકીઓએ ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ મોરચો સંભાળી ભારે જવાબી ફાયરિંગ કર્યું. બંને તરફથી થયેલી અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. મૃત આતંકી પાસેથી મોટી માત્રામાં ગોળા-બારૂદ અને આધુનિક હથિયારો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં તે લશ્કર-એ-તૈયબા સંગઠન સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક રહેવા સૂચના ઘટના બાદ સેનાએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આશંકા છે કે આતંકીના કેટલાક સાથીદારો જંગલ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે. સુરક્ષાદળો ખુણે-ખુણે તપાસ ચલાવી રહ્યા છે જેથી કોઈ આતંકી બચી ન શકે. આગામી યાત્રા સીઝન અને સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક રહેવા અને ઘુસણખોરી વિરોધી વ્યવસ્થા મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો : Iranના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી ભારતની મુલાકાતે, 18મી BRICS સમિટ માટે રિહર્સલ કરાઇ શરુ
Read Full Story arrow_forward