android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
NEET પેપર લીકના આરોપીની ધરપકડ, નાસિકથી 10 લાખમાં ખરીદ્યું અને હરિયાણામાં 15 લાખમાં વેચ્યું
calendar_today May 12, 2026

NEET પેપર લીકના આરોપીની ધરપકડ, નાસિકથી 10 લાખમાં ખરીદ્યું અને હરિયાણામાં 15 લાખમાં વેચ્યું

NEET પરીક્ષા 2026 રદ થવાના નિર્ણય બાદ દેશભરમાં ભારે રોષનો માહોલ છે. પેપર લીક અને ગેરરીતિના આરોપોને લઈને હવે CBIએ તપાસ તેજ બનાવી છે. આ મામલે મહારાષ્ટ્રના નાસિકથી શુભમ ખૈરનાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ શુભમ ખૈરનાર BAMSનો વિદ્યાર્થી છે અને તેના પર પેપર લીકમાં સંડોવણીનો આરોપ છે. ટેલિગ્રામ મારફતે પેપર લીકની માહિતી મળી તપાસમાં સામે આવ્યું છે કે ટેલિગ્રામ એપ મારફતે પેપર લીક અંગે માહિતી મળી હતી, જેમાં પુણેના એક અન્ય શંકાસ્પદની ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શુભમ ખૈરનાર પર એવો પણ આરોપ છે કે તેણે પ્રશ્નપત્ર 10 લાખ રૂપિયામાં ખરીદ્યું અને બાદમાં હરિયાણાના એક વ્યક્તિને 15 લાખ રૂપિયામાં વેચ્યું હતું. 13 MBBS કાઉન્સેલર્સને પણ CBIને સોંપવામાં આવ્યા CBIની ચાર ટીમો નાસિક ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના કાર્યાલય પહોંચી હતી અને આરોપીને પોતાની કસ્ટડીમાં લીધો હતો. શુભમ ખૈરનારને અગાઉ નાસિક ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. બીજી તરફ રાજસ્થાન SOGએ 150 વિદ્યાર્થીઓ અને 70 વાલીઓની યાદી CBIને સોંપી છે, જેમને લીક થયેલા ગેસ પેપર મળ્યા હોવાની માહિતી છે. ઉપરાંત SOGની કસ્ટડીમાં રહેલા 13 MBBS કાઉન્સેલર્સને પણ CBIને સોંપવામાં આવ્યા છે. યશ યાદવ નામના યુવકને પણ કસ્ટડીમાં લીધો કાઉન્સેલર્સના જણાવ્યા મુજબ NEETનું મહત્તમ કટ-ઓફ સામાન્ય રીતે 600 ગુણ આસપાસ રહે છે અને લીક થયેલા ગેસ પેપરમાં પણ 600 ગુણના એવા જ પ્રશ્નો હતા, જે મૂળ પ્રશ્નપત્રમાં પૂછાયા હતા. આ કારણે પેપર લીકની શંકા વધુ ગાઢ બની છે. આ કેસમાં SITએ ગુરુગ્રામથી યશ યાદવ નામના યુવકને પણ કસ્ટડીમાં લીધો છે. હાલ તેની ભૂમિકા સ્પષ્ટ નથી, પરંતુ તપાસ એજન્સીઓ માનતી છે કે આ સમગ્ર મામલો મોટા ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલો હોઈ શકે છે. CBIએ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની લેખિત ફરિયાદના આધારે FIR નોંધાવી છે અને અનેક રાજ્યોમાં તપાસ શરૂ કરી છે. વિશેષ ટીમો દ્વારા વિવિધ સ્થળોએ દરોડા અને પૂછપરછ ચાલુ છે. આ પણ વાંચો : NEET-UG 2026 Re-Exam: તમારા બધા પ્રશ્નોના જવાબ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આણંદના 100 ફૂટ રોડ પર બેફામ ડમ્પરે વોકિંગ કરતા વૃદ્ધાને કચડ્યા
calendar_today May 12, 2026

Gujarat Latest News Live : આણંદના 100 ફૂટ રોડ પર બેફામ ડમ્પરે વોકિંગ કરતા વૃદ્ધાને કચડ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ
calendar_today May 12, 2026

Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ

કચ્છના નલિયામાં આજે સવારથી જ પેટ્રોલ પંપો પર વાહનચાલકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે ટ્રક, ટ્રેક્ટર, કાર અને બાઈક સવારોની લાંબી લાઈનો લાગી હતી. સ્થિતિ એવી સર્જાઈ હતી કે વાહનોની આ કતારો પેટ્રોલ પંપથી છેક હાઈવે સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.કલાકો સુધીની પ્રતીક્ષા અને ટ્રાફિકજામ ઇંધણ મેળવવા માટે વાહનચાલકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. પેટ્રોલ પંપ વિસ્તારોમાં વાહનોની ભારે અવરજવર અને લાંબી લાઈનોને કારણે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી રાહ જોવી પડતા વાહનચાલકોમાં રોષ અને પરેશાની જોવા મળી હતી. અચાનક વધેલી આ ભીડને સંભાળવામાં પેટ્રોલ પંપના સંચાલકોને પણ નાકે દમ આવી ગયો હતો. લોકોમાં પરેશાની અને અવ્યવસ્થાના દ્રશ્યો નલિયામાં ઇંધણની અછતની આશંકા અથવા અન્ય કોઈ કારણોસર ઉમટેલી આ ભીડને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. ખેતીકામ માટે ટ્રેક્ટરો અને માલસામાનની હેરફેર માટે ટ્રકો મોટી સંખ્યામાં લાઈનમાં જોવા મળ્યા હતા. ડીઝલ-પેટ્રોલ મેળવવા માટે લોકો આમ-તેમ દોડધામ કરતા નજરે પડ્યા હતા. આ સ્થિતિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર કે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward