android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : હર્ષ સંઘવીએ પીએમ મોદીની અપીલ બાદ પોતાનો અમેરિકા પ્રવાસ રાખ્યો મોકૂફ
calendar_today May 12, 2026

Gujarat Latest News Live : હર્ષ સંઘવીએ પીએમ મોદીની અપીલ બાદ પોતાનો અમેરિકા પ્રવાસ રાખ્યો મોકૂફ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anand News: 100 ફૂટ રોડ પર ડમ્પરનો કહેર, મોર્નિંગ વોકમાં નીકળેલા 75 વર્ષીય વૃદ્ધાનું કચડાઈ જવાથી મોત
calendar_today May 12, 2026

Anand News: 100 ફૂટ રોડ પર ડમ્પરનો કહેર, મોર્નિંગ વોકમાં નીકળેલા 75 વર્ષીય વૃદ્ધાનું કચડાઈ જવાથી મોત

આણંદના અત્યંત વ્યસ્ત ગણાતા 100 ફૂટ રોડ પર દેસાઈ કોર્નર સામે આજે સવારે કાળમુખા ડમ્પરે રસ્તે ચાલતા વૃદ્ધાને અડફેટે લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇલાબેન દિનેશભાઈ પટેલ (ઉં.વ. 75) નામના વૃદ્ધા સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના તોતિંગ વ્હીલ વૃદ્ધાના માથાના ભાગે ફરી વળ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇલાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.પરિવારમાં આક્રંદ અને પુત્રનો કરુણ વિલાપ અકસ્માતની જાણ થતા જ મૃતક વૃદ્ધાના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોતાની માતાનો લોહીલુહાણ મૃતદેહ જોઈને પુત્રએ ઘટનાસ્થળે જ ભારે આક્રંદ કર્યો હતો, જેનાથી ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ડમ્પરચાલકની બેદરકારીએ એક વડીલની છત્રછાયા છીનવી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. લોકોમાં ભારે રોષ અને પોલીસ કાર્યવાહી 100 ફૂટ રોડ પર બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પરોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ આણંદ ટાઉન પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારોમાં ભારે વાહનોની ગતિ પર અંકુશ લાવવાની માંગ ફરી એકવાર પ્રબળ બની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ કર્યો રદ; PM મોદીની અપીલ બાદ લીધો નિર્ણય
calendar_today May 12, 2026

Gandhinagar News: હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ કર્યો રદ; PM મોદીની અપીલ બાદ લીધો નિર્ણય

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમેરિકાના પ્રવાસે જવાના હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ તેમણે આ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, વડાપ્રધાન દ્વારા મંત્રીઓને જનહિતના કાર્યો અને સ્થાનિક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવામાં આવેલી સૂચના કે અપીલને પગલે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.કયા કાર્યક્રમમાં આપવાના હતા હાજરી? હર્ષ સંઘવી અમેરિકામાં 'ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ USA' (FOGA) દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. આ કાર્યક્રમમાં તેઓ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયને સંબોધિત કરવાના હતા અને વિવિધ સંગઠનો સાથે મુલાકાત પણ કરવાના હતા. સ્થાનિક કામગીરી પર ધ્યાન પ્રવાસ રદ થવાને કારણે હવે મંત્રી હર્ષ સંઘવી ગુજરાતમાં રહીને જ પોતાની વહીવટી અને રાજકીય જવાબદારીઓ સંભાળશે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ આ કાર્યક્રમમાં તેમની હાજરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રીય હિત અને વડાપ્રધાનની સૂચનાને સર્વોપરી ગણીને આ પ્રવાસ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward